પાટણના સિધ્ધપુરમાં પરિવાર સૂતો હતો અને રહેણાંક મકાનમાં લાગી ભીષણ આગ, 2ના મોત, 3 ઘાયલ

પાટણના સિધ્ધપુરમાંથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. સિધ્ધપુરના તિરુપતિ નગરમાં મોડીરાત્રે રહેણાંક મકાનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. મકાનમા લાગેલી આગમાં 2ના મોત અને…

પાટણના સિધ્ધપુરમાંથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. સિધ્ધપુરના તિરુપતિ નગરમાં મોડીરાત્રે રહેણાંક મકાનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. મકાનમા લાગેલી આગમાં 2ના મોત અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. રાત્રિના સમયે મકાનમાં પરિવાર સૂતો હતો આ દરમિયાન અગમ્ય કારણોસર આગી લાગી હતી.

મળતી વિગતો અનુસાર આ આગની ઘટનામાં એક 4 વર્ષીય બાળક અને એક 65 વર્ષીય મહિલાનું મોત થયું છે. અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મકાનમાં પરિવાર સૂતો હતો ત્યારે અચાનક આગ લાગી હતી. આ ઘટનાને લઇ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.

આ ઘટનાની જાણ થતાં જ સિધ્ધપુર પાલિકા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને આગને કાબુમાં લીધી હતી. ત્યારે ઘટનામાં થયેલા મૃત્યુને લઇ સિધ્ધપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *