ક્રાઇમ
રાજકોટમાં ‘મામા’ કહીને બોલાવતી તેણે જ બાળાને પોર્ન વીડિયો બતાવી અડપલાં કર્યા
આરોપીની સગાઇ થઇ હોય મંગેતર સાથે વાતો કરવા સગીરાના ઘરે જતો હતો, ઉપરના માળે પાણી આપવાના બહાને બોલાવી આચરેલું કૃત્ય
હાલ તરૂણી અને યુવતિઓ પણ સલામત નથી છેલ્લા કેટલાક સમયથી સગીરાઓ અને બાળા સાથે ખરાબ કામની ઘટના બને છે. તેમાં આરોપી પરિચીત આપવા પાડોશી જ નિકળે છે ત્યારે રાજકોટ શહેરમાં પણ એવી ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના સામાકાંઠે રહેતી પરિવારની 10 વર્ષની બાળા સાથે પરિચિત યુવાને ઘરના ઉપરના માળે લઈ જઈ પાણી આપવાના બહાને બોલાવી પોર્ન વિડિયો બતાવી ગુપ્ત ભાગે અડપલા કર્યા હતા આ ઘટના બાદ જ્યારે સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તેમણે માતાને વાત કરી હતી અને બાદમાં પોલીસ મથકે આ શખ્સ વિરુદ્ધ પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે. પોલીસમાંથી જાણવા મળ્યુ હતુ કે આરોપીને આ 10 વર્ષની દિકરી મામા કહીને બોલાવતી હતી.
આ સમગ્ર ઘટનાને પગલે બી ડિવીઝનની પોલીસની ટીમ દ્વારા આરોપીને પકડી લેવા બે ટીમો બનાવી હોવાનુ જાણવા મળી રહયુ છે. આ સમગ્ર ઘટનામાં ફરિયાદી મહિલાની ફરિયાદ પરથી પેડક રોડ પર નવનાથ રીફાયનરીના ઉપરના માળે ભાડેથી ખત્રીની વાડી વાળી શેરીમાં રહેતા શ્રીનિવાસ ચંદરભાઈ યમગર (મરાઠી)નું નામ આપતા તેમની સામે પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં એક પુત્ર એક દિકરી છે તેમ જ પતિ મજુરી કામ કરે છે શ્રીનિવાસ અને ફરીયાદી મહીલાનો પરિવાર મહારાષ્ટ્રનો વતની હોય તેમજ મહારાષ્ટ્રમાં બંનેના ગામ બાજુ બાજુમાં આવેલા હોય જેથી શ્રીનિવાસને ફરીયાદ મહીલાના પતિ સાથે સંપર્ક થયો હતો.
ત્યારબાદ ફરીયાદીના પરિવાર તેમજ આરોપી વચ્ચે 1પ વર્ષથી સબંધ છે. તેમજ આરોપી શ્રીનિવાસની થોડા સમય પહેલા મહારાષ્ટ્રમાં રહેતી યુવતી સાથે સગાઇ થઇ હોય જેથી શ્રીનિવાસ અવાર નવાર તેમની મંગેતર સાથે વાતો કરવી હોય ત્યારે ફરીયાદી મહીલાના ઘરે ઉપરના માળે આવતો હતો તેમજ આરોપી શ્રીનિવાસને ફરીયાદીની પુત્રી મામા કહીને બોલાવતી હતી.
ગઈ તા. 8 ના રોજ રવિવારે પણ આ શ્રનિવાસ મરાઠી મહિલાના ઘરે આવ્યો હતો અને ઉપરના માળે ફોન પર વાત ચીત કરવાના બહાને ગયો હતો. ત્યાર બાદ મહિલાની સગીર વયની દિકરીને ઓળખતો હોય તેમને પાણી લઈ ઉપર બોલાવતા 10 વર્ષની પુત્રી પણ ઉપર ગઈ હતી અને ત્યાં વાતચીતમાં સગીરાને ભોળવી મોબાઈલમાં પોર્ન વિડિયો બતાવી અને બાદમાં સગીરાને ગુપ્ત ભાગે અડપલા કર્યા હતા આમ અવારનવાર ચારેક મહિના સુધી આવુ કૃત્ય કર્યુ હતું. સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તેણીએ માતાને વાત કરી હતી અને માતાએ તુરંત પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. આ મામલે બી ડિવિઝન પોલીસના પીઆઈ એસ.એસ. રાણે અને સ્ટાફે કાર્યવાહી કરી હતી.