વર્ષના છેલ્લા દિવસે પોલીસકર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, 240 ASIની PSI તરીકે બઢતી

  ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમયસર બઢતી મળતા પોલીસ કર્મચારીઓના મનોબળમાં…

 

ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમયસર બઢતી મળતા પોલીસ કર્મચારીઓના મનોબળમાં પણ વધારો થયો છે. ગઈ કાલે તા.૩૦ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ વધુ ૨૪૦ એએસઆઇ ખાતાકીય બઢતી પરીક્ષા ઉતીર્ણ થતાં તેમને બઢતી આપવામાં આવી છે. ચાલુ વર્ષે પી.એસ.આઇ થી લઈને કલેરિકલ સ્ટાફ મળીને કુલ ૬૭૭૦ કર્મચારીઓને બઢતી અપાતા પોલીસ કર્મચારીગણમાં આનંદ ફેલાયો છે.

કર્મચારીની બઢતી તેનામાં નવી ઉર્જાનો સંચાર કરીને કાર્યક્ષમતા વધારવામાં તો મહત્વનો ભાગ ભજવે જ છે, ઉપરાંત કર્મચારીની બઢતી સમગ્ર પરિવારને પણ સ્પર્ષતો મુદ્દો છે. તેથી રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય દ્વારા આ બાબતને ખુબ જ સંવેદનાથી લઇ પોલીસ કર્મચારીઓની બઢતી માટે તમામ જરૂરી સંલગ્ન પ્રક્રિયાઓ સમયસર કરવા આદેશો આપવામાં આવ્યા છે. જેના પરિણામસ્વરૂપે ગુજરાત પોલીસ વિભાગમાં ચાલુ વર્ષે કુલ ૬૭૭૦ પોલીસ કર્મચારી-અધિકારીઓને બઢતી મળતા તેમના પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો છે. આ નિર્ણયથી પોલીસ કર્મચારીઓમાં નવી ઉર્જાનો સંચાર થયો છે અને તેઓ વધુ સમર્પણભાવે ફરજ બજાવવા માટે પ્રેરાયા છે.

વર્ષ-૨૦૨૪માં અત્યાર સુધીમાં ૩૪૧ પી.એસ.આઇને પી.આઇ, ૩૯૭ એ.એસ.આઇને પી.એસ.આઇ, ૨૪૪૫ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઇ અને ૩૩૫૬ પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત, ૨૩૧ ક્લેરીકલ સ્ટાફને પણ બઢતીનો લાભ મળ્યો છે.

રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના મજબૂત નેતૃત્વ હેઠળ પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે પોલીસ કર્મચારીઓને બઢતી આપવાનો ઉદ્દેશ્ય માત્ર તેમના વાજબી હકને સમ્માન કરવો જ નહીં, પરંતુ તેમના ઉત્સાહ અને કાર્યક્ષમતામાં વધારો કરવાનો છે. આ નિર્ણયથી રાજ્યની લૉ એન્ડ ઓર્ડર વ્યવસ્થામાં વધુ મજબૂતી આવશે.

શહેરના 16 અને જીલ્લાના 4ને પીએસઆઈ તરીકે બઢતી સાથે બદલી:14ને પોસ્ટિંગ
રાજકોટ શહેરના 16 અને જીલ્લાના 4 એએસઆઈને પીએસઆઇ તરીકે બઢતી મળતા તેમને પોસ્ટિંગ આપ્યા છે. જેમાં શહેર માંથી બઢતી મેળવી 16 અને જીલ્લા માંથી 4 ની બદલી કરાઈ છે.જયારે શહેરમાં નવા 9 અને જીલ્લામાં 5 પીએસઆઈને પોસ્ટીંગ અપાયા છે. બદલી પામેલામાં શહેર ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા બી જે જાડેજાને પશ્ચિમ રેલવે વડોદરા, કેયાબેન રાજેશભાઇ ચોટલીયાને વલસાડ, દયાબેન ભવાનભાઇ કાકડીયાને સાબરકાંઠા, નીરવ રામજીભાઇ વાણીયાને પાટણ, અંજુ હરેશભાઇ હરસોડાને દેવભુમિ દ્વારકા, સ્મિતા રમેશચંદ્ર નિમ્બાર્કને સાબરકાંઠા, રાધીકા અશોકભાઇ મકવાણાને ગાંધીનગર, કુલદીપસિંહ લખધીરસિંહ જાડેજાને સાબરકાંઠા, નસરીન જુનેદ બેલીમને બનાસકાંઠા, મિત્તલ રણવીરભાઇ ઝાલાને ભુજ, પૂજા મગનભાઇ મંડલીને વડોદરા ગ્રામ્ય, પિયુષ નવીનચંદ્ર ત્રિવેદીને અરવલ્લી, રવિરાજસિંહ જયવંતસિંહ જાડેજાને ગાંધીનગર, તૃષાબેન રામજીભાઇ બુહાને સાબરકાંઠા, અલ્પાબેન કુરજીભાઇ સાંગાણીને છોટાઉદેપુર અને કૃપાબેન દિનેશભાઇ ટીંબડીયાને ભરૂૂચ મુકાયા છે.જ્યારે રાજકોટ જીલ્લાના જયંતિ સોમાભાઇ ઝાપડીયાને સુરત શહેર, સિંધવ મોહિત રમેશભાઇને પ.રે. વડોદરા, જયદિપ ગીરીશભાઇ અનડકટને ડાંગ, મીનાબા નટુભા રાઠોડને સીઆઇડી ક્રાઇમ અને રેલ્વેઝ ગાંધીનગર ખાતે મુકાયા છે. નવા મુકાયેલ પીએસઆઈમાં પંચમહાલના સેજલબેન રવિશંકર પંડયાને રાજકોટ ગ્રામ્ય, પંચમહાલના સંદિપ વિઠ્ઠલભાઇ ભાયાણીને રાજકોટ શહેર, દાહોદના કોમલ બળવંતભાઇ વરીયાને રાજકોટ શહેર, ભુજના ભાવેશ ધીરૂૂભાઇ ડાંગરને રાજકોટ શહેર, નવસારીના શ્રીકાંત પ્રતાપભાઇ ચૌહાણને રાજકોટ શહેર, ભરૂૂચના ધર્મેશ યોગેશકુમાર મહંતને રાજકોટ શહેર, સુરતના રમેશ ભુપતભાઇ બલદાણીયાને રાજકોટ ગ્રામ્ય, અમદાવાદ ગ્રામ્યના રાજુ કનુભાઇ કો.પટેલને રાજકોટ શહેર, અમદાવાદ સીટીના રાહુલ દોલતસિંહ સોલંકીને રાજકોટ ગ્રામ્ય, અમદાવાદના પ્રિયંક ભાવેશનારાયણ મિશ્રાને રાજકોટ ગ્રામ્યમાં તેમજ સુરત ગ્રામ્યના ભમરસિંહ સારંગજી ચૌહાણને રાજકોટ શહેર, સાબરકાંઠાના બીંદુ રમેશભાઇ પલ્લાચરીયાને રાજકોટ શહેર, અમદાવાદ ગ્રામ્યના મયુરી બાબુભાઇ રામાણીને રાજકોટ શહેર ખાતે અને મહિસાગરથી માવી માધવીબેન પુનમભાઇને રાજકોટ ગ્રામ્યમાં મુકાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *