રાજકોટ RTOના AI ટ્રેકમાં 75% નાપાસ, દોઢ માસમાં નવો ટ્રેક બનશે

રાજ્યના વાહન-વ્યવહાર નિગમ દ્વારા રાજકોટ સહિત 38 જિલ્લાની RTO કચેરી ખાતે આધુનિક AI ટ્રેકનું નિર્માણ કરાયું છે. જોકે તેને કારણે પાક્કા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ…

રાજ્યના વાહન-વ્યવહાર નિગમ દ્વારા રાજકોટ સહિત 38 જિલ્લાની RTO કચેરી ખાતે આધુનિક AI ટ્રેકનું નિર્માણ કરાયું છે. જોકે તેને કારણે પાક્કા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપનારાઓમાં નાપાસ થનારાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. રાજકોટમાં છેલ્લા ચાર મહિનામાં ફોર-વ્હીલરની ડ્રાઇવિંગ ટેસ્ટ આપનારાઓમાં 7,284માંથી 6,006 નાપાસ થયા છે. ત્યારે અહીં પાર્કિંગમાં વર્ચ્યુઅલના બદલે ફિઝિકલ પોલ મૂકવામાં આવ્યા છે.

આ ઉપરાંત પાકા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા દોઢ મહિના જેટલું લાંબુ વેટિંગ જોવા મળી રહ્યું છે, જેને કારણે રવિવારે અને રજાના દિવસે પણ ટ્રેક ચાલુ રાખવાની નોબત આવી છે. આ ઉપરાંત બીજો નવો AI ટ્રેક નિર્માણ પામી રહ્યો છે, જે દોઢ મહિનામાં તૈયાર થઈ જશે. જે બાદ લોકોની મુશ્કેલી દૂર થાય તેવી આશા સેવાઈ રહી છે.

રાજકોટના આરટીઓ અધિકારી ઇન્દ્રજીત ટાંકે જણાવ્યું કે, આરટીઓ કચેરીમાં હાલ નવો AI ટ્રેક બની રહ્યો છે, જેનું સંપૂર્ણ કામ દોઢ મહિનાની અંદર પૂરું થઈ જશે. જોકે, હાલ વેઈટિંગ પિરિયડ છે, એટલે કે પાક્કા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવતા લોકોને ટેસ્ટ માટે ઘણા દિવસો સુધી રાહ જોવી પડે છે. જેના અનુસંધાને અહીં દરેક રજાના દિવસે પણ ટ્રેક ચાલુ રાખીએ છીએ. આ ઉપરાંત રવિવારના દિવસે પણ ટ્રેક ચાલુ રાખવામાં આવે છે.

તેમણે જણાવ્યું કે, હાલ જે જૂનો AI ટ્રેક છે એ મુજબ જ નવો AI ટ્રેક બની રહ્યો છે. વેઈટિંગ વધુ હોવાને કારણે આ નવો ટ્રેક બનાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પાર્કિંગ માટેનું જે પહેલા બોક્સ હતું એ વર્ચ્યુઅલી હતું. હાલ પોલ મૂકીને લોકોને સારી રીતે સમજણ પડે તે રીતે બોક્સ બનાવવામાં આવેલ છે, જેથી એકંદરે સમગ્ર રાજ્યમાં પાસનો રેશિયો વધી રહ્યો છે. જ્યારે પાકુ ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે લોકો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે આવતા હોય છે, હાલ 45 દિવસનું વેઇટીંગ છે. જેની રજાના દિવસોમાં પણ ટ્રેક ચાલુ રહેશે તથા બીજો ટ્રેક પણ બની રહ્યો છે, તેથી વેઈટિંગ ઘણું ઘટી જશે. આ સાથે જ લોકોને એપોઇન્ટમેન્ટ રિ-શેડ્યુલ કરીને ડ્રાઇવિંગ ટેસ્ટની વ્યવસ્થા કરી દેવામાં આવે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *