લાલપુર ચોકડી પાસે ટ્રકે બાઇકને અડફેટે઼ લેતા 100 મીટર સુધી ઢસડાયું

  જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે અંગ્રેજી નવા વર્ષના પ્રારંભની સાથે જ અકસ્માત સર્જાયો હતો. પરંતુ વાહનચાલકનો તેમાં બચાવ થયો છે. પુરપાટ ઝડપે લાલપુર…

 

જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે અંગ્રેજી નવા વર્ષના પ્રારંભની સાથે જ અકસ્માત સર્જાયો હતો. પરંતુ વાહનચાલકનો તેમાં બચાવ થયો છે. પુરપાટ ઝડપે લાલપુર તરફથી આવી રહેલા જી.જે. 10 ઝેડ 8647 નંબરના ટ્રકના ચાલકે આગળ જઈ રહેલા એક સ્કુટરને હડફેટમાં લઈ લેતાં ટુ-વ્હીલર ટ્રકના આગળના ભાગે દબાઈ ગયું હતું, અને થોડે દૂર સુધી ધસડાયું પણ હતું.

જો કે ટ્રક ચાલકે બ્રેક મારી દીધી હતી, જેથી ટ્રક આગળ જતાં અટક્યો હતો. જે દરમિયાન સ્કૂટર ચાલક પોતાના વાહનમાંથી છલાંગ મારીને ઉતરી ગયો હોવાથી તેનો ચમત્કારિક બચાવ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *