રાજુલાની યુવતીને સિંગર બનાવવાની લાલચ આપી 70 વર્ષના વૃદ્ધે દુષ્કર્મ આચર્યુ

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં યુવતીને સિંગર બનાવવાની લાલચ આપી હોટલ અને મકાનમાં લઈ જઈ બળજબરીપૂર્વક બળાત્કાર કર્યાની ગંભીર ઘટના સામે આવી છે. 70 વર્ષીય વૃદ્ધે…

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં યુવતીને સિંગર બનાવવાની લાલચ આપી હોટલ અને મકાનમાં લઈ જઈ બળજબરીપૂર્વક બળાત્કાર કર્યાની ગંભીર ઘટના સામે આવી છે. 70 વર્ષીય વૃદ્ધે શુટિંગના બહાને લઈ જઈ ગીર સોમનાથ જિલ્લાના ઉનાની યુવતી સાથે છેલ્લા ત્રણ વર્ષથી આ કૃત્ય કરવામાં આવ્યું હોવાની ફરિયાદ રાજુલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

બળજબરી અને શારીરિક ઈજાઓ આરોપીએ યુવતીની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યા હતા. સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય આચરતો અને બળજબરીથી મુખ મૈથુન કર્યું હતું. આ દરમિયાન યુવતીની છાતી, ગાલ, ખભા, પીઠ, સાથળ સહિત શરીરના વિવિધ ભાગો પર મોંથી બટકાં ભરી શારીરિક ઈજાઓ પહોંચાડવામાં આવી હતી.
સિંગર બનાવવાની લાલચ આપી બળાત્કાર આરોપી મહેશ ઉર્ફે જાની હરિશંકર ઝાખરાએ યુવતીને સિંગર બનાવવાની લાલચ આપી અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી ગોપી હોટલના રૂૂમમાં અને રાજુલાના એક રહેણાંક મકાનમાં લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. યુવતીના મરજી વિરુદ્ધ આ કૃત્ય અનેકવાર કરવામાં આવ્યું હતું.આ યુવતીને ધમકીઓ અને શારીરિક ઈજાઓ આરોપીએ બળાત્કાર દરમિયાન યુવતીને નગ્ન હાલતમાં તસવીરો ખેંચી તે વાઈરલ કરવાની ધમકી આપી હતી. સાથે જ યુવતી અને તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ દરમિયાન યુવતીને શારીરિક ઈજાઓ પણ પહોંચાડવામાં આવી
આ યુવતી દ્વારા રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. રાજુલા પી.આઈ.ની ટીમે આરોપી મહેશભાઈ ઝાખરાને પકડવા માટે કાર્યવાહી શરૂૂ કરી છે.

અમરેલી જિલ્લામાં બળાત્કારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સાવરકુંડલા, અમરેલી અને બગસરા વિસ્તારમાં અગાઉ પણ દુષ્કર્મની ઘટનાઓ સામે આવી હતી.ત્યારે હવે રાજુલામાં આ નવી ઘટના સામે આવતા લોકોમાં રોષ અને નારાજગી જોવા મળી રહી છે.હવસખોર તત્વો સામે કડક કાર્યવાહીની માગ આ ઘટનાએ લોકોમાં ભારે આક્રોશ પેદા કર્યો છે. હવસખોર તત્વો સામે કડક પગલાં લેવા અને આવા ગુનાઓને રોકવા માટે લોકો સરકાર અને પોલીસ તંત્ર પાસે માગ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *