બિલ્ડરો સોમવારે બંધ પાળી આપશે આવેદન

તાજેતરમાં જંત્રીમાં સરકાર દ્વારા ખૂબ મોટો કમ્મર તોડ વધારો થવાથી સામાન્ય પ્રજાથી લઈને અનેક ક્ષેત્રે ખૂબ જ મુશ્કેલી સર્જાઈ છે. ઉપરાંત રાજકોટ ખાતે પ્લાન, કંપલીશન,…

તાજેતરમાં જંત્રીમાં સરકાર દ્વારા ખૂબ મોટો કમ્મર તોડ વધારો થવાથી સામાન્ય પ્રજાથી લઈને અનેક ક્ષેત્રે ખૂબ જ મુશ્કેલી સર્જાઈ છે. ઉપરાંત રાજકોટ ખાતે પ્લાન, કંપલીશન, ફાયર એન.ઓ.સી. વિગેરેનાં મુદ્દે ખૂબ જડ વલણ અપનાવવાથી પણ બાંધકામ વ્યવાસય, શ્રમિકો, બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યવાસાયિકો અનેક ઉદ્યોગ તથા સામાન્ય પજાજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. સરકાર દ્વારા જાહેર થયેલ જીડીસીઆર સિવાયનાં નિયમો નું પણ જડ વલણ અપનાવીને પ્લાન, કંપલીશન, ફાયર એન.ઓ.સી. વિગેરેમાં જે વલણ અપનાવાઈ રહયું છે તેની ખૂબ જ ગંભીર અસર વર્તાઈ રહી છે. રાજકોટ બલ્ડિર એસોસીએશન દ્વારા આ મુદ્દાને લઈને લોકોનો અવાજ સરકારશ્રી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે.

જે અંતર્ગત તા.9-12-2024 ને સોમવારનાં રોજ સરદાર પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન, રાજકોટ ખાતે સવારે 10.30 કલાકે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજકોટનાં બલ્ડિરો, શ્રમિકો, બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા વ્યવાસાયિકો, કારીગરો, સામાન્ય નાગરિકો સહિતનાં લોકો બહોળી સંખ્યામાં જોડાવવાનાં છે. કાર્યક્રમ સ્થળથી એક મૌન રેલી સ્વરૂૂપે તમામ લોકો સ્વયંભુ રીતે જોડાઈને કલેકટરશ્રીને આવેદન પત્ર પાઠવશે.


રાજકોટનાં તમામ બલ્ડિરો દ્વારા સ્વયંભુ રીતે સાઈટ ઉપરનાં કામકાજો બંધ રાખીને આ રેલીમાં જોડાનાર છે. આ રેલીમાં સમર્થન આપીને રાજકોટ બલ્ડિર એસોસીએશનનાં તમામ સભ્યશ્રીઓ, રાજકોટ સિવીલ એન્જીનિયરીંગ એસો., આર.પી.સી.એ. રાજકોટ પ્રોપર્ટી એસોસીએશન ક્નસલ્ટન્ટ, રાજકોટ સિવીલ કોન્ટ્રાકટર એસોસીએશન, રીયલ એસ્ટેટ એજન્ટ એસો., આઈ.આઈ. આઈ.ડી., એ.સી. સી. ઈ. એસો. ઓફ ક્નસલ્ટીંગ સીવીલ એન્જીનિયર્સ, રાજકોટ રેવન્યુ બાર એસોસીએશન, રાજકોટ બલ્ડિીંગ કોન્ટ્રાકટર એસો.-આર. બી. સી.એ., સહિતનાં સંગઠનો દ્વારા ટેકો જાહેર કરી રેલીમાં પણ તેના સભ્યો મોટી સંખ્યામાં જોડાશે.

જે અંતર્ગત યોજાયેલ મીટીંગમાં આર.બી.એ. નાં પૂર્વપ્રમુખ હિતેશભાઈ બગડાઈએ સરકારશ્રીને આ પ્રશ્ને યોગ્ય રજુઆત કરી ભુતકાળમાં પણ અન્ય રાજ્યની સરકારોએ આવા મુદ્દે સુચારુ નિરાકરણ લાવેલ હોવાના ઉદાહરણ ટાંકીને રજુઆત કરવા સુચન કયુૃં હતું. તે અંગે પણ મુદ્દા સર રજુઆત કરવા અંગે માર્ગદર્શન પાઠવ્યું હતું. પૂર્વપ્રમુખશ્રી રશ્મિભાઈ પટેલ એ પણ હાલનાં મુદ્દે માત્ર હંગામી નહીં પરંતુ લાંબાગાળે પણ કયારેય પ્રશ્ન ઉદ્ભવ ન થાય તે રીતે નીરાકરણ લાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ તકે આર.બી.એ. નાં સુજીતભાઈ ઉદાણીએ કલેકટરશ્રીને પાઠવવામાં આવનાર આવેદનનાં મુદ્દાઓ અંગે ઉપસ્થિત લોકો સમક્ષ માહીતી પ્રદાન કરી હતી. સોમવારે યોજાનાર આ મૌન રેલીમાં બહોળી સંખ્યામાં રાજકોટનાં બલ્ડિરઓ, વ્યવસાયિકો, શ્રમિકો, બાંધકામને સંલગ્ન ધંધા રોજગાર સાથે સંકળાયેલા તમામ લોકો, રાજકોટનાં પ્રજાજનોને જોડાવવા આર. બી. એ.નાં પ્રમુખશ્રી પરેશભાઈ ગજેરાએ અનુરોધ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *