સુરતમાં Chatgpt થી પરીક્ષામાં ચોરી કરતાં 6 વિદ્યાર્થી ઝડપાયા, તમામની પરીક્ષા રદ

MBBSની પરીક્ષામાં AIની મદદથી જવાબ લખતા હતાં, 10 હજારનો દંડ પણ ફટકારાયો સુરત શહેરમાં ઉચ્ચ શિક્ષણની પ્રતિષ્ઠા પર પ્રશ્નાર્થ ઊભો કરતો એક ચોંકાવનારો બનાવ સામે…

MBBSની પરીક્ષામાં AIની મદદથી જવાબ લખતા હતાં, 10 હજારનો દંડ પણ ફટકારાયો

સુરત શહેરમાં ઉચ્ચ શિક્ષણની પ્રતિષ્ઠા પર પ્રશ્નાર્થ ઊભો કરતો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે લેવામાં આવતી MBBS પરીક્ષામાં હાઈટેક પદ્ધતિથી ચોરી કરતા છ વિદ્યાર્થીઓ ઝડપાઈ ગયા છે. આ વિદ્યાર્થીઓએ આધુનિક ટેકનોલોજીનો દુરુપયોગ કરીને ChatGPT જેવી AI ટૂલનો સહારો લીધો હતો. પરીક્ષા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા હોવાનું નિરીક્ષકોના ધ્યાનમાં આવ્યું હતું. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે તેઓ મોબાઇલ ડિવાઇસ અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો મારફતે ChatGPTનો ઉપયોગ કરી પ્રશ્નોના જવાબ મેળવતા હતા. આ પદ્ધતિથી તેઓ પરીક્ષામાં ગેરરીતિ આચરી રહ્યા હતા.

યુનિવર્સિટી સત્તાધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરતાં તમામ છ વિદ્યાર્થીઓને પકડી પાડ્યા હતા. તેમના સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. દરેક વિદ્યાર્થી પર 10 હજાર રૂૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને તેમની હાલની પરીક્ષા પણ રદ કરવામાં આવી છે.

આ બનાવને લઈને શૈક્ષણિક વર્તુળોમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે ટેકનોલોજીનો સકારાત્મક ઉપયોગ થવો જોઈએ, પરંતુ આ પ્રકારની ગેરરીતિઓ શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતા પર અસર કરે છે. યુનિવર્સિટીએ આગળથી આવી ઘટનાઓ ન બને તે માટે વધુ કડક દેખરેખ અને નિયમો અમલમાં મૂકવાની ખાતરી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *