Connect with us

ક્રાઇમ

રાજકોટમાં ‘મામા’ કહીને બોલાવતી તેણે જ બાળાને પોર્ન વીડિયો બતાવી અડપલાં કર્યા

Published

on

આરોપીની સગાઇ થઇ હોય મંગેતર સાથે વાતો કરવા સગીરાના ઘરે જતો હતો, ઉપરના માળે પાણી આપવાના બહાને બોલાવી આચરેલું કૃત્ય


હાલ તરૂણી અને યુવતિઓ પણ સલામત નથી છેલ્લા કેટલાક સમયથી સગીરાઓ અને બાળા સાથે ખરાબ કામની ઘટના બને છે. તેમાં આરોપી પરિચીત આપવા પાડોશી જ નિકળે છે ત્યારે રાજકોટ શહેરમાં પણ એવી ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના સામાકાંઠે રહેતી પરિવારની 10 વર્ષની બાળા સાથે પરિચિત યુવાને ઘરના ઉપરના માળે લઈ જઈ પાણી આપવાના બહાને બોલાવી પોર્ન વિડિયો બતાવી ગુપ્ત ભાગે અડપલા કર્યા હતા આ ઘટના બાદ જ્યારે સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તેમણે માતાને વાત કરી હતી અને બાદમાં પોલીસ મથકે આ શખ્સ વિરુદ્ધ પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે. પોલીસમાંથી જાણવા મળ્યુ હતુ કે આરોપીને આ 10 વર્ષની દિકરી મામા કહીને બોલાવતી હતી.

આ સમગ્ર ઘટનાને પગલે બી ડિવીઝનની પોલીસની ટીમ દ્વારા આરોપીને પકડી લેવા બે ટીમો બનાવી હોવાનુ જાણવા મળી રહયુ છે. આ સમગ્ર ઘટનામાં ફરિયાદી મહિલાની ફરિયાદ પરથી પેડક રોડ પર નવનાથ રીફાયનરીના ઉપરના માળે ભાડેથી ખત્રીની વાડી વાળી શેરીમાં રહેતા શ્રીનિવાસ ચંદરભાઈ યમગર (મરાઠી)નું નામ આપતા તેમની સામે પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં એક પુત્ર એક દિકરી છે તેમ જ પતિ મજુરી કામ કરે છે શ્રીનિવાસ અને ફરીયાદી મહીલાનો પરિવાર મહારાષ્ટ્રનો વતની હોય તેમજ મહારાષ્ટ્રમાં બંનેના ગામ બાજુ બાજુમાં આવેલા હોય જેથી શ્રીનિવાસને ફરીયાદ મહીલાના પતિ સાથે સંપર્ક થયો હતો.

ત્યારબાદ ફરીયાદીના પરિવાર તેમજ આરોપી વચ્ચે 1પ વર્ષથી સબંધ છે. તેમજ આરોપી શ્રીનિવાસની થોડા સમય પહેલા મહારાષ્ટ્રમાં રહેતી યુવતી સાથે સગાઇ થઇ હોય જેથી શ્રીનિવાસ અવાર નવાર તેમની મંગેતર સાથે વાતો કરવી હોય ત્યારે ફરીયાદી મહીલાના ઘરે ઉપરના માળે આવતો હતો તેમજ આરોપી શ્રીનિવાસને ફરીયાદીની પુત્રી મામા કહીને બોલાવતી હતી.


ગઈ તા. 8 ના રોજ રવિવારે પણ આ શ્રનિવાસ મરાઠી મહિલાના ઘરે આવ્યો હતો અને ઉપરના માળે ફોન પર વાત ચીત કરવાના બહાને ગયો હતો. ત્યાર બાદ મહિલાની સગીર વયની દિકરીને ઓળખતો હોય તેમને પાણી લઈ ઉપર બોલાવતા 10 વર્ષની પુત્રી પણ ઉપર ગઈ હતી અને ત્યાં વાતચીતમાં સગીરાને ભોળવી મોબાઈલમાં પોર્ન વિડિયો બતાવી અને બાદમાં સગીરાને ગુપ્ત ભાગે અડપલા કર્યા હતા આમ અવારનવાર ચારેક મહિના સુધી આવુ કૃત્ય કર્યુ હતું. સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તેણીએ માતાને વાત કરી હતી અને માતાએ તુરંત પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. આ મામલે બી ડિવિઝન પોલીસના પીઆઈ એસ.એસ. રાણે અને સ્ટાફે કાર્યવાહી કરી હતી.

ક્રાઇમ

ઓનલાઇન કોમર્સ પ્લેટફોર્મ Myntraને પણ નકલી ઓર્ડર દ્વારા 50 કરોડનો ચૂનો લાગ્યો

Published

on

By

ફ્લિપકાર્ટની ફેશન આધારિત વેબસાઇટ Myntra કૌભાંડનો શિકાર બની છે. રિફંડ કૌભાંડને કારણે કંપનીને કરોડો રૂૂપિયાનું નુકસાન થયું છે. જો અહેવાલોનું માનીએ તો, છેતરપિંડી કરનારાઓએ કંપનીની રિટર્ન પોલિસીનો લાભ લઈને પ્લેટફોર્મ સાથે છેતરપિંડી કરી છે. કંપનીના ઓડિટમાં આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે.


વાસ્તવમાં, સ્કેમર્સ મોટા ઓર્ડર આપતા હતા, જેની કિંમત ઘણી વધારે હતી. છેતરપિંડીનો ઉપયોગ બ્રાન્ડેડ શૂઝ, કપડાં અને એસેસરીઝ જેવી વસ્તુઓ જથ્થાબંધમાં ઓર્ડર કરવા માટે કરવામાં આવતો હતો. ઓર્ડર મળતાની સાથે જ છેતરપિંડી કરનારાઓ નકલી ફરિયાદ નોંધાવશે.


તેઓ નકલી ફરિયાદ કરીને રિફંડ લે છેઆ ફરિયાદો ઓર્ડર કરેલા માલની અછત, ખોટી વસ્તુઓની ડિલિવરી અથવા ડિલિવરી ન થવા અંગેની હતી. Myntra તેના ગ્રાહકોને ફરિયાદ કરવાની અને રિફંડનો દાવો કરવાની તક આપે છે. આમાં, ઓછી વસ્તુઓની ડિલિવરી, કલર મિસમેચ અથવા ખોટી વસ્તુઓ પ્રાપ્ત કરવા જેવા વિકલ્પો ઉપલબ્ધ છે.


ફરિયાદ મળ્યા પછી, ઈ-કોમર્સ પ્લેટફોર્મ રિફંડની પ્રક્રિયા શરૂૂ કરે છે. રિપોર્ટ અનુસાર, દેશભરમાં અલગ-અલગ વિસ્તારોમાં આ પ્રકારના કૌભાંડોને કારણે કંપનીને 50 કરોડ રૂૂપિયાનું નુકસાન થયું છે. એકલા બેંગલુરુમાં, કંપનીએ 5529 નકલી ઓર્ડરની ઓળખ કરી છે, જેના કારણે તેને નુકસાન થયું છે.


આ કૌભાંડ વિશે ખુલાસો કરતાં પોલીસે કહ્યું કે ધારો કે કોઈ વ્યક્તિ 10 બ્રાન્ડેડ શૂઝનો ઓર્ડર આપે છે. જો પાર્સલ પ્રાપ્ત કર્યા પછી તે દાવો કરે છે કે તેને ફક્ત પાંચ જૂતા મળ્યા છે, તો તે અન્ય પાંચ જૂતા માટે રિફંડનો દાવો કરી શકે છે.

રિપોર્ટ અનુસાર રાજસ્થાનના જયપુરમાં આવી ગેંગ છેતરપિંડી કરી રહી છે. લગભગ તમામ છેતરપિંડીના ઓર્ડર જયપુરથી આપવામાં આવ્યા છે. છેતરપિંડી કરનારાઓએ બેંગલુરુ અને અન્ય મેટ્રોમાં ડિલિવરી એડ્રેસ આપ્યા હતા. આમાંથી કેટલાક ઓર્ડર ચાની દુકાનો, દરજીની દુકાનો અથવા સ્ટેશનરી સ્ટોર પર પહોંચાડવામાં આવ્યા હતા.


આવો જ બીજો કિસ્સો થોડા દિવસો પહેલા પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં ગુજરાતના સુરતમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસમાં ગુંડાઓએ મીશોને શિકાર બનાવી હતી. ઓર્ડર એન્ડ રિટર્ન દ્વારા કંપનીને રૂ.5.5 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી.

Continue Reading

ક્રાઇમ

સિવિલ હોસ્પિટલમાંથી સાઈકલ ચોરી કરતા 3 શખ્સો ઝડપાયા

Published

on

By

સિકયુરિટીના સ્ટાફે પકડી પોલીસને સોંપ્યા


શહેરની સિવિલ હોસ્પિટલમાં વાહન ચોરીના બનાવો અવાર નવાર સામે આવતા રહે છે ત્યારે આજે સિવિલમાં સાયકલ ચોરી કરવા આવેલા 3 શખ્સોને સિકયુરીટીના સ્ટાફે રંગે હાથ ઝડપી લઇ પોલીસ હવાલે કરતા પ્રનગર પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગત મુજબ સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બિલ્ડીંગના પાર્કિંગ પાસે 3 અજાણ્યા શખ્સો સાયકલ ચોરી કરીને જતા હોય દરમિયાન સિકયુરીટી ગાર્ડ અફઝલ મકરાણીના ધ્યાને આવતા તેણે સિકયુરીટી ઇન્ચાર્જ એ.ડી. જાડેજાને જાણ કરતા સિકયુરીટી સ્ફાટે તાત્કાલીક દોડી જઇ સાયકલ ચોરી કરી ભાગતા ત્રણેય શખ્સોને ઝડપી લઇ સિવિલ ચોકીમાં લઇ ગયા હતા. આ અંગે જાણ થતા પ્રનગર પીઆઇ ઝણકાટ સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને સાયકલ ચોરી કરનાર ત્રણેય શખ્સોને પકડી પ્રનગર પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા.

Continue Reading

ક્રાઇમ

ચીટર ટોળકીએ 17 બોગસ દસ્તાવેજ બનાવ્યાની શંકા

Published

on

By


સબ રજિસ્ટાર ડેટા ઓપરેટીંગનું કામ સભાળે છે અને આ કામગીરી સબ રજિસ્ટ્રારની અંડરમાં થતી હોય છે. તેવા સમયે રજિસ્ટ્રાર ખાચર દ્વારા પોલીસ કમિશનર બ્રજેશ ઝા ને મૌખીક માહિતી આપી હતી કે તેમની કચેરીમાં કામ કરતા તેમના જ કર્મચારીઓ દ્વારા બોગસ દસ્તાવેજ કૌભાંડ આચરવામાં આવી રહ્યુ છે તેવી શંકા છે.

તેમજ અંદાજે લગભગ 17 જેટલા દસ્તાવેજો બોગસ બનાવવામાં આવ્યા હોય તેવી શંકા દર્શાવી છે. જેથી આ અરજીના આધારે પ્રધ્યુમનનગર પોલીસને તપાસ સોંપવામાં આવી હતી. આ તપાસને આધારે પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાટ તેમજ સેક્ધડ પીઆઇ પીયુષ ડોબરીયા, ડી સ્ટાફના પીએસઆઇ બેલીમ, પીએસઆઇ બી. વી. ચુડાસમા, વિમલભાઇ ધાણજા, જયેન્દ્રસિંહ પરમાર, કનુભાઇ ભમ્મર અને અન્ય પોલીસ સ્ટાફ સહિતનો કાફલો રાતભર આ કૌભાંડના પુરાવા એકત્ર કરવા માટે કામે લાગી ગયો હતો. તેમજ બોગસ દસ્તાવેજ કૌભાંડમાં કોમ્પ્યુટર ઓપરેટર સહિતની ટોળકીને ઉઠાવી લઇ તેમની સઘન પુછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ પકડાયેલા કોઇ પણ શકમંદ વ્યકિતઓ પુછપરછમાં પોલીસને સહકાર આપી રહયા નહી હોવાનુ હાલ પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહયુ છે. પ્રનગર પોલીસ દ્વારા અર્જુન ઝાલા, જયદીપ ઝાલા અને જયેશ નામના ત્રણ કર્મચારીઓને સકંજામાં લઇ પ્રનગર પોલીસ મથકની અલગ અલગ ટીમો દ્વારા પુછપરછ કરી પુરાવા એકત્રીત કરવામાં આવી રહયા છે.


પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહયુ છે કે આ બોગસ દસ્તાવેજ ઉભા કરનાર ટોળકી દ્વારા અંદાજીત પચીસેક વર્ષ જુની મઘરવાડાની કરોડોની કિંમતની જૂની શરતમાં બનાવવામાં આવેલા દસ્તાવેજોમાં છેડછાડ કરવામાં આવી છે. કે જે જમીનના વારસદારો કોઇ છે નહી અને જમીન માલિક અવસાન પામ્યા છે. આવી જમીનોના બોગસ દસ્તાવેજો બની ચુકયા છે. આ ઉપરાંત શહેરી વિસ્તારમાં પણ અમુક જમીનોના દસ્તાવેજો સાથે છેડછાડ કરી હોવાની શંકા પણ સેવાઇ રહી છે.


ડેટા ઓપરેટરો જયારે કામ પર આવે ત્યારે તેઓની આઇડી મારફત કામગીરી થતી હોય છે. આ ઘટના મામલે હાલ પ્રધ્યુમનનગર પોલીસ મથકના પીઆઇ બી. એમ. ઝણકાટ અને પીઆઇ પીયુષ ડોબરીયાની રાહબરીમાં તમામ આરોપીઓની પુછપરછ કરવામાં આવી રહી છે. તેમજ રાત સુધીમા ગુનો નોંધાય તેવી સંભાવનાઓ પણ દર્શાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગરીબ લોકોની જમીન હાથમાંથી ન સરકી જાય તે માટે સરકારે નવા-નવા કાયદાઓ અને નિયમો ઘડયા છે.


તેના થકી બોગસ દસ્તાવેજનું ચલણ ઘટયું છે. પરંતુ અંદરના જ કર્મચારીઓ જયારે ફૂટી જાય ત્યારે કૌભાંડીને જમીન પચાવવામાં અને બોગસ દસ્તાવેજ બનાવવામાં મોકળુ મેદાન મળી જાય છે.

કૌભાંડ છતુ થતા ડેટા ઓપરેટીંગનો કોન્ટ્રાકટર હર્ષ સોની ફરાર
સબ રજિસ્ટ્રાર કચેરીના બોગસ દસ્તાવેજ કૌભાંડનો પરપોટો ફૂટયો છે ત્યારે કહેવાય છે કે જૂની કલેકટર કચેરી સ્થિત આ ઓફિસમાં ડેટા ઓપરેટીંગનો કોન્ટ્રાકટ હર્ષ સોની ધરાવે છે. તે વર્ષોથી સબ રજિસ્ટ્રાર કચેરીમાં કામ કરે છે. જેથી કૌભાંડ ગમે ત્યારે બહાર આવવાની જાણ તેમને અગાઉથી થઇ જતા પોતે ભુર્ગભમાં ઉતરી ગયો હોવાનુ હાલ પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહયુ છે.

Continue Reading
આંતરરાષ્ટ્રીય16 hours ago

અફઘાનિસ્તાનના કાબુલમાં બ્લાસ્ટ, તાલિબાન સરકારના મંત્રી હક્કાની સહિત 12ના મોત

રાષ્ટ્રીય16 hours ago

42 દિવસના બદલે 3 વર્ષે મુકામે પહોંચી ટ્રેન

આંતરરાષ્ટ્રીય17 hours ago

ધરપકડ પહેલાં દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રીનો આપઘાતનો પ્રયાસ

રાષ્ટ્રીય17 hours ago

દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડવા કેજરીવાલનો પુનરોચ્ચાર

રાષ્ટ્રીય17 hours ago

મુંબઇ બેસ્ટ બસ અકસ્માતમાં કાવતરાંની, વાહનનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરાયાની શંકા

ક્રાઇમ17 hours ago

ઓનલાઇન કોમર્સ પ્લેટફોર્મ Myntraને પણ નકલી ઓર્ડર દ્વારા 50 કરોડનો ચૂનો લાગ્યો

આંતરરાષ્ટ્રીય17 hours ago

બાંગ્લાદેશે હિંદુઓ પર 88 હુમલા થયાનું સ્વીકાર્યું

ગુજરાત17 hours ago

દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત

ગુજરાત17 hours ago

મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે

ગુજરાત17 hours ago

મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ

ધાર્મિક2 days ago

ભૂલથી પણ તુલસી પાસે ન રાખો આ વસ્તુઓ, નહીંતર થઈ શકે છે અણધાર્યું નુકસાન

આંતરરાષ્ટ્રીય2 days ago

દુશ્મની ભૂલી યુક્રેન-રશિયા ભારત માટે એક થયા: યુધ્ધજહાજ બનાવ્યું

ક્રાઇમ2 days ago

એન્કાઉન્ટર કરવું હોય તો કરી નાખો માફી નહીં માંગું

ગુજરાત2 days ago

સોની બજારમાં વધુ એક બંગાળી કારીગર વેપારીનું 9 લાખનું સોનું લઇ વતનમાં ફરાર

ગુજરાત2 days ago

રિધમ વડાપાઉંમાંથી વાસી સોસ, પાઉંનો નાશ કરાયો

ગુજરાત2 days ago

બેડી યાર્ડ નજીક 4.50 કરોડની જમીન ખુલ્લી કરાઇ

ગુજરાત2 days ago

વેરાવિભાગનો સપાટો: 30 મિલકત સીલ, 3 નળજોડાણ કટ

ગુજરાત2 days ago

નવ વર્ષમાં 117 કેસોમાં સજાની ઉપલબ્ધી મેળવનાર જિલ્લા સરકારી વકીલ વોરાને સન્માનિત કરતા મુખ્યમંત્રી

ક્રાઇમ2 days ago

રાજકોટમાં ‘મામા’ કહીને બોલાવતી તેણે જ બાળાને પોર્ન વીડિયો બતાવી અડપલાં કર્યા

ગુજરાત2 days ago

દબાણોનો ખડકલો: વધુ 2012 રેંકડી, બેનરો જપ્ત

Trending