આટકોટ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ ઉપર હુમલો, ફરજમાં રૂકાવટની ફરિયાદ

આટકોટ પોલીસ સ્ટેશનમાં કાયદાના રક્ષક પર હુમલાની ઘટના બની છે. હુમલામાં ફરજ પર તૈનાત પોલીસ કોન્સ્ટેબલને ઇજાઓ પહોંચતા આ ઘટના સંદર્ભે આટકોટ પોલીસે સરકારી કર્મચારી…

આટકોટ પોલીસ સ્ટેશનમાં કાયદાના રક્ષક પર હુમલાની ઘટના બની છે. હુમલામાં ફરજ પર તૈનાત પોલીસ કોન્સ્ટેબલને ઇજાઓ પહોંચતા આ ઘટના સંદર્ભે આટકોટ પોલીસે સરકારી કર્મચારી પર હુમલો અને ફરજમાં રૂૂકાવટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, જૂના જશાપર ગામે છેડતીની ફરિયાદ મળતા જનરક્ષક-112 ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કેફી પ્રવાહી પીધેલી હાલતમાં રહેલા આરોપી મયુર પરમારને કસ્ટડીમાં લઈ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન ભોગ બનનાર યુવતીના પિતા ખોડાભાઈ પ્રેમજીભાઈ દાફડા પરિવાર સાથે પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસ જ્યારે કાયદેસરની ફરિયાદ લખવાની પ્રક્રિયા કરી રહી હતી, તે જ સમયે મધ્યરાત્રિએ અચાનક ખોડાભાઈ દાફડા ઉશ્કેરાઈ ગયા હતા અને હાજર સ્ટાફ સાથે અપશબ્દો બોલી ઉંચા અવાજે બોલાચાલી કરવા લાગ્યા હતા. પોલીસ સ્ટાફે શાંતિપૂર્વક વાત કરવા સમજાવવાનો પ્રયાસ કરવા છતાં આરોપી વધુ હિંસક બન્યો હતો અને સ્ટાફ સાથે ઝપાઝપી શરૂૂ કરી દીધી હતી.

જેમાં ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલ લાલજીભાઈ ઝાપડીયાને ઇજાઓ થઇ હતી. અંતે, હાજર પોલીસ અધિકારીઓ અને સ્ટાફે જરૂૂરી બળપ્રયોગ કરીને હુમલાખોર પિતા ખોડાભાઈ દાફડાને કાબૂમાં લીધો હતો. રાજ્ય સેવક હોવાનું જાણવા છતાં કાયદેસરની ફરજમાં રૂૂકાવટ ઊભી કરવા બદલ પોલીસ હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ મેપાભાઇ ધ્રાંગીયાની ફરિયાદના આધારે આટકોટ પોલીસે ખોડાભાઈ દાફડા સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *