P.S.I. અને પોલીસ કોન્સ્ટેબલને લાંચ કેસમાં ચાર વર્ષની સજા

  જામનગર નાં બારેક વર્ષ પહેલા ના લાંચ કેસ માં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલ ને અદાલતે ચાર વર્ષ ની જેલ સજા નો હુકમ…

 

જામનગર નાં બારેક વર્ષ પહેલા ના લાંચ કેસ માં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલ ને અદાલતે ચાર વર્ષ ની જેલ સજા નો હુકમ કર્યો છે. પોલીસ બેડા માં ચકચાર જગાવનાર આ કેસ ની વિગત એવી છે કે જામનગર નજીક દરેડ માં રહેતા રાજેન્દ્રસીંહ રણજીતસિંહ જાડેજા વિરુદ્ધ જામનગર ના પંચકોષી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન માં દારૂૂબંધી ભંગ ના ગુના બદલ કેસ નોંધાયો હતો.જે કેસ મા જામીન ઉપર છૂટવા માટે રૂૂ.15 હજાર ની લાંચ ની માંગણી તત્કાલીન પોલીસ સબ ઈન્સ. દશરથસિંહ ભગુભા ઝાલા એ કરી હતી. અને પીએસઆઇ ના કહેવાથી પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ વાઢેરે રૂૂપિયા 5000 ની લાંચ ની રકમ સ્વીકારી હતી.

તથા બાકીની રૂૂમ. 10 ,000 ની રકમ માટે નો વાયદો કર્યો હતો.તથા રાજેન્દ્રસિંહ નાં મિત્ર જુવાનસીંહ તેજુભા રાઠોડ નું નામ સહ આરપી તરોકે નહી ખોલવા અને તેનું સ્કૂટર કબ્જે નહી કરવા માટે રૂૂ.30 હજાર ની વધુ લાંચ ની માંગણી કરવામાં આવી હતી.

આ અંગે તા. 31-10-2012 ના રોજ લાંચ રૂૂશ્વત વિરોધી શાખા – રાજકોટ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી . જેથી લાંચ રૂૂશ્વત વિરોધી શાખાના સ્ટાફે દરોડો પાડીને પોલીસ કર્મચારીને લાંચ લેતાં ઝડપી પાડ્યા હતા. અને આરોપીઓની ધરપકડ કરીને અદાલતમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવ્યો હતું.

આ અંગે નો કેસ જામનગર ની સ્પેશિયલ અદાલત ના ન્યાયમૂર્તિ વી પી અગ્રવાલ સમક્ષ ચાલી જતાં બંને આરોપી ને ચાર વર્ષ ની જેલ ની સજા અને દંડનો હુકમ કર્યો હતો.આ કેસમાં સરકાર તરફે સ્પે. એ પી પી હેમેન્દ્ર ડી. મહેતા રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *