જામનગરમાં પુષ્પા-2નો શો શરૂ ન થતાં સિનેમા હોલમાં તોડફોડ

પુષ્પા-2 ફિલ્મ આજે રિલિઝ થવાની સાથે જ દેશભરમાં રોમાંચ મચી ગયો છે જામનગરમા શો રદ થતા પ્રેક્ષકોએ સિનેમાઘરમાં તોડફોડ મચાવી હતી તો વડોદરામાં શો સમયસર…

પુષ્પા-2 ફિલ્મ આજે રિલિઝ થવાની સાથે જ દેશભરમાં રોમાંચ મચી ગયો છે જામનગરમા શો રદ થતા પ્રેક્ષકોએ સિનેમાઘરમાં તોડફોડ મચાવી હતી તો વડોદરામાં શો સમયસર શરૂ ન થતા ત્યારે હોબાળો મચી ગયો હતો.
દેશના વિવિધ સિનેમાઘરોમાં ખાસ શો ના આયોજનો કરવામાં આવ્યા હતા આવુ જ આયોજન વહેલી સવારે 6.30 ના શો સ્વરૂપે જામનગરના પીવીઆર મલ્ટી પલ્સ સિનેમામાં પણ કરવામાં આવ્યું હતું પણ ટેકનિકલ કારણોસર શો શરૂ ન થતા રોષે ભરાયેલા દર્શકોએ સિનેમાં હોલમાં તોડફોડ કરતા ત્યારે ધાંધલ ધમાલ મચી ગઇ હતી.


વહેલી સવારે ઠંડી વચ્ચે મનગમતી ફિલ્મ માણવા પહોચેલા દર્શકોમાં શો રદ થતા રોષ ફેલાયો હતો.
જામનગરના પીવીઆર મલ્ટી પલ્સ સિનેમામાં આજે સવારે થયેલી ઘટનાએ લોકોને ચોંકાવી દીધા હતા. સવારે 6:30 વાગ્યાનો પુષ્પા મુવીનો શો ટેકનિકલ ખામીને કારણે શરૂૂ થઈ શક્યો ન હતો. જેના કારણે દર્શકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. દર્શકોએ સિનેમા હોલના સંચાલકો સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને સિનેમા હોલમાં તોડફોડ કરી હતી. આ દરમિયાન પુષ્પા મુવીના પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા હતા.


ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે દર્શકોને શાંત કરવાનો પ્રયાસ કર્યો અને સિનેમા હોલના સંચાલકો પાસેથી આ અંગેનું નિવેદન લીધું હતું.


વડોદરા શહેરના માંજલપુર ઈવા મોલમાં ચાલતી મલ્ટિપ્લેક્ષમાં પુષ્પા 2 ફિલ્મના મોર્નિંગ શોમાં દર્શકો ઉમટ્યા હતા. તેવામાં આ શો સમયસર શરૂૂ નહીં થતા ચાહકોએ ચિચ્યારી પાડી હોબાળો મચાવ્યો હતો. મહત્ત્વનું છે કે, મલ્ટિપ્લેક્સના સંચાલકોએ અંતે ફિલ્મ શરૂૂ કરી દેતા મામલો થાળે પડ્યો હતો.


માંજલપુર ઇવા મોલમાં સવારનો પ્રીમિયર શો 8.30 કલાકનો હતો. જે સમયસર શો શરૂૂ ન થતા ચાહકોએ ચિચિયારીઓ પાડી હતી. જેના કારણે મલ્ટિપ્લેક્ષના સંચાલકો પણ દોડતા થયા હતા અને ચાહકો દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે અંતે ફિલ્મ શરૂૂ કરી દેવાતા મામલો થાળે પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *