ભાવનગરમાં 1.16 કરોડની વ્હેલ માછલીની ઊલટીનું વેચાણ કરવા નીકળેલો શખ્સ ઝડપાયો

  વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ઊલટી (એમ્બર ગ્રીસ) નું વેચાણ કરવુ ગેરકાયદેસર છે આરોપીને એમ્બર ગ્રીસનો જથ્થો ચાર વર્ષ પહેલા ઘોઘાના દરિયા કિનારેથી મળ્યો…

 

વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ઊલટી (એમ્બર ગ્રીસ) નું વેચાણ કરવુ ગેરકાયદેસર છે

આરોપીને એમ્બર ગ્રીસનો જથ્થો ચાર વર્ષ પહેલા ઘોઘાના દરિયા કિનારેથી મળ્યો હતો

શહેરના શિવાજી સર્કલથી મંત્રેશ કોમ્પલેક્ષ સર્કલ જવાના રોડ પરથી રૂૂ.1.16 કરોડની કિંમતના વ્હેલ માછલીની ઉલ્ટીના જથ્થા સાથે એક શખ્સને સ્પેશિયલ ઓપરેશન ગૃપે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગરમાં ગેરકાયદેસર ચાલતા વિવિધ આંતરરાષ્ટ્રીય દાણચોરીના ગોરખ ધંધા ઉપર વોચ રાખવા સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન એસ.ઓ.જી.ની ટીમને શહેરના શિવાજી સર્કલથી મંત્રેશ કોમ્પલેક્ષ સર્કલ જવાના રોડ પર યોગીસ્મૃતિ કોમ્પલેક્ષ પાસે અમરૂૂ સેલારભાઇ દેસાઇ (રહે.ખડસલીયા, તા.જી ભાવનગર)નામનો શખ્સ વ્હેલ માછલીની ઉલ્ટી ચોરી છુપીથી લાવી શંકાસ્પદ વેચાણ કરવા સારૂૂ રાખેલ હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગૃપે શિવાજી સર્કલથી મંત્રેશ કોમ્પલેક્ષ સર્કલ જવાના રોડ પર વોચ ગોઠવી હતી અને આ દરમિયાન વ્હેલ માછલીની ઉલ્ટી નામનો મુલ્યવાન પદાર્થ વેચવાની ફિરાકમાં પસાર થઈ રહેલ અમરૂૂ સેલારભાઇ દેસાઇને અટકાવી તપાસ કરતા તેની પાસે રહેલા થેલામાંથી વ્હેલ માછલીની ઉલ્ટી મળી આવી હતી. જે બાદ પોલીસે આ ઘટના અંગે તુરંતજ વનવિભાગને જાણ કરી અને વનવિભાગના અધિકારીઓને સાથે રાખી વ્હેલ માછલીની ઉલ્ટીનું વજન અને પાંચનામું કર્યું હતું. જેમાં પોલીસે રૂૂ.1,16,50,000ની કિંમતની વ્હેલ માછલીની 1.165 કિગ્રા ઉલ્ટીના જથ્થા સાથે અમરૂૂ સેલારભાઇ દેસાઇને ઝડપી લઇ તેના વિરૂૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ઘોઘારોડ પોલીસને સોંપ્યો હતો.

શિવાજી સર્કલ નજીક વ્હેલ માછલીની ઉલ્ટી સાથે પકડી પાડેલા અમરૂૂ સેલારભાઇ દેસાઇ પાસે આ પદાર્થ છેલ્લા ચાર વર્ષથી હતો અને ઘોઘાના દરિયા કિનારેથી મળી આવ્યો હતો. તદુપરાંત તે આ ઉલ્ટી ઉંચા ભાવે વેચવાની ફિરાકમાં હતો તેમ એસઓજીના પીઆઈ સુનેસરાએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *