ક્રાઇમ
ધો.10-12 બોર્ડમાં ડમી વિદ્યાર્થી બની પરીક્ષા આપનાર પાંચને એક વર્ષની કેદ
પાટણની જયુડિસીયલ કોર્ટે પાટણ પાસેનાં માંડોત્રી ગામ નજીક આવેલી લોર્ડ ક્રિષ્ના સાયન્સ સ્કુલનાં પરીક્ષા સેન્ટરમાં માર્ચ-2018 માં બનેલા ડમી પરીક્ષાર્થી કાંડનાં ચાર પૈકી ત્રણ આરોપીઓને આઈપીસી 419/11 માં એક વર્ષની સાદી કેદ અને રૂૂા. 10-10 હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ બે માસની સાદી કેદ તથા આઇપીસી 417/114 અંતર્ગત દોષિત ઠેરવીને છ માસની સાદી કેદ અને રૂૂા. એક-એક હજારનો દંડની સજા ફટકારી હતી.
આ કેસમાં સજા પામેલાઓમાં ગોવિંદભાઈ લાભુભાઈ ઠાકોર (ઉ.ચવ.29) ભદ્રાડા, તા. સમી અને આસીફખાન નગરખાન મલેક (ઉ.વ.38) રે. વારાહી, તા. સાંતલપુર સજા સંભળાવતી વખતે કોર્ટમાં હાજર હતા જયારે આરોપી ભરત મેઘરાજ ચૌધરી (ઉ.વ.26) રે. જારુસા તા.સાંતલપુર કોર્ટમાં હાજર ન હોવાથી તેમની ગેરહાજરીમાં સજાનું એલાન કરીને તેઓની સામે સજા વોરંટ ઈસ્યુ કરવાનો આદેશ પાટણનાં મેજિસ્ટ્રેટ યુ.એસ. કાલાણીએ આપ્યો હતો.
આ કેસમાં સજા ફટકારતાં જજ યુ.એસ. કાલાણીએ જણાવ્યું હતું કે, આ કેસમાં બંને પક્ષકારોની રજુઆતો ધ્યાને લીધી છે. આ બનાવમાં આરોપીઓ સામે શાળામાં છેતરવાના ઇરાદાથી મુળ વિદ્યાર્થીની જગ્યાએ પરીક્ષા આપવા માટે આવ્યા હોવાનો આક્ષેપ પુરવાર થયેલ છે. આરોપીઓએ જે શાળા સંસ્થા અને (પરીક્ષા) બોર્ડને છેતરવાનો પ્રયાસ કર્યો છે. ને તેનાં કારણે આ બોર્ડની આબરુને પણ હાની પહોંચેલી છે ને આ કેસમાં સમાજમાં આવા પ્રકારનાં ગુના વધતા જાય છે ને આ કેસમાં આરોપીઓ જે ગુનો કરેલ છે તે જોતાં તેઓએ જે મોડસ ઓપરેન્ડી અપનાવી છે તેઓને પ્રોબેશનનો લાભ આપી શકાય નહિં ને તેઓને સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવી ઉચિત જણાય છે.
બીજા કેસમાં પાટણમાં 2021ની ધો. 12 સામાન્ય પ્રવાહ બોર્ડની પરીક્ષામાં મુળ વિદ્યાર્થીનાં બદલે પરીક્ષા આપતાં ઝડપાયેલા ડમી વિદ્યાર્થી સહિત મુળ વિદ્યાર્થી બંનેને પાટણની જયુડિસીયલ કોર્ટે એક એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. ડમીકાંડમાં કોઈ વિદ્યાર્થીને સજા થઈ હોય તેવો પાટણ જિલ્લાનો સંભવત આ પ્રથમ બનાવ હોઈ શકે છે. સજા પામેલાઓમાં વિષ્ણુભાઈ બળવંતજી ઠાકોર (ઉ.વ.23) તથા તેનાં મિત્ર અંકેશ વિનોદભાઈ પરમાર (ઉ.વ.25) રે. બંને સાંપ્રા તા. સરસ્વતિનો સમાવેશ થાય છે. આરોપી વિષ્ણુ તેનાં મિત્ર અકેશનાં બદલામાં ધો. 12 સામાન્ય પ્રવાહનાં સમાજ શાસ્ત્રની પરીક્ષા આપતાં તા. 26-7-2021ના રોજ પરીક્ષા કેન્દ્રનાં સંચાલક સુપરવાઈઝરે પકડયો હતો.
ક્રાઇમ
હાઇપ્રોફાઇલ જુગાર કાંડમાં PI- કોન્સ્ટેબલે રોકડા 51 લાખ પડાવ્યાનો ધડાકો
ટંકારાના ચકચારી પ્રકરણમાં અંતે સસ્પેન્ડ પી.આઇ. ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી સામે કાયદાનો સકંજો
પ્રતિષ્ઠિત લોકોને જુગારના કેસમાં મીડિયામાં ફોટા આપી દેવાની ધમકી આપી, ત્રણના નામ બદલી નાખી તોડ કર્યોે
સ્ટેટ મોનિટરિંગ સેલના વડાની તપાસમાં ખાખી ઉ5ર દાગ લગાવતી ઘટનાનો ચોંકાવનારો ઘટસ્ફોટ, ગંભીર કલમો હેઠળ ગુનો
ટંકારામાં ઝડપાયેલ હાઇપ્રોફાઇલ જુગારધામમા ગેરરીતી મામલે પીઆઇ ગોહિલ અને કોન્સ્ટેબલને પાંચેક દિવસ પહેલા સસ્પેન્ડ કરી દેવામા આવ્યા છે. ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા તપાસ દરમિયાન મોટો ધડાકો થયો છે. જેમા જુગારની રેઇડ કરનાર પીઆઇ ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપસિંહ સોલંકીએ ટાઇમપાસ ખાતર જુગાર રમી રહેલા વેપારીઓનો જુગાર રમતો વિડીયો બનાવી તેમજ સતાનો દુરુપયોગ કરી સરકારી રેકર્ડમા ખોટા નામ દર્શાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વેપારીઓ પાસે રૂા. પ1 લાખ રૂપિયાનો તોડ કર્યાની સનસનીખેજ ટંકારા પોલીસ મથકમા જ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ભ્રષ્ટાચાર અંગેની ફરીયાદ નોંધાવાતા પોલીસ બેડામા ખળભળાટ મચી ગયો છે.
આ સમગ્ર ઘટનામા સ્ટેટ મોનીટરીંગ સેલમા ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર આર.જી. ખાંટ ફરીયાદી બન્યા હતા અને આરોપી તરીકે સસ્પેન્ડેડ પીઆઇ વાય. કે. ગોહિલ, મહિપતસિંહ હરિસિંહ સોલંકી અને તપાસમા ખુલ્લે તે બધા સામે કલમ 199, 233, 228, 201, 336, 340, 308 (2), 3 (5), 61 અને 54 તેમજ ભ્રષ્ટાચારની કલમ હેઠળ ગુનો નોંધવામા આવ્યો છે. આ ઘટનામા ફરીયાદી ખાંટે જણાવ્યુ હતુ કે ગઇ તા. 27-10 ના રોજ ટંકારા પોલીસ વિસ્તાર હેઠળ આવતી હોટેલ કમ્ફર્ટમાંથી હાઇપ્રોફાઇલ જુગારધામ પકડાયા હોવાની વાત મીડીયામા આવી હતી. આ મામલે તા. 4-12 ના રોજ આ સમગ્ર જુગારધામમા મોટી ગેરરીતી થઇ હોવાની પોલીસને ગંધ આવી જતા આ સમગ્ર તપાસ રાજય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સ્ટેટ મોનીટરીંગ સેલના આઇજી નિર્લિપ્ત રાયને સોંપવામા આવી હતી.
આ ઘટનામા સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા તપાસ કરવામા આવતા તા. 26-10 ના રોજ રાત્રીના સમયે કમ્ફર્ટ રિસોર્ટમા તિરથ ફળદુ, નિતેશ જાલરીયા, ભાષ્કર પારેખ, વિમલ પાદરીયા, રજનીકાંત દેત્રોજા, રઘુવીરસિંહ ઉર્ફે દિપકસિંહ જાડેજા, કુલદિપસિંહ ગોહિલ અને શૈલેષ ઠુમ્મર આમ બધા કમ્ફર્ટ રિસોર્ટના પ્રથમ માળે 10પ નંબરનો રૂમ દિપકસિંહ જાડેજાના મિત્ર ચિરાગ ધામેચાના નામે બુક કરાવ્યો હતો. ત્યારે ઉપરોકત તમામ લોકો ત્યા હાજર હતા. તે સમયે વિમલ પાદરીયાએ પોતાની ફોરચ્યુનર કાર પાર્કિંગમા પાર્ક કરી હતી તે સમયે ડ્રાઇવર ગોપાલ સભાડ અને ચિરાગ ધામેચા કારમા બેઠા હતા. તે દરમિયાન રૂમ નં 10પ મા ઉ5રોકત લોકો નાસ્તો કરી રહયા હતા તેમજ રજનીકાંતભાઇ દેત્રોજા રાજકોટ કામ હોય જેથી તેઓ ત્યાથી નિકળી ગયા હતા અને ત્યારબાદ રૂમમા બેઠેલા લોકો ટાઇમપાસ કરવા માટે પત્તાની રમત રમી રહયા હતા.
આ સમયે ટંકારા પોલીસ મથકના પીઆઇ વાય. કે. ગોહિલ, મહિપતસિંહ સોલંકી, દશરથસિંહ જાડેજા અને કૃષ્ણરાજસિંહ ઝાલા તેમજ પંચ તરીકે અરવિંદસિંહ જાડેજા અને દશરથસિંહ જાડેજા સફેદ કલરની સ્વીફટ કારમા કમ્ફર્ટ રિસોર્ટના પાર્કિંગમા હતા. તેમજ પીઆઇ ગોહિલ દ્વારા દશરથસિંહ અને કૃષ્ણરાજસિંહને રિસોર્ટના 10પ નંબરના રૂમમા મોકલવામા આવ્યા હતા. તેમજ પીઆઇ અને મહિપતસિંહ સોલંકી અને અરવિંદસિંહ જાડેજા દ્વારા ફોરચ્યુનર કારમા બેસેલા ગોપાલ સભાડ અને ચિરાગ ધામેચાને નીચે ઉતારી તેઓની કારની ઝડતી કરવામા આવી હતી. ત્યારબાદ પીઆઇની સુચનાથી દશરથસિંહ અને કૃષ્ણરાજસિંહ 10પ નંબરના રૂમમા પહોંચ્યા હતા અને ત્યા ટાઇમપાસ કરવા માટે પત્તા રમી રહેલા લોકોનો વિડીયો ઉતારી તમારો જુગાર રમતો વિડીયો ન્યુઝમા વાયરલ કરવાની ધમકી આપી દીધી હતી.
જેથી ગભરાઇ ગયેલા પ્રતિષ્ઠીત વ્યકિતઓએ જુગારનો ખોટો ગુનો નહીં નોંધવા વિનંતી કરી હતી. ત્યારબાદ તિરથભાઇ ફળદુને લોબીમા લઇ જઇ અને કેસ ન કરવાના 1પ લાખની માંગણી કરી અને બીજા મજુરોના નામે કેસ કરવાનુ જણાવ્યુ હતુ અને 1ર લાખમા પતાવટ કરવામા આવતા રાજકોટ રહેલા તેમના મિત્ર સુમીત અકબરી 1ર લાખ રૂપિયા ટંકારા પાસે કૃષ્ણરાજસિંહને આપી દીધા હતા. ત્યારબાદ ફોરચ્યુનર કારમા હાજર બંને શખ્સોને વાહનોમા ટંકારા પોલીસ સ્ટેશન લાવી લોકઅપમા રાખી દઇ પંચનામાની કાર્યવાહી ચાલુ કરી હતી. આ સમગ્ર ઘટનામા કુલ પ1 લાખ રૂપિયા પીઆઇ અને મહિપતસિંહે પડાવી લઇ પકડાયેલા વ્યકિતઓમાથી તિરથ ફળદુના બદલે રવી પટેલ, વિમલ પાદરીયાના બદલે વિલભાઇ પટેલ અને ભાસ્કર પ્રભુદાસને બદલે ભાસર પ્રભુ નામ સરકારી કાગળોમા દર્શાવી ખોટા રેકર્ડ ઉભા કર્યા હતા.
આ સાથે આરોપી પીઆઇ વાય. કે. ગોહિલ અને મહિપતસિંહ તેમજ તપાસમા ખુલે તેઓની સામે ભ્રષ્ટાચાર તેમજ કાવત્રુ ઘટવુ અને ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરી તેમને સાચા પુરાવા તરીકે ઉપયોગ કરવો તેમજ સત્તાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર કરવા અંગેની કલમ હેઠળ ગુનો ટંકારા પોલીસ મથકમા નોંધવામા આવ્યો હતો.
માથાદીઠ 6 લાખ માગ્યા, પછી 41મા સેટલમેન્ટ, મોબાઇલ છોડાવવાના 10 લાખ પડાવ્યા
આ સમગ્ર પ1 લાખના તોડ પ્રકરણમા લોકઅપમા રહેતા તિરથ ફળદુના પિતાનો વિડીયો કોલ આવતા પીઆઇ ગોહિલે તિરથ ફળદુને લોકઅપમાથી બહાર કાઢી રોડ પર લઇ ગયા હતા અને ધમકી આપતા કહયુ હતુ કે, તને લોકઅપમા મુકી વિડીયો બનાવી તારા પિતાને મોકલી જુગારમા પકડાયા છો તેમ કરવુ છે. જો આમ ન કરવુ હોય તો અને ન્યુઝ મિડીયામા ન આવવુ હોય તો માથાદીઠ 6 લાખ રૂપિયા એટલે કે 9 વ્યકિતના પ4 લાખ રૂપિયા આપવા પડશે. છેવટે તિરથ ફળદુએ વિનંતી કરતા પીઆઇ ગોહિલે 41 લાખમા સેટલમેન્ટ કર્યુ હતુ અને આ રકમ પંકજભાઇ દેત્રોજા ટંકારા પોલીસ મથકમા પીઆઇ ચેમ્બરમા આપવા આવ્યા હતા. તેમજ આ રકમ અંગે મહિપસિંહે કહયુ હતુ કે આ તમામ રકમ કોન્સ્ટેબલ કૃષ્ણરાજસિંહને આપી દેજે. તેમજ પીઆઇ અને કોન્સ્ટેબલની પૈસાની લાલચ હજુ પુરી ન થઇ હોય તેમ મોબાઇલ ફોન પરત આપી દેવા માટે વધુ 10 લાખની માંગણી કરી હતી. જેથી વિમલભાઇ પાદરીયા એ સુમિતભાઇ મારફતે 10 લાખ રૂપિયા અપાવતા તેઓના મોબાઇલ ફોન પરત આપી દીધા હતા.
સત્તાનો દૂરુપયોગ, સરકારી રેકર્ડ ઉપર ખોટા પૂરાવા, SMC ફરિયાદી બની હોય તેવી ગુજરાતની પ્રથમ ઘટના
હાઇ પ્રોફાઇલ જુગારધામ પ્રકરણમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મોટા કડાકા ભડાકા કરવામા આવ્યા છે. ત્યારે સસ્પેન્ડેડ પીઆઇ ગોહિલ અને મહિપતસિંહ સામે ટંકારા પોલીસ મથકમા સત્તાનો દુરુપયોગ સરકારી રેકર્ડ પર ખોટી માહીતી લખી આ સરકારી રેકર્ડ સાચા તરીકે ઉપયોગમા લેવો તેમજ આ સમગ્ર કૌભાંડ આચરવા કાવત્રુ ઘડવા અંગેની તેમજ જુગારમા પકડાયેલા લોકો પાસે પ1 લાખ જેવડી મોટી રકમની લાંચ લેવાનો ગુનો નોંધાયો છે. ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓના સુત્રોમાંથી માહિતી મળી હતી કે આવી રીતે ગુજરાતમા સૌ પ્રથમવાર પીઆઇ અને કોન્સ્ટેબલ સામે ગુનો નોંધવામા આવ્યો છે અને તેમા ખુદ સ્ટેટ મોનિટરીંગ સેલના પીઆઇ ફરીયાદી બન્યા છે.
ઉપરી અધિકારીઓને પૈસા મળ્યા કે નહીં?, તટસ્થ તપાસ થશે કે અહીંથી જ પ્રકરણ પૂરું
ટંકારાની હાઇપ્રોફાઇલ જુગાર કલબમાં કાયદા અને મીડિયાનો ભય બતાવી રૂા. 51 લાખના તોડ કરવાના ભારે ચકચારી પ્રકરણમાં અંતે ટંકારા પી.આઇ. અને કોન્સ્ટેબલ સામે તપાસના અંતે ભારેખમ કલમો હેઠળ ગુનો નોંધાયો છે ત્યારે આટલો મોટો તોડ કરવાની પી.આઇ. કક્ષાના અધિકારી હિંમત કરી શકે ? તેવો સવાલ ઉઠી રહયો છે. આ કટકીના પૈસા ઉપરી અધિકારીઓની મંજુરીથી લેવાયા હતા કે કેમ ? અને ઉપરી અધિકારીઓને પણ હિસ્સો મળ્યો હતો કે નહીં ? તે અંગે પણ તટસ્થ તપાસ થશે કે પછી કોન્સ્ટેબલ અને પી.આઇ.ને બલીના બકરા બનાવી પ્રકરણ પૂરૂ કરી દેવાશે ? તેવા સવાલો પણ ઉઠી રહયા છે.
ક્રાઇમ
પાટણમાંથી કરોડોનું લાલ ચંદન ઝડપાયું, આંધ્રથી ગુજરાત લાવનાર પુષ્પાની શોધખોળ
પાટણમાંથી કરોડોની કિંમતનું રક્તચંદન ઝડપાયું છે. આંદ્રપ્રદેશ પોલીસે સ્થાનિક પાટણ પોલીસની મદદથી આ ઓપરેશન પાર પાડ્યું છે. આંદ્રપ્રદેશથી પાટણ સુધી આ રક્તચંદનનો જથ્થો ઘુસાડનાર પુષ્પાની પોલીસે શોધખોળ શરૂ કરી છે. ગુજરાતમાં આંધ્રપ્રદેશથી રક્ત ચંદન કઈ રીતે પહોંચી ગયું તે તપાસનો વિષય બન્યો છે. ગેરકાયદે ચોરી કરીને રક્તચંદનનો જથ્થો પાટણ પાસેના એક ગોડાઉનમાં સંતાડાયો હતો. આંધ્રપ્રદેશની પોલાીસ બાતમીના આધારે પાટણ પહોંચી હતી. પાટણ પોલીસને સાથે રાખીને હાજીપુરના એક શ્રેય વીલાના ગોડાઉન નંબર 70માં કરોડોના રક્તચંદનના 150 ટુકડા પકડી પાડ્યા હતા. આ મામલે આંદ્રપ્રદેશ પોલીસ અને પાટણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને આંદ્રપ્રદેશથી ગુજરાત સુધી આ ચોરાઉ કરોડોની કિંમતનું રક્તચંદન ઘુસાડનાર પુષ્પાની શોધખોળ કરી છે.
હાલમાં જ રીલિઝ થયેલી પાન ઈન્ડિયા ફિલ્મ પુષ્પા-2 ધૂમ મચાવી રહી છે. ફિલ્મ લાલ ચંદનની દાણચોરી પર આધારિત છે. જેમાં ફિલ્મનો હીરા કમ વિલેન પુષ્પરાજ ઉર્ફ પુષ્પા દેશ જ નહીં, વિદેશમાં પણ લાલચંદનની દાણચોરી કરે છે અને પોલીસને પડકાર ફેંકે છે. ત્યારે જ્યાંથી ચંદન ચોરાઈને ગુજરાતમાં ઘૂસાડાયું એ આંધ્રપ્રદેશની પોલીસ જ ગુજરાતમાં આવી હતી અને પાટણ પાસે એક ગોડાઉનમાંથી કરોડોનું રક્તચંદન કબ્જે કર્યું હતું. કરોડોના રક્ત ચંદનની ચોરીના બનાવમાં આંધ્રપ્રદેશ પોલીસ તપાસ કરી રહી હતી. પકડાયેલા આરોપીઓએ પાટણ સુધી ચોરીના ચંદનનું વેચાણ કર્યુ હોવાનું કબૂલ્યું હતું. જેથી આંધ્રપ્રદેશની પોલીસની ટુકડી સવારે પાટણ પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદથી હાજીપુરના ગોડાઉનમાંથી ચંદનના લાકડાં કબ્જે કર્યા હતા.
ક્રાઇમ
ઉમરાળી ગામે દીકરી દૂધ પીવાના બદલે સતત રડતી હોવાથી ચિંતામાં પિતાએ કરેલો આપઘાત
સરધાર ઉમરાડી ગામની સીમમાં નજીકના આવેલી વાડીમાં પરપ્રાંતીય યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
તેની દિકરી દૂધ પીતી ન હોઇ જેથી ચિંતામાં આવીને આ પગલુ ભરી લીધાનું જણાવાયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર,ઉમરાડી ગામની સીમમાં આવેલી હકાભાઈ બકુતરાની વાડીમાં ખેત મજૂરી કામ કરતા શિવા રાજુભાઈ વાસકેલ (ઉ.વ.20) નામના યુવકે રાત્રીના સાડા આઠેક વાગ્યે હાજતે જવાનું કહીને ખેતરથી નજીકમાં જઇ કપાસમાં છાંટવાની મોનોકોટો નામની ઝેરી દવા પી લીધી હતી. એ પછી તે ઉલ્ટીઓ કરવા માંડતા પરિવારજનોએ તપાસ કરતાં તેના મોઢામાંથી દવાની ગંધ આવતી હોઇ તે દવા પી ગયાનું જણાતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.
પરંતુ અહિ મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂૂ, તોફિકભાઇ જુણાચે આજીડેમ પોલીસને જાણ કરી હતી.
આપઘાત કરનાર યુવક સાતેક મહિનાથી વાડીમાં પરિવાર સાથે રહી ખેત મજૂરી કામ કરતો હતો. સંતાનમાં લક્ષ્મી નામની દીકરી છે જે બે ત્રણ દિવસથી દૂધ પીતી નહોતી અને સતત રડતી હતી. તેણીને દવાખાને લઇ ગયા પછી પણ દૂધ પીવાનું ચાલુ ન કરતાં અને રડવાનું બંધ ન કરતાં તેની ચિંતામાં આ પગલુ ભરી લીધાનું પરિવારજનોએ કહ્યું હતું.
-
ક્રાઇમ13 hours ago
ખંભાળિયા: આરબીઆઈમાં રૂા.48 હજાર કરોડના પ્રકરણમાં સંડોવાયેલા બંને આરોપીઓ જેલ હવાલે
-
કચ્છ7 hours ago
ભરૂચના ઝઘડિયાની GIDCમાં બ્રિટાનિયા કંપનીમાં વિકરાળ આગ
-
ગુજરાત7 hours ago
ભૂમાફિયા બેફામ, 19 એકર સરકારી જમીનના બોગસ દસ્તાવેજ બનાવી નાખ્યા
-
મનોરંજન11 hours ago
VIDEO: પુષ્પા-2ના એક્ટર અલ્લુ અર્જુનની પોલીસે કરી ઘરપકડ, આ કેસમાં થઇ મોટી કાર્યવાહી
-
ગુજરાત7 hours ago
રાજકોટ શહેરમાં ભાજપ અને આપના 60થી વધારેે કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
-
ક્રાઇમ7 hours ago
હાઇપ્રોફાઇલ જુગાર કાંડમાં PI- કોન્સ્ટેબલે રોકડા 51 લાખ પડાવ્યાનો ધડાકો
-
રાષ્ટ્રીય10 hours ago
‘તમે શું કર્યું એ શા માટે કહેતાં નથી?…’ સંસદમાં પ્રિયંકા ગાંધીએ ભાજપ પર કર્યા જોરદાર પ્રહારો
-
ગુજરાત7 hours ago
રેલવે યુનિયનની ચૂંટણીમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનનો દબદબો