સુરતમાં ગેસનો બાટલો લીક થતાં મકાનમાં આગ ભભૂકી, 7 દાઝયા

બે લોકોની હાલત ગંભીર, રૂમમાં સાત લોકો રહેતા હતા સુરતમાં ગેસ બોટલ લીકેજ થતાં 7 લોકો દાઝયા હોવાની વાત સામે આવી છે.જેમાં કતારગામ ફુલપાડા વિસ્તારમાં…

બે લોકોની હાલત ગંભીર, રૂમમાં સાત લોકો રહેતા હતા


સુરતમાં ગેસ બોટલ લીકેજ થતાં 7 લોકો દાઝયા હોવાની વાત સામે આવી છે.જેમાં કતારગામ ફુલપાડા વિસ્તારમાં આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.રહેણાક મકાનમાં સિલિન્ડર લીક થતાં આગ લાગી હતી જેમાં 7 લોકો દાઝયા છે અને બે લોકોની હાલત અત્યંત ગંભીર જણાઈ આવે છે.તમામ ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


સુરતના કતારગામ વિસ્તારમાં વહેલી સવારે ઘરમાં ગેસનો બોટલ લીકેજ થયો હતો અને તેમાંથી આગ પ્રસરી ગઈ હતી તો મહત્વની વાત તો એ છે કે આખા રૂૂમમાં આગ પ્રસરી ગઈ હતી જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.એક રૂૂમમાં સાત લોકો રહેતા હતા અને તમામ લોકો દાઝયા હોવાની વાત સામે આવી છે.ફાયર વિભાગે આગને કાબુમાં લીધી છે.


સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતુ અને આગને કાબુમાં લીધી હતી,ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,તો મહત્વનું છે કે હજી સુધી કોઈના મોત થયા નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *