પોલીસે રોકડા રૂપિયા 22,210 નો મુદ્દામાલ કબ્જે કર્યો
બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા દ્વારા સમગ્ર જિલ્લામાં જુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવાની સૂચના આપવામાં આવેલ હોય જે સૂચનાને લઈને રાણપુર પોલીસ સ્ટેશનના ઙઈં એસ.એ.પટેલના માર્ગદર્શન હેઠળ રાણપુર પોલીસ સ્ટાફના ડી.આર. કમેજળીયા,મનસુખભાઈ કમેજળીયા,ધરમશીભાઈ ધરજીયા, પ્રદિપસિંહ ડોડીયા,મનહરસિંહ પરમાર સહિતના પોલીસ સ્ટાફ ના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રાણપુર તાલુકાના અળવ ગામમાં સોનગરા ચોકમાં જાહેરમાં ગંજીપત્તા વડે તીનપત્તીનો હારજીત નો જુગાર રમતા 6 ઈસમોને ઝડપી પાડ્યા જેમાં રણજીતભાઈ સાર્દુળભાઈ ખાચર,અતુલભાઇ વશરામભાઈ બાવળીયા, સંજયભાઈ ગોવિંદભાઈ બાવળીયા, જગદીશભાઈ કાળુભાઈ બાવળીયા, દીપસંગભાઈ ભુપતભાઈ રાઠોડ,બાબુભાઈ ગોરધનભાઈ સોલંકી તમામ રહે અળવ વાળાને રોકડા રૂૂપિયા 22,210 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તમામ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
