દિવાળીની રજાના નિયમનો ઉલાળિયો કરી શૈક્ષણિક કાર્ય શરૂ કરનાર રાજકોટની 90 ટકા ખાનગી સ્કૂલોને બંધ કરાવાઇ: નોટિસ ફટકારાઇ
રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દિવાળીના 21 દિવસના વેકેશનના પરિપત્રનો રાજકોટની શાળા દ્વારા ઉલાળ્યો કરી અને શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવાતા આજે કોંગ્રેસની ટીમ દ્વારા શાળાઓ પર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. જયારે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પણ તવાઇ બોલાવી ખુલ્લી રહેલી શાળાઓ બંધ કરાવાઇ હતી અને નોટીસ ફટકારવામાં આવી હતી.
આજે સવારથી જ કોંગ્રેસના વિદ્યાર્થી પ્રતિનિધીઓ શાળાઓ પર હલ્લાબોલ કરવા પહોચ્યા હતા જેમા યુનિવર્સિટી રોડની શક્તિ સ્કૂલે પહોચ્યા ત્યારે સંચાલકો સાથે શાબ્દીક ઘર્ષણ થયા બાદ વિદ્યાર્થીઓને છોડી દીધા હતા. સંચાલકે લુલા બચાવ કરતા કહ્યુ હતુ કે વિદ્યાર્થીઓને પૂછો અમે સ્વેચ્છાએ બોલાવીએ પણ વિદ્યાર્થીઓએ છૂટતા સમયે મીડિયાને કહ્યુ કે અમને દબાણ પૂર્વક શાળાએ બોલાવવામા આવે છે.
ત્યારબાદ તપસ્વી સ્કૂલમા કોંગ્રેસની ટીમ પહોચતા ત્યા પણ સંચાલક સાથે ટેલિફોનિક રકઝક થતાં પોલીસ પણ દોડી આવી હતી અને ધો.9-10 અને 11-12 ના બાળકોને છોડી મૂક્યા હતા.કાલાવડ રોડ પર આવેલી એસઓએસ સ્કૂલમા પણ શૈક્ષણિક કાર્ય શરૂૂ હોવાથી ત્યાં પણ બાળકોને છોડવામા આવ્યા હતા.
લક્ષ્મીનગર નાળા પાસે આવેલી ઉત્કર્ષ,મોદી,ક્રિષ્ના સ્કૂલમા પણ શૈક્ષિણિક કાર્ય બંધ કરાવવામા આવ્યુ હતુ. શાળાઓમા શૈક્ષણિક કાર્ય બંધ કરાવવા હલ્લાબોલ કાર્યક્રમમા કોંગ્રેસના રોહિતસિંહ રાજપુત,જીત સોની,હર્ષ આશર,યશ ભીંડોરા,અમિત ચૌધરી,આકાશ રાજગોર,સુનિલ સોરઠિયા,યશ ઊનડકડ જોડાયા હતા.
