અમરેલી જિલ્લામાં વિસ્ફોટક નનામા પત્રથી ભાજપમાં ખળભળાટ

વિધાનસભાના દંડક કૌશિક વેકરિયાને હપ્તો મળે છે, દરેક ગામમાં દારૂ મળે છે, ભાજપના બદલે કોંગ્રેસને મહત્ત્વ તાલુકા પંચાયત પ્રમુખના બોગસ લેટરપેડ ઉ5ર વાયરલ કરાયેલા પત્ર…

વિધાનસભાના દંડક કૌશિક વેકરિયાને હપ્તો મળે છે, દરેક ગામમાં દારૂ મળે છે, ભાજપના બદલે કોંગ્રેસને મહત્ત્વ

તાલુકા પંચાયત પ્રમુખના બોગસ લેટરપેડ ઉ5ર વાયરલ કરાયેલા પત્ર અંગે પોલીસ ફરિયાદ

અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરિયાને બદનામ કરવા માટે રાજકીય કાવતરું સામે આવતાં ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. રત્નાકરને સંબોધી લખાયેલા પત્રમાં કહેવાયું છે કે છેલ્લાં 2 વર્ષથી અમરેલી તાલુકાનાં 71 ગામમાં દારૂૂ મળે છે, એકપણ ગામ બાકી નથી. લોકોમાં ચર્ચા છે પોલીસ કૌશિકભાઈને દર મહિને ચાલીસ લાખનો હપતો આપે છે અને રેતીમાં પણ એવું જ છે.

અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાનું લેટરપેડ ડુપ્લિકેટ બનાવી ડુપ્લિકેટ સાઈન બનાવી વાઈરલ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે. તાલુકા પંચાયત પ્રમુખે જિલ્લા પોલીસવડા સંજય ખરાતને રૂૂબરૂૂ મળી રજૂઆતો કરી હતી. પોલીસ તપાસનો ધમધમાટ શરૂૂ કરવામાં આવ્યો છે.

અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાએ કહ્યું હતું, આજે સવારે મારા વ્હોટ્સએપ પર લેટરપેટ આવ્યો, જેમાં લેટરપેડ અને સાઈન ડુપ્લિકેટ બનાવી ધારાસભ્ય કૌશિકભાઈના વિરુદ્ધમાં ઘણુંબધું લખ્યું છે. કૌશિકભાઈ અને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટેનું કાવતરું ઘડી આવું વાઈરલ કર્યું છે. અમરેલી પોલીસવડાને મળી વિગત આપી રજૂઆતો કરી છે. જિલ્લા પોલીસવડાએ હિંમત મને આપી છે, ટૂંક સમયમાં પકડી જાહેર કરીશું.

ડુપ્લિકેટ પત્ર ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરને સંબોધી સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે, જેમાં લખ્યું છે, હું હાલ અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ છું. અમરેલી તાલુકા પંચાયતનો વહીવટ વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા કરી રહ્યા છે. પહેલાં અમરેલી તાલુકાના અમુક ગામોમાં દારૂૂ મળતો, છેલ્લાં 2 વર્ષથી અમરેલી તાલુકાનાં 71 ગામમાં દારૂૂ મળે છે, એકપણ ગામ બાકી નથી. લોકોમાં ચર્ચા છે પોલીસ કૌશિકભાઈને દર મહિને ચાલીસ લાખનો હપતો આપે છે અને રેતીમાં પણ એવું જ છે.

ભાજપના કાર્યકર્તાને બદલે કોંગ્રેસના કાર્યકર્તાને વધુ મહત્ત્વ આપે છે. આ પ્રકારના અનેક ગંભીર આક્ષેપો કૌશિક વેકરિયા પર લગાવવામાં આવ્યા છે.અમરેલી જિલ્લા પોલીસવડા સંજય ખરાતના ધ્યાને આ લેટર પેડ અને રજૂઆતો આવતાં હાલ સાયબર ક્રાઇમ સહિત પોલીસની અલગ અલગ અધિકારીઓ ટેક્નિકલ સોર્સ મારફત ખાનગી રાહે ષડ્યંત્ર રચનાર આરોપી સુધી પહોંચવા તપાસ શરૂૂ કરવામાં આવી છે.કિશોર કાનપરિયાએ સીઆર પાટીલને પત્ર લખીને જણાવ્યું હતું કે હાલમાં ચાલી રહેલા ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વના અનુસંધાને પ્રદેશ દ્વારા નિમણૂક થયેલી, સંગઠન ચૂંટણી અધિકારી સમક્ષ સ્થાનિક મંડળ પ્રમુખની નિમણૂકમાં વિક્ષેપ ઊભો કરવા અનેક પ્રયાસો થયા છે. આવા જ કોઈ પ્રયત્નના ભાગ રૂૂપે કાર્યકર્તાઓનું મોરલ તોડવા તેમજ પક્ષ પર દબાણ ઊભું કરવા કોઈ હિતશત્રુ દ્વારા પાર્ટીના હજારો કાર્યકર્તાઓનો સતત રણકતો રણકાર અને તેમના હૈયાનો ધબકતો ધબકાર એવા લોકપ્રિય ધારાસભ્ય કૌશિક વેકરિયા તથા ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું છે, જેની સઘળી તપાસ કરી જવાબદારોને કડક સજા થાય એ માટે અંગત ધ્યાન આપવા આપને લાગણીસભર વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *