ઉત્તરાયણનો તહેવાર શરૂ થવાને હોવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કેટલાક લોકો પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુકકલોનું વેચાણ કરતા હોય છે.ત્યારે પોલીસ દ્વારા પણ આવા તત્વોને પકડી પાડીને કડક કાર્યવાહી કરવામાં આવે છે.
આ કામગીરી અંતર્ગત રાજકોટ શહેર પોલીસે રેલનગર અને લાપાસરી રોડ પરથી બે વ્યક્તિની ચાઈનીઝ દોરીના 87 ફિરકા સાથે ઝડપી લીધા હતા.વધુ વિગતો મુજબ,પ્ર. નગરના પીઆઇ વસાવાની રાહબરીમાં પીએસઆઈ બેલીમ,રવિભાઈ ચાવડા અને મયુરરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેલનગરના પેટ્રોલ પંપની સામે સ્પેસિફિક સ્ટાર બિલ્ડીંગની સામે જાહેર રોડ પાસેથી સુભાસચંદ્ર બોઝ આવાસમાં રહેતા રાહુલ બિપિન બાટવિયાને રૂા.6550ની 53 ચાઈનીઝ ફીરકી અને એક સગીર છાત્રને લપાસરી રોડ પરથી 34 ચાઈનીઝ ફીરકી રૂા.5100 સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
—-