મફત વીજળી યોજના અંગે કાલથી મનપાનો વોર્ડવાઇઝ કેમ્પ

નાણામંત્રી નિર્મલા સિતારમણએ બજેટ વર્ષ 2024 દરમિયાન રૂૂફટોપ સોલર એનર્જી યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત દેશના1 કરોડ પરિવારોને દર મહિને 300 યુનિટ સુધી…

નાણામંત્રી નિર્મલા સિતારમણએ બજેટ વર્ષ 2024 દરમિયાન રૂૂફટોપ સોલર એનર્જી યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત દેશના1 કરોડ પરિવારોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળીમળી રહે તે પ્રકારે યોજના અમલી બનાવવા માટે આયોજન કરવામાં આવેલ છે. શહેરીજનો આ યોજનાનો વધુમાં વધુ લાભ મેળવે અને આ યોજનાથી માહિતગાર થાય તે હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પી.જી.વી.સી.એલ.ના સંકલનથી પી.એમ.-સૂર્ય ઘર: મફત વીજળી યોજનાનો વોર્ડ વાઈઝ કેમ્પનું તા.03-12-2024 થી તા.24-12-2024 સુધી સવારે 10:00 થી 01:00 દરમ્યાન દરેક વોર્ડની વોર્ડ ઓફીસ ખાતે કેમ્પનું આયોજન કરેલ છે.


સૌર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે શરૂૂ કરવામાં આવેલી મહત્વાકાંક્ષી પી.એમ.- સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી અને આવકનો સ્ત્રોત ઉભો કરી શકાય છે. દર મહિને 300 યુનિટ મફત વીજળી દ્વારા 1કરોડ ઘરોને સુવિધા પૂરી પાડતી આ યોજનાનો સરળતાથી લાભ લઈ શકાય છે. કેન્દ્ર સરકાર આ યોજનામાં મોટી રકમની સબસિડી આપી રહી છે જેનો લાભ લઈ, દેશવાસી પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવીને મફત વીજળી મેળવવાની અને વધારાની વીજળી વેચીને પૈસા કમાવવાની સુવિધા પૂરી પાડે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 1.3 કરોડથી વધુ લોકોએ પી.એમ. સૂર્ય ઘર યોજના માટે અરજી કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના માટે નોંધણી કરાવનારા એક કરોડથી વધારે કુટુંબો પર આનંદની લાગણી વ્યક્ત કરેલ છે.


આ યોજના હેઠળ ઘરની છત પર સોલાર પેનલ લગાવીને ઘર માટે જરૂૂરી વીજળી મેળવવાની અને વધારાની વીજળીનું વેચાણ સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ યોજના દ્વારા મફત વીજળી તેમજ આવક એમ બંને મેળવી શકાય છે.


રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, રોશની સમિતિ ચેરમેન કાળુભાઈ કુગસીયાભારત સરકારના સૌર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે શરૂૂ કરવામાં આવેલી મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી અને આવકનો સ્ત્રોત ઉભો કરવા માહિતગાર થવા માટે વોર્ડ વાઈઝ આયોજિત કેમ્પનો લાભ લેવા શહેરીજનોને ખાસ અનુરોધ અને અપીલ કરે છે.

વોર્ડ વાઇઝ કેમ્પની વિગત
03-12-2024 વોર્ડ નં.1-અ, ફાયર સ્ટેશન,રામાપીર ચોકડી, 150 ફૂટ રિંગ રોડ
04-12-2024 વોર્ડ નં.2-અ,ગીત ગુર્જરી સોસા.,રામેશ્વર ચોક પાસે,ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન પાસે
05-12-2024 વોર્ડ નં.3-અ, બેડીનાકા ટાવર પાસે, ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન, કેશરી હિંદ પૂલ પાસે
06-12-2024 વોર્ડ નં.4-અસિટી સ્ટેશન પાસે, જુનો મોરબી રોડ
07-12-2024 વોર્ડ નં.5-અ,શ્રી અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ પાછળ,એ-ડીવીઝન પોલીસ સ્ટેશનની બાજુમાં, પેડક રોડ
09-12-2024 વોર્ડ નં.6-અ શક્તિ ઇન્ડસ્ટ્રીયલ ઝોન,મયુર નગર, ઇન્ડિયા પ્રિન્ટની બાજુમાં, સંત કબીર રોડ
10-12-2024 વોર્ડ નં.7-અ, એસ્ટ્રોન ચોક, શિવાજી પાર્ક ગાર્ડનની બાજુમાં, ટાગોર રોડ
11-12-2024 વોર્ડ નં.8-અ,સોજીત્રાનગર પાણીના ટાંકા સામે,નિર્મલા કોન્વેન્ટ રોડ
12-12-2024 વોર્ડ નં.9-અ,પેરેડાઈઝ હોલ વાળો રોડ, ત્રિલોક પાર્કના ખૂણે, અભયભાઈ ભારદ્વાજ કોમ્યુ.હોલની સામે
13-12-2024 વોર્ડ નં.10-અ, રોયલ પાર્કના ખૂણે, ઇન્દિરા સર્કલ પાસે, 150 ફૂટ રિંગ રોડ
16-12-2024 વોર્ડ નં.11-અ, નાના મૌવા ચોક,આન હોન્ડા સો રૂૂમની બાજુમાં, 150 ફૂટ રિંગ રોડ
17-12-2024 વોર્ડ નં.12-અ, મવડી ચોક,150 ફૂટ રિંગ રોડ
18-12-2024 વોર્ડ નં.13-અ, કૃષ્ણનગર મેઈન રોડ, ગુરૂૂપ્રસાદ સોસાયટીની બાજુમાં,ટેલિફોન એક્સચેન્જની બાજુમાં
19-12-2024 વોર્ડ નં.14-અ,સિંદુરીયા ખાણ શોપિંગ સેન્ટર પાસે, કોઠારીયા રોડ,સ્નાનાગારની બાજુમાં
20-12-2024 વોર્ડ નં.15-અ,આર.એમ.સી.બસ ડેપોની બાજુમાં, અમૂલ સર્કલ પાસે
21-12-2024 વોર્ડ નં.16-અ,મેહુલનગર-6,નિલકંઠ સિનેમાની પાછળ,કોઠારીયા મેઇન રોડ
23-12-2024 વોર્ડ નં.17-અ,સહકાર મેઈન રોડ,શાળા નં.51ની બાજુમાં
24-12-2024 વોર્ડ નં.18-અ,4-ખોડલધામ સોસા.,સ્વાતિ પાર્ક,80 ફૂટ રોડ,કોઠારીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *