ગોંડલના પૂર્વ MLAના ભત્રીજા ઉપર હુમલો કરનાર 6 શખ્સોને 3 વર્ષની સજા

ગોંડલના પૂર્વ પાટીદાર ધારાસભ્ય ચંદુભાઈ વઘાસીયાના ભત્રીજા અમિત વઘાસિયા ઉપર વર્ષ 2016માં માણેકવાડાના દિવ્યરાજ સિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, રાજભા જાડેજા, જીતેન્દ્રસિંહ જાડેજા, દીપુભા જાડેજા, કુલદીપ…

ગોંડલના પૂર્વ પાટીદાર ધારાસભ્ય ચંદુભાઈ વઘાસીયાના ભત્રીજા અમિત વઘાસિયા ઉપર વર્ષ 2016માં માણેકવાડાના દિવ્યરાજ સિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, રાજભા જાડેજા, જીતેન્દ્રસિંહ જાડેજા, દીપુભા જાડેજા, કુલદીપ સિંહ જાડેજા સહિતનાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેની સામે અમિત વઘાસિયાએ ફરિયાદ નોંધાવતા આઇપીસી કલમ 323 324 325 મુજબ ગુનો દાખલ થયો હતો.

અને આ કેસ ગોંડલ કોર્ટના ન્યાયમૂર્તિ હેમાંગ એ ત્રિવેદી સાહેબની કોર્ટમાં ચાલી જતા અદાલતે 17 જેટલા વિટનેસ, ડોક્યુમેન્ટ તપાસી તમામ ક્ષત્રિય આરોપીઓને પ્રથમ ત્રણ વર્ષની સજા ફટકારી હતી બાદમાં વકીલ દ્વારા પ્રોબેશન અરજી કરાતા અદાલતે તેને ધ્યાને પ્રોબેશનનો લાભ આપી મુક્ત કર્યા હતા આરોપીઓના એડવોકેટ તરીકે ભગીરથસિંહ ડોડીયા, વિજયરાજ સિંહ જાડેજા, એસ.એમ ભટ્ટી તેમજ કમલેશભાઈ ચનિયારા રોકાયા હતા. એડવોકેટ વિજયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અદાલતે આઇપીસી 325માં આરોપીઓને ત્રણ વર્ષની સજા ફટકારી હતી બાદમાં ધારા શાસ્ત્રીઓ દ્વારા પ્રોબેશન અરજી કરાતા તેને ધ્યાને લઈ પ્રોબેશન એક્ટનો લાભ આપી મુક્ત કરવામાં આવ્યા હતા તેમજ આ કેસમાં ફરિયાદીને 15,000, ઈજા પામનારને 15000 તેમજ અન્ય એક વ્યક્તિને 7000નું વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *