ઊના તાલુકાના સૈયદ રાજપરા બંદર ની આઠ ખલાસી સાથે ફિશીંગ માં નિકળેલી બોટ ને બાર નોટી માઈલ દુર ચાલુ બોટે દરીયા વચ્ચે પંખા સાથે જાળ ફસાઈ જતાં કાઢવાં નિચે ઊતરેલા ખલાસી ને અચાનકજ પંખો ફરી જતાં અકસ્માતે પેટ અને કમર નાં ભાગે ગંભીર ઈજા થતાં તાત્કાલિક નેવી કોસ્ટ ગાર્ડ ને જાણ કરાતાં રેશકયુ બોટ નાં કેપ્ટન અને નેવી નાં જવાનો દરીયા વચ્ચે દોડી ગયા હતાં અને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં પીપાવાવ પોર્ટ લાવી એમ્બ્યુલન્સ મારફતે મહુવા હોસ્પિટલમાં ખસેડાયેલ છે પ્રાપ્ત માહિતી અનુસાર ઊનાં નાં સૈયદ રાજપરા બંદર ખાતે રહેતા જેન્તીભાઇ કાનાભાઈ ગઢીયા ની માલીકી ની બોટ દરિયા દોલત રજીસ્ટર નંબર ઈન્ડિયા જી જે 14 એમ.એમ 1873 આઠ ખલાસી સાથે ફિશીંગ કરવાં ગયેલી અને સૈયદ રાજપરા થી બાર નોટી માઈલ દૂર મધ દરિયે ફિશીંગ કરી રહીં હતી આ દરમિયાન ચાલું બોટનાં મશીન નાં પંખા સાથે જાળ ફસાઈ જતાં તેને કાઢવાં ખલાસી દેવા ઉકા ડાભી રહે સૈયદ રાજપરા પાછળ નાં ભાગે ઊભાં રહી કામ કરતાં અચાનકજ દરિયા નાં પાણી નું મોજાં ની થપાટ લાગતાં પંખો અકસ્માતે ફરી જતાં પેટ અને કમર નાં ભાગે ગંભીર ઈજા થતાં લોહીલુહાણ હાલતમાં અન્ય ખલાસી ટંડેલ એ બોટ માં ખેંચી લેતાં ગંભીર હાલતમાં હોવાની જાણ સૈયદ રાજપરા બોટ એસોસિયેશન પ્રમુખ પરમાર મુકેશભાઈ ઊપ પ્રમુખ નિલેશભાઈ બાંભણીયા ને થતાં તાત્કાલિક નવાબંદર મરીન પોલીસ તેમજ જાફરાબાદ ફિશરીઝ અધિકારી ને જાણ કરાતાં તાત્કાલિક પીપાવાવ પોર્ટ ખાતે રહેલ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ને જાણ કરાતાં તાત્કાલિક નેવી રેશકયુ કેપ્ટન તેમજ જવાનો દરિયા વચ્ચે દોડી ગયા હતા.
અને દરીયા દોલત નામની બોટ માં રહેલાં દેવાં ઊકા ડાભી નું રેશકયુ કરી નેવી નાં ડોક્ટરો દ્વારા દરીયા વચ્ચે પ્રાથમિક સારવાર આપી જીવ બચાવી પીપાવાવ પોર્ટ પર લાવતાં ત્યાંથી એમ્બ્યુલન્સ મારફતે મહુવા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતાં સમયસર સારવાર નાં કારણે માછીમાર નો જીવ બચી ગયો હતો.
માછીમાર સમાજ નાં અગ્રણી આગેવાનો આ અકસ્માત થતાં જાફરાબાદ ફિશરીઝ નાં મદદનીશ અધિકારી તેમજ ખારવા સમાજ જાફરાબાદ નાં પ્રમુખ કનૈયાભાઈ મરીન પોલીસ નવાબંદર નાં અધિકારી સહિત પીપાવાવ પોર્ટ ખાતે દોડી ગયા હતા અને બોટ માલીક આગેવાનો દ્વારા નેવી કોસ્ટ ગાર્ડ ની કામગીરી ને બિરદાવી હતી બોટ નાં અન્ય ખલાસી નાં જણાવ્યા અનુસાર ફીસીગ દરમિયાન બોટ ની પ્રોપલર લાગી જવાં નાં કારણે આ અકસ્માત ચાલું બોટ દરમિયાન થતાં માછીમાર પણ ગભરાય ગયાં હતાં પરંતુ નેવી કોસ્ટગાર્ડ ની સમયસર મદદ મત્સ્યોદ્યોગ નિયામક જાફરાબાદ દ્વારા મંગાવતા સલામત રીતે ઈજાગ્રસ્ત યુવાન ને દરીયા નાં વચ્ચે થી પોર્ટ ઊપર લાવતાં માછીમાર સમાજ એ રાહત અનુભવી હતી