થર્ટી ફર્સ્ટના દિવસે પ્યાસીઓને વેચવા માટે લવાયેલી દારૂની 624 બોટલ ઝડપાઇ

  થર્ટી ફર્સ્ટ પુર્વે પોલીસ દ્વારા જાહેર માર્ગો પર અને રાજકોટ શહેરના એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ પર જડબેસલાક ચેકીંગ હાથ ધરવામા આવી રહયુ છે ત્યારે…

 

થર્ટી ફર્સ્ટ પુર્વે પોલીસ દ્વારા જાહેર માર્ગો પર અને રાજકોટ શહેરના એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ પર જડબેસલાક ચેકીંગ હાથ ધરવામા આવી રહયુ છે ત્યારે ગઇકાલે સાંજના સમયે કાલાવડ રોડ પર વૃંદાવન સોસાયટી પાસે જાહેરમા દારૂ ભરેલી રીક્ષામા નીકળેલા શખ્સને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો. તેમની પાસેથી કુલ 6ર4 નાની દારૂની બોટલ સહીત રૂ. 1.4પ લાખનો મુદામાલ કબજે કરવામા આવ્યો છે.

ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ. આર. ગોંડલીયા, મનોજ ડામોર અને સી. એચ. જાદવની રાહબરીમા પીએસઆઇ એમ. કે. મોવલીયા, રણજીતસિંહ પઢારીયા, તુલશીભાઇ ચુડાસમા, સંજયભાઇ ખાખરીયા, રમેશભાઇ માલકીયા સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમા હતો ત્યારે બાતમી મળી કે કાલાવડ રોડ વૃંદાવન સોસાયટી પાસે રૂડા 1 મેઇન રોડ, અપુર્વ મકાન પાસે એક રીક્ષામા દારૂ ભરેલો છે. જેથી ક્રાઇમ બ્રાંચની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા રીક્ષામા અલગ અલગ બ્રાન્ડની 6ર4 બોટલ મળી આવી હતી. તેમજ ચાલકની પુછપરછ કરતા પોતે પોતાનુ નામ મુસ્તુફા સલીમભાઇ પઠાણ (રહે. આરએમસી કવાટર, બ્લોક નં 10 વૃંદાવન સોસાયટી પાસે, સયાજી હોટલની સામે) હોવાનુ જણાવ્યુ હતુ. તેમજ ક્રાઇમ બ્રાંચે આરોપીની ધરપકડ કરી દારૂનો જથ્થો કયાથી લાવ્યો એ અંગે પુછપરછ કરવામા આવી રહી છે. તેમજ આરોપીએ કબુલ્યુ હતુ કે આજે થર્ટી ફર્સ્ટ હોય જેથી આ દારૂનો જથ્થો પોતે પ્યાસીઓને વેચવા માટે લાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *