ગોંડલના રીબ ગામે પ્રૌઢનુ પાલતુ શ્ર્વાન પિતરાઇ ભાઇની વાડીમા ઘુસી જતા પિતરાઇ ભાઇ અને ભત્રીજાઓએ ઝઘડો કરી હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલ તાલુકાના રીબ ગામે રહેતા વિજયસિંહ મહિપતસિંહ જાડેજા નામના 47 વર્ષના પ્રૌઢનુ પાલતુ શ્ર્વાન પિતરાઇ ભાઇ નિરૂભા જાડેજાની વાડીમા ઘુસી ગયુ હતુ જે મુદે પિતરાઇ ભાઇ નિરૂભા જાડેજા, તેના પુત્ર હાર્દિકસિંહ જાડેજા અને રવિરાજસિંહ જાડેજા સહિતનાએ ઝઘડો કરી વિજયસિંહ જાડેજા પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા પ્રૌઢને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા હતા.
અન્ય બીજા બનાવમા વિસાવદર તાલુકાના મોટી પીડાખાઇ ગામે રહેતી અને ધો. 9 મા અભ્યાસ કરતી માનશીબેન સંજયભાઇ વાવડીયા નામની 14 વર્ષની સગીરા ભુલથી ઝેરી દવા પી જતા તેણીની તબીયત લથડી હતી. સગીરાને બેશુધ હાલતમા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવી હતી. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
