શહેરના કુવાડવા રોડ પર આવેલા રણછોડનગરમા રહેતા પ્રૌઢાનુ હૃદય રોગના હુમલાથી મોત નિપજતા પરિવારમા ગમગીની છવાઇ જવા પામી છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર આવેલા રણછોડનગરમા રહેતા ઇન્દુબેન હરીયાણી નામના પ6 વર્ષના પ્રૌઢા સવારના સાતેક વાગ્યાના અરસામા પોતાના ઘરે હતા ત્યારે હૃદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમા ઢળી પડયા હતા. પ્રૌઢાને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા. જયા તેમનુ મોત નિપજતા પરિવારમા ગમગીની છવાઇ જવા પામી હતી.
બીજા બનાવમા ભગવતીપરા વિસ્તારમા શિવાજી પાર્કમા આવેલા પચ્ચીસ વારીયામા રહેતા પરિવારમા નૈતિક દિનેશભાઇ જેતપરા નામના 1ર વર્ષના વિકલાંગ બાળકનુ બેભાન હાલતમા મોત નિપજતા પરિવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
