જામ ખંભાળિયા, તા. 09- દ્વારકા વિસ્તારમાં ચરકલા – નાગેશ્વર રોડ પર આવેલી વરુણ મિનરલ કંપનીના પ્લાન્ટની દીવાલ કૂદીને ગત તા. 27 ફેબ્રુઆરીથી તા. 1 માર્ચ સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ અહીં રાખવામાં આવેલી રૂૂ. 40 હજારની કિંમતની વોટર પંપની ઇલેક્ટ્રીક મોટર, રૂૂ. 5,000 ની કિંમતની સાદી મોટર તથા રૂૂ. 3,000 ની કિંમતના ગેસ સિલિન્ડર મળી કુલ રૂૂ. 48,000 નો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ દ્વારા પોલીસમાં નોંધાવવામાં આવી છે. જેને અનુલક્ષીને પોલીસે અજાણ્યા તસ્કરો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી, તસ્કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
દ્વારકા નજીક ખાનગી કંપનીમાંથી રૂા. અડધા લાખના મુદ્દામાલની ચોરી
જામ ખંભાળિયા, તા. 09- દ્વારકા વિસ્તારમાં ચરકલા – નાગેશ્વર રોડ પર આવેલી વરુણ મિનરલ કંપનીના પ્લાન્ટની દીવાલ કૂદીને ગત તા. 27 ફેબ્રુઆરીથી તા. 1 માર્ચ…
