પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા 81 વેપારીઓને 2015નો કરાયો દંડ

મહાનગરપાલિકાના સોલીડવેસ્ટ વિભાગ દ્વારા ફરી વખત 20 માક્રોનથી નીચેનુ પ્લાસ્ટિક વાપરતા ધંધાથીઓ વિરૂદ્ધ ઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત આજે ત્રણેયઝોનમાં ચેકિંગ હાથ ધરતા 81…

મહાનગરપાલિકાના સોલીડવેસ્ટ વિભાગ દ્વારા ફરી વખત 20 માક્રોનથી નીચેનુ પ્લાસ્ટિક વાપરતા ધંધાથીઓ વિરૂદ્ધ ઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત આજે ત્રણેયઝોનમાં ચેકિંગ હાથ ધરતા 81 વેપારીઓ આ પ્રકારના ઝબલા અને પ્લાસ્ટિકનો વપરાશ કરતા ઝડપાઇ જતા રૂા.2015નો દંડ કરવામાં આવ્યો હતો. જયારે આ પ્લાસ્ટિક કોની પાસેથી ખરીદવામાં આવ્યુ તેની પૂછપરછ કરવામાં ન આવતા જથ્થાબંધ પ્લાસ્ટિકના વેપારીઓને ફરી એકવખત છૂટો દરો મળી ગયો છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ 2021 અન્વયે આજરોજ એમ કુલ 02 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં આજરોજ એમ કુલ 02 દિવસ દરમ્યાન ત્રણેય ઝોનમાંથી કુલ 81 આસામીઓ પાસેથી રૂ.20150/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. 5ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસરની હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર/ સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *