અમદાવાદ પડી રહેતી છ ટ્રેનો નવા વર્ષમાં રાજકોટને મળે તેવી આશા

છેલ્લા દોઢ વર્ષથી ક્રોસિંગ કરાતી રજૂઆતને વીજળીવેગે ડબલ ટ્રેક પર દોડાવવા સૌરાષ્ટ્રના મુસાફરોની માગણી આવતી કાલથી 2025ના નવા વર્ષની શરૂઆત થશે. ગત 2024ના વર્ષમાં પશ્ર્ચિમ…

છેલ્લા દોઢ વર્ષથી ક્રોસિંગ કરાતી રજૂઆતને વીજળીવેગે ડબલ ટ્રેક પર દોડાવવા સૌરાષ્ટ્રના મુસાફરોની માગણી

આવતી કાલથી 2025ના નવા વર્ષની શરૂઆત થશે. ગત 2024ના વર્ષમાં પશ્ર્ચિમ રેલવેએ હાંસલ કરેલ લક્ષ્યાંકની સિદ્ધિઓ વર્ણવી છે પરંતુ જે સૌરાષ્ટ્રવાસીઓની માંગ અને સુવિદા હતી તે પુરી કરી શક્યુ નથી અમદાવાદમાં પડી રહેતી 6 જેટલી ટ્રેનો રાજકોટ સુધી લંબાવાશે તેવી જાહેરાત તત્કાલીન રેલવે મંત્રી દ્વારા કરાઈ હતી તેને ભુતકાળ બની ગયો છતાં પણ સૌરાષ્ટ્રના પેસેન્જરોને આ લાભ મળ્યો નથી ત્યારે 2025ના નવા વર્ષમાં આ જૂની માંગણીને પશ્ર્ચિમ રેલવે પ્રધાન્ય આપી અને સૌરાષ્ટ્રવાસીઓને સુવિધા મળે તેવી આશા આપી રહ્યા છે.

2024નું વર્ષ પૂર્ણ થતાં પશ્ર્ચિમ રેલવેમાં આ વર્ષમાં થયેલી કામગીરીનું સરવૈયું જાહેર કરાયુ છે. જેમાં જણાવ્યું છે કે, હાલ પશ્ર્ચિમ રેલવેને 1406 ટ્રેનોની સેવા મળી રહી છે. એસી લોકલ સેવા 109 થઈ જ્યારે 15 કોચવાળી સેવાઓ વધીને 209 થઈ ગઈ છે નવી વંદે ભારત ટ્રેન પણ સૌરાષ્ટ્રવાસીઓને મળી છે નવા રેલવે સ્ટેશન બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ જે વર્ષો જૂની માંગણી છે તે હજુ સંતષાય નથી તેનો અફસોસ મુસાફરોમાં જોવા મળી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દોઢ વર્ષ અગાઉ તા. 12 સપ્ટેમ્બર 2023ના રોજ તત્કાલીન રેલવે મંત્રી દર્શના જરદોશીએ જાહેરાત કરી હતી કે અમદાવાદ પડી રહેતી 6 લાંબા અંતરની ટ્રેનો સૌરાષ્ટ્રવાસીઓને મળશે જેમાં ટ્રેન નં. 19421-22 અમદાવાદ-પટના, ટ્રેન નં. 22967-68 અમદાવાદ-પ્રયાગરાજ એક્સપ્રેસ, ટ્રેન નં. 19413-14 અમદાવાદ-કોલકત્તા એક્સપ્રેસ, ટ્રેન નં. 11049-50 અમદાવાદ-કોલ્હાપુર એક્સપ્રેસ, ટ્રેન નં. 22137-38 નાગપુર-અમદાવાદ એક્સપ્રેસ, ટ્રેન નં. 12917-18 અમદાવાદ હજરત નિઝામુદીન સંપર્કક્રાંતિ એક્સપ્રેસ અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે પડી રહે છે તેને રાજકોટ સુધી લંબાવવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ હજુ સુધી તે અંગે ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો નથી.
અમદાવાદ પડી રહેતી ઉપરોક્ત છ ટ્રેનો રાજકોટ સુધી લંબાવવા માટે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા દ્વારા પણ કરવામાં આવી હતી. છતાં પણ આ અંગે કોઈ યોગ્ય જાહેરાત કરવામાં આવી નથી. ઉપરોક્ત ટ્રેનો લાંબા સમય સુધી અમદાવાદમાં જ પડી રહે છે આ ટ્રેનો રાજકોટ સુધી લંબાવામાં આવે તો લાખો મુસાફરોને તેનો લાભ મળી રહે તેમ છે સૌરાષ્ટ્રનો એમએસએમઈ ઉદ્યોગ ભારતના સિમાડાઓ વટાવી ચૂક્યો છે. અને તેના કારણે રોજગારી માટે અન્ય રાજ્યમાંથી લોકો સૌરાષ્ટ્રમાં આવી રહ્યા છે તેને ઉપરોક્ત ટ્રેનો અવરજવર માટે સરળ રહે છે આ ટ્રેનો રાજકોટ લંબાવવાથી હાલાકી દૂર થસે.

પશ્ર્ચિમ રેલવે દ્વારા ટ્રેનની ફિકવન્સી, વિદ્યુતિકરણ, ડબલ ટ્રેક, ફાટકમુક્ત રોડ સહિતની સિદ્ધિઓ જે 2024માં હાંસલ કરી છે તેની યાદી જાહેર કરી છે ત્યારે દોઢ વર્ષથી ધૂળ ખાતી માંગણીને પણ ડબલ ટ્રેક જેમ મરામત કરી અને વિજળીની ઝડપે તે સુવિધા 2025માં પુરી કરવામાં આવે તેવી સૌરાષ્ટ્રના મુસાફરોમાં આશા જગાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *