જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતા ચાર મહિલા સહિત 9 ગુનેગારોને હદપાર કરાયા

રાજકોટ જીલ્લામાં ગુનાખોરી ઉપર અંકુશ લાવવા જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા ગેરકાયદેસર પ્રવુતિ કરતા આવા ગુનેગારોને જીલ્લા માંથી હદપાર કરવાની કાર્યવાહી કરી હતી જેમાં…

રાજકોટ જીલ્લામાં ગુનાખોરી ઉપર અંકુશ લાવવા જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા ગેરકાયદેસર પ્રવુતિ કરતા આવા ગુનેગારોને જીલ્લા માંથી હદપાર કરવાની કાર્યવાહી કરી હતી જેમાં ચાર મહિલા સહીત 9 શખ્સોને જીલ્લા માંથી હદપાર કરવા હુકમ કર્યો હતો. જેતપુર શહેરમાં 9 વર્ષમાં દારૂૂનાં અધધ 96 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલી અને છ વર્ષમાં દારૂૂનાં 28 ગુનામાં સંડોવાઈ ચુકેલી બે મહિલા બુટલેગરો તેમજ શાપર વેરાવળની બે સહીત પાંચને હદપાર કરવામાં આવ્યા છે.

જેતપુર શહેરમાં 9 વર્ષમાં દારૂૂનાં અધધ 96 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલી માં જીવુબેન હસમુખભાઈ વડદોરીયા (ઉ.વ.41, રહે. ચામુંડાનગર) અને છ વર્ષમાં દારૂૂનાં 28 ગુનામાં સંડોવાઈ ચુકેલી સોનલબેન અશોકભાઈ વાઘેલા (ઉ.વ.38, રહે. વડલી ચોક)ને હદપાર કરી છે. પોલીસે જણાવ્યું કે જીવુબેન વડદોરીયા સામે 2018 થી લઈ 2026 સુધીમાં 95 જેટલા દારૂૂના અને 1 હદપારી ભંગ મળી કુલ 96 ગુના નોંધાયા છે.

જયારે સોનલ વાઘેલા 2021થી ર0ર6 સુધીમાં દારૂૂનાં 28 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકી છે. આ ઉપરાંત શાપર-વેરાવળમાં રહી અવાર-નવાર ગેરકાયદે પ્રવૃતી આચરતા પાંચશખ્સોને શાપર પોલીસે હદપાર કરાવ્યા હતા. જેમાં મયુરસિંહ સુખદેવસિંહ જાડેજા (ઉ.વ.20, રહે. શાંતીધામ સોસાયટી), સંજય પ્રેમજીભાઈ વાળા (ઉ.વ.28, રહે. પડવલા, તા. કોટડાસાંગાણી), વાલીબેન વાજસુરભાઈ વિજાણી (ઉ.વ.42, રહે. શાપર ઝુંપડામાં), અખરાજ ઉર્ફે સખરાજ હરસુખભાઈ વાલા (ઉ.વ.40, રહે. શાંતિધામ પાસે, ગણેશનગર, મ. પરા) અને રાજીબેન મેધાભાઈ માલાણી (ઉ.વ.42, રહે. શાપર)નો સમાવેશ થાય છે.

જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાથી એલસીબીના પી.આઈ વી.વી.ઓડેદરા તેમજ જેતપુરના પી.આઈ એ.ડી.પરમાર તેમજ શાપર વેરાવળના પી.આઈ આર.બી.રાણા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *