રૂા.1.55 લાખનો મુદ્દામાલ કબજે
મોરબી નવલખી રોડ પર શ્રધ્ધા પાર્ક શેરીમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂૂની 734 બોટલો કિં રૂૂ. 1,55,608 નો મુદ્દામાલ મોરબી સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડતા મોરબી નવલખી રોડ પર શ્રધ્ધા પાર્ક શેરી નં -04મા રહેતા આરોપી અંકિત અરૂૂણભાઇ રાઠોડ એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂૂની બોટલ નંગ -734 કિં રૂૂ.1,55,608નો પોલીસે કબ્જે કરી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા ફરાર દર્શાવી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
