મારી પર અઢાર ગુના છે, એક વધારે થાય તો કાંઇ ફેર નહીં પડે : લોન એજન્ટને ઇન્સ્ટાગ્રામ પર ધમકી

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા યોગી પાર્કમા રહેતા લોન એજન્ટને સોશ્યલ મીડીયા ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરતા શબ્દોના મેસેજ કરી ધમકી આપ્યા…

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા યોગી પાર્કમા રહેતા લોન એજન્ટને સોશ્યલ મીડીયા ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરતા શબ્દોના મેસેજ કરી ધમકી આપ્યા અંગેની રાજકોટ તાલુકા પોલીસ મથકમા ફરીયાદ નોંધવામા આવી છે. આ ઘટનામા તાલુકા પોલીસ ઇન્સ્ટાગ્રામ પરના બે આઇડી પર તપાસ શરૂ કરી છે.
વધુ વિગતો મુજબ શહેરના કાલાવડ રોડ પર આવેલા યોગી પાર્કમા રહેતા વિનોદભાઇ દેવશીભાઇ બગડા નામના 26 વર્ષના યુવાને ઇન્સ્ટાગ્રામ આઇડી જે. એમ. રાઠોડ 7773 અને સોઢા ગણપતસિંહ 1971 વિરૂધ્ધ એટ્રોસીટી એકટ અને ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવી હતી.

આ ફરીયાદમાં વિનોદભાઇ એ જણાવ્યુ હતુ કે તેઓ લોન એજન્ટનુ કામ કરે છે તેમજ ગઇ તા. 20 જાન્યુઆરીના રોજ બપોરના સમયે ઇન્સ્ટાગ્રામ એપમા અમરદીપસિંહ ગોહિલ નામના આઇડી પરથી એક રીલ્સ મુકવામા આવી હતી. જેમા જે. એમ. રાઠોડ 7773 વાળાએ ધાર્મીક લાગણી દુભાય એવો મેસેજ કોમેન્ટમા લખ્યો હતો. જેથી વિનોદે આ આઇડીપર ઓડીયો કોલ કરતા તેમણે થોડીવાર પછી કોલ કરૂ તેમ જણાવ્યુ હતુ. ત્યારબાદ જે. એમ. રાઠોડ નામના આઇડી પરથી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરતો એક મેસેજ મોકલવામા આવ્યો હતો. જેથી આરોપી એ સરનામુ માગી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ગાળાગાળી કરી ઇન્સ્ટાગ્રામમા કરવામા આવેલો ઓડીયો કોલ કાપી નાખવામા આવ્યો હતો.

ત્યારબાદ વિનોદભાઇના ઇન્સ્ટાગ્રામ આઇડી પર સોઢા ગણપતસિંહ 1971 પરથી પણ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરતો ઓડીયો કોલ આવ્યો હતો. તેમજ આ શખ્સે કોલમા જણાવ્યુ હતુ કે પોતે લખપતથી છે અને તેમણે અગાઉ 18 ગુના કર્યા છે. તેમજ વધુ એક થઇ જાય તો કાંઇ ફેર નહી પડે. લખપત આવી જા અને કા તો તારૂ સરનામુ આપ હું ત્યા આવીને તને ઉપાડી લઉ. ત્યારબાદ આ મામલે વિનોદભાઇ એ તાલુકા પોલીસ મથકમા અરજી આપી હતી. આ ઘટનામા તેઓના પિતા બિમારી હોય જેથી તેઓ એ ફરીયાદ કરવામા મોડુ કર્યુ હતુ અને ગઇ કાલે તેઓએ તાલુકા પોલીસ મથકમા પહોંચી ફરીયાદ નોંધાવી હતી. આ મામલે એસીપી બી. જે. ચૌધરી તપાસ ચલાવી રહયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *