રૂરલ એસ.પી. સહિત વધુ 8ને કોરોના વળગ્યો

તા. 19ના પ્રથમ કેસ આવ્યા બાદ 16 દિવસમાં આંકડો 52 એ પહોંચ્યો, 12 દર્દી સાજા થયા હજુ 40 સારવારમાં રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે…

તા. 19ના પ્રથમ કેસ આવ્યા બાદ 16 દિવસમાં આંકડો 52 એ પહોંચ્યો, 12 દર્દી સાજા થયા હજુ 40 સારવારમાં

રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. આજ સુધીમાં લગભગ તમામ વોર્ડમાંથી એકલ દોકલ કોરોનાના કેસ આવી રહ્યા છે. જેમાં આજે પણ વધુ આઠ પોઝેટીવનો ઉમેરો થયો છે.
રાજકોટ રૂરલ એસપી સહિત આઠ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા તમામને હોમ આઈસોલેટ કરી સારવાર શરૂ કરવામાં આવી છે. તા. 19ના રોજ પ્રથમ કેસ આવેલ ત્યાર બાદ 16 દિવસમાં 52 કેસ નોંધાયા છે. અને 12 દર્દીને સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. જ્યારે હાલ શહેરમાં 40 એક્ટિવ કેસ હોવાનું આરોગ્ય વિભાગમાંથી જાણવા મળેલ છે.

શહેરમાં આજે વધુ નવા આંઠ કોરોના પોઝીટીવ કેસ આરોગ્ય વિભાગમાં નોંધાયા હતાં. જેમાં વોર્ડ નં. 9 યુનિવર્સિટી રોડ પુરુષ ઉ.વ.48, વોર્ડ નં. 8 વૈશાલીનગર મહિલા ઉ.વ.30 તથા નવજોત પાર્ક પુરુષ ઉ.વ. 45, વોર્ડ નં. 12 રામધણ પાસે પુરુષ ઉ.વ. 44, વોર્ડ નં. 11 કોકોનેટ પાર્ટીપ્લોટ રોડ પુરુષ ઉ.વ.62, વોર્ડ નં. 3 રેલનગર પુરુષ ઉ.વ. 44, વોર્ડ નં. 2 નહેરુનગર પુરુષ ઉ.વ. 79 અને વોર્ડ નં. 7 કિશાનપરા પુરુષ ઉ.વ. 26 સહિત નવા 8 કેસ નોંધાયા છે.

આ તમામ દર્દીની ટ્રેવેલ્સ હિસ્ટ્રી ન હોવાથી લોકલ સંક્રમણના આધારે કોરોના પોઝેટીવ થયા હોવાનું જાણવા મળેલ છે. તેવી જ રીતે તમામ દર્દીઓએ વેક્સિનેશનના સંપૂર્ણ ડોઝ લઈ લીધાનું જાણવા મળેલ છે. હાલના તમામ દર્દીઓને હોમ આઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે. તેઓની સ્થિતિ સ્ટ્રેબલ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. તા. 9થી શરૂ થયે કોરોનાના કેસનો આંકડો આજ સુધીમાં 52 પર પહોંચ્યો છે. જે પૈકી 12 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. જ્યારે હાલ 40 એક્ટિવ કેસ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.

શહેરમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થતાં આરોગ્ય વિભાગે એડવાઈઝરી જાહેર કરી આ વખતે કોરોના ગંભીર ન હોવાનું જણાવી કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પણે પાલન કરવાનો અનુરોધ કરવામાં આવી રહ્યો છે.તેમજ કોરોનાના લક્ષણો જણાય ત્યારે નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *