આજી ડેમ ચોકડી પાસે ડમ્પરે ઉલાળતા બાઇકચાલકનું મોત

  માંડાડુંગરના વૃદ્ધ કારખાનામાં કામે જતા હતા : પરિવારમાં શોક રાજકોટ શહેરમા છેલ્લા ઘણા સમયથી બેકાબુ વાહન ચાલકો દ્વારા અકસ્માતો સર્જાય છે. ત્યારે આજે સવારે…

 

માંડાડુંગરના વૃદ્ધ કારખાનામાં કામે જતા હતા : પરિવારમાં શોક

રાજકોટ શહેરમા છેલ્લા ઘણા સમયથી બેકાબુ વાહન ચાલકો દ્વારા અકસ્માતો સર્જાય છે. ત્યારે આજે સવારે આજીડેમ ચોકડી પાસે આવેલી રવીવારી બજાર પાસે પુરઝડપે આવેલા ડમ્પરના ચાલકે બાઇકને ઉછાળ્યા બાઇકના ચાલક વૃધ્ધનુ ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નીપજયુ હતુ. અકસ્માતની આ ઘટના બન્યા બાદ બનાવ સ્થળે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને પોલીસ તેમજ 108 ને જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ઘટનામા અકસ્માત સર્જી ડમ્પરનો ચાલક ડમ્પર રેઢુ મુકી ભાગી ગયો હતો. તેમજ પોલીસે ત્યા પડેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડયો હતો.

બનાવની મળતી વિગતો મુજબ આજીડેમ પાસે આવેલા માંડાડુંગર નજીક શિવ પાર્કમા રહેતા ભાઇલાલભાઇ પોપટભાઇ પરમાર નામના 6પ વર્ષના કોળી વૃધ્ધ આજે સવારના સમયે પોતાનુ બાઇક લઇ કારખાને મજુરી કામ પર જતા હતા ત્યારે પુરઝડપે આવેલા ડમ્પરના ચાલકે બાઇકને ઉલાળતા ચાલક ભાઇલાલભાઇ 10 ફુટ દુર ફંગોળાયા હતા અને તેઓને શરીરે તેમજ માથે ગંભીર ઇજાઓ પહોંચતા તેમણે ઘટના સ્થળે દમ તોડી દીધો હતો. અકસ્માતની ઘટના બનતા ત્યા લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. તેમજ આજીડેમ પોલીસને અને 108 મા જાણ કરતા બંને સ્ટાફ ત્યા પહોંચી ગયા હતા.આ ઘટનામા 108 ના તબીબે જોઇ તપાસી ભાઇલાલ ભાઇને મૃત જાહેર કર્યા હતા અને આજીડેમ પોલીસે પોસ્ટમોર્ટમ કરવા મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. મૃતક ભાઇલાલભાઇને સંતાનમા બે દિકરા અને 1 દિકરી છે. તેમજ પોતે સવારે કારખાનામા કામે જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ મામલે આજીડેમ પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પરના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે.

આજી ડેમ ચોકડી પાસે પોલીસ હોવા છતાં બનતી અકસ્માતની ઘટનાઓ
આજીડેમ ચોકડી પાસે આજે સવારના સમયે પુરઝડપે આપી રહેલા ડમ્પરના ચાલકે બાઇકને ઉલાળતા બાઇક ચાલક વૃધ્ધનુ ઘટના સ્થળે મોત નિપજયુ હતુ. તયારે હાલ જાણવા મળે છે કે આજીડેમ ચોકડી પાસે પોલીસ દ્વારા વાહન ચેકીંગ કરવામા આવે છે. તેમજ ત્યા પોલીસ ચોકીનુ પણ નિર્માણ કરાયુ છે. આમ છતા આજીડેમ ચોકડી નજીક બેફામ ચાલતા વાહન ચાલકો દ્વારા અકસ્માત સર્જવાની ઘટનાઓ વધી રહી છે. તેમજ પોલીસ દ્વારા માલ વાહક વાહનો સામે કડક કાર્યવાહી કરવા લોકોમા માંગ ઉઠી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *