રાજકોટ શહેરમાં દારૂની બદીને દુર કરવા માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા મોડીરાત્રે ડ્રીન્ક એન્ડ ડ્રાઇવ અને દારૂના કેસો પોલીસ કરી રહી છે ત્યારે મવડી વિસ્તારમાં આવેલા કુખ્યાત બુટલેગરને પાસા તળે માલવીયા પોલીસે અમદાવાદ જેલ હવાલે કર્યો છે.
પોલીસ કમીશનર બ્રજેશ ઝા, ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા, એસીપી બી.જે. ચૌધરી દ્વારા શરીર સંબંધી ગુનાની ટેવવાળા શખ્સો ગુનો કરતા અચકાય અને ગુનાઓ પર અંકુશ આવે માટે માલવીયા પોલીસ મથકનાં પીઆઇ જે.આર. દેસાઇ દ્વારા આવા શખ્સો વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમીશનર બ્રજેશ ઝા દ્વારા પાસા દરખાસ્ત મંજુર કરતા મવડીના વિશ્ર્વનગર આવાસ યોજના કવાર્ટર બ્લોક નં.28 ત્રીજા માળે રહેતા વિપુલ પ્રવિણભાઇ બગથરીયાને અમદાવાદ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. વિપુલ વિરૂધ્ધ હત્યાના પ્રયાસ, આર્મસ એકટ, મારામારી, કાવતરૂ ઘડવું સહીત 16 ગુના પોલીસમાં નોંધાયા છે.
આ કામગીરી માલવીયા પોલીસના પીઆઇ જે.આર. દેસાઇ, પીએસઆઇ ડી.એસ. ગજેરા, એએસઆઇ દિપકભાઇ રાઠોડ, હિરેનભાઇ પરમાર અને પીસીબીના પીઆઇ ગોંડલીયા, પીએસઆઇ એમ.જે. હુણ, રાજુ દહેકવાળ સહીતનો સ્ટાફ જોડાયો હતો.