રાણપુરમાં કતલખાને લઇ જવાતા 9 પશુઓને બચાવી લેવાયા

  જીવદયા પ્રેમીઓની સતર્કતાથી પશુઓને બચાવાયા,9 પશુઓને પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા બોટાદ જિલ્લાના રાણપુરમાં મિલેટ્રી ચોકડી પાસેથી 9 પશુઓને કતલખાને લઈ જતા બચાવવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર…

 

જીવદયા પ્રેમીઓની સતર્કતાથી પશુઓને બચાવાયા,9 પશુઓને પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા

બોટાદ જિલ્લાના રાણપુરમાં મિલેટ્રી ચોકડી પાસેથી 9 પશુઓને કતલખાને લઈ જતા બચાવવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના જીવદયા પ્રેમીઓ લાલજીભાઈ મીર અને રમેશભાઈ સાટીયાને બાતમી મળી હતી.તેમણે શંકાસ્પદ ટ્રકનો પીછો કરી રાણપુર પોલીસને જાણ કરી હતી.પોલીસે તપાસ કરતા ટ્રકમાંથી ક્રૂરતાથી બાંધેલા 9 પશુઓ મળી આવ્યા હતા. ડ્રાઈવર પાસે પશુઓની હેરફેર માટેનું કોઈ પાસ પરમીટ નહોતું. ડ્રાઈવરની ઓળખ જૂનાગઢ જિલ્લાના માણાવદરના અજીતભાઈ અરજણભાઈ હાડગરડા તરીકે થઈ હતી.

પોલીસે તમામ પશુઓને રાણપુર પાંજરાપોળમાં મોકલી આપ્યા છે. ડ્રાઈવર સામે પશુઓને કતલખાને લઈ જવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે 9 પશુઓ અને ટ્રક મળી કુલ રૂૂપિયા 9 લાખ 70 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *