મોરબી હાઈવે પર ટ્રક સાથે બાઈક અથડાતા 7 વર્ષની બાળકીનું મોત

પતિ-પત્નીને ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા, ટ્રકચાલક ફરાર મોરબીના સામાકાંઠે આવેલ માળીયા ફાટક ઓવરબ્રિજ ઉતરતા માળિયા તરફ ચંગાલશા પીરની દરગાહ સામે નાલા પહેલા નેશનલ હાઇવે રોડ…

પતિ-પત્નીને ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા, ટ્રકચાલક ફરાર

મોરબીના સામાકાંઠે આવેલ માળીયા ફાટક ઓવરબ્રિજ ઉતરતા માળિયા તરફ ચંગાલશા પીરની દરગાહ સામે નાલા પહેલા નેશનલ હાઇવે રોડ પર ટ્રક બાઈક સાથે અથડાતા બાઈક નીચે પડી જતા બાઈક પર સવાર સાત વર્ષની માસૂમ બાળકી ટ્રકના વ્હીલમાં આવી જતા બાળકીનુ મોત નિપજ્યું હતું જ્યારે દંપતી ઇજાગ્રસ્ત થયા હતાં. આ બનાવ અંગે યુવકે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ વેજીટેબલ રોડ પર ભીમસર સરકારી નિશાળ પાસે રહેતા પીન્ટુભાઈ ચનાભાઈ પરમાર (ઉ.વ.26) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર-જીજે-37-ટી-6990 ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલાવાળુ વાહન ટ્રક રજીસ્ટર નં-ૠઉં-37-ઝ-6990 વાળુ પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી પોતાની આગળ જતા ફરીયાદીના હીરો મોટરસાયકલ રજીસ્ટર નં-GJ-36-ચ-3770ની સાઇડ કાપી ડાબી બાજુ દબાવી ફરીયાદીના મોટરસાયકલની જમણી બાજુના હેન્ડલ સાથે અથડાવી મોટરસાયકલને પછાડી દઇ ફરીયાદિના બાઈકમા બેસેલ ફરીયાદીની દીકરા આયુષી ઉ.વ-07 વર્ષ વાળી ટ્રકના પાછળના વ્હીલમાં આવી જતા માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી મોત નિપજાવી તથા ફરીયાદીને જમણા પગે ઘુંટણમાં સામાન્ય ઇજા ફરીયાદીના પત્નિ અશ્મીતાબેન ને જમણા હાથે અંગુઠાના ભાગે ફેક્ચર જેવી ઇજા પહોંચાડી ટ્રક લઇ નાસી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *