રાજકોટ સહિત ગુજરાતની નામાંકિત હોટલ-રેસ્ટોરન્ટમાં આઇટીના દરોડા

ગ્રાહકો પાસેથી બિલના રૂપિયા વસુલી રેકોર્ડમાંથી બિલનો નાશ કરી ટેક્ષ ચોરીના કૌભાંડનો પર્દાફાશ ઇન્કમટેકસ વિભાગ દ્વારા પ્રથમ વખત એઆઇની મદદથી ડેટા એનાલિસિસ કરી તપાસ શરૂ…

ગ્રાહકો પાસેથી બિલના રૂપિયા વસુલી રેકોર્ડમાંથી બિલનો નાશ કરી ટેક્ષ ચોરીના કૌભાંડનો પર્દાફાશ

ઇન્કમટેકસ વિભાગ દ્વારા પ્રથમ વખત એઆઇની મદદથી ડેટા એનાલિસિસ કરી તપાસ શરૂ કરી

ગુજરાત સહિત દેશભરની રેસ્ટોરન્ટ્સમાં ચાલતી આવકવેરા અને જીએસટીની ચોરી ડામવા માટે આવકવેરા વિભાગે આક્રમક કાર્યવાહી શરૂૂ કરી છે. ગ્રાહકો પાસેથી બિલ બનાવી નાણાં વસૂલ્યા બાદ રેકોર્ડમાંથી બિલનો નાશ કરી દેવાની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે. હવે આ પ્રકારની ડિજિટલ ચોરી પકડવા માટે ઈન્કમ ટેક્સ વિભાગે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બિગ ડેટા એનાલિટિક્સનો સહારો લીધો છે. ગુજરાતમાં રાજકોટ સહીત સાત મોટા શહેરોની નામાંકિત મોટી રેસ્ટોરન્ટ્સ આવકવેરા વિભા ના રડાર પર છે, જે ગ્રાહકો પાસેથી નાણાં વસૂલી બિલનો નાશ કરીને ટેક્સ ચોરી કરે છે. આ પ્રકારની ગેરરીતિ દ્વારા આવક છુપાવનાર માલિકો સામે કડક કાયદેસરની કાર્યવાહી અને દંડ વસૂલવામાં આવશે.

રાજકોટ ઉપરાંત અમદાવાદ,વડોદરા,સુરત, ભરૂૂચ, નવસારી સહિતના કેટલાક પ્રમુખ ગુજરાતના સાત મુખ્ય શહેરોની મોટી રેસ્ટોરન્ટ્સના બીલના ડેટાનું એનાલિટિક્સ કરતા ટેક્ષ ચોરીનું આ કૌભાંડ સામે આવ્યું છે. હાલ ગુજરાતની કેટલીક નામાંકિત હોટલ અને રેસ્ટોરેન્ટ અત્યારે ઇન્કમ ટેક્સના રડાર પર છે. ઇન્કમટેક્ષના અધિકારીઓના જણાવ્યાનુસાર, મોટા પ્રમાણમાં ડેટાના વિશ્ર્લેષણ બાદ જે માલિકોએ જાણીજોઈને આવક દબાવી છે, તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી અને દંડની વસૂલાત કરવામાં આવશે. ઇન્કમટેક્ષની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, અનેક રેસ્ટોરાં માલિકોએ ખાસ પ્રકારના બિલિંગ સોફ્ટવેર ડેવલપ કરાવ્યા હતા. આ સોફ્ટવેરની મદદથી રોકડમાં લેવાયેલા બિલના ડેટા સિસ્ટમમાંથી ડિલીટ કરી દેવામાં આવતા હતા. સત્તાવાર રેકોર્ડમાં માત્ર જૂજ વેચાણ જ દર્શાવીને ઇન્કમ ટેક્સ અને જીએસટીની જવાબદારી ઘટાડી દેવામાં આવતી હતી. ટેક્સ રિટર્ન ફાઈલ કરતા પહેલા છેલ્લા 30 દિવસના બિલિંગ રેકોર્ડ્સ એકસાથે સાફ કરી દેવામાં આવતા હતા, જેથી અધિકારીઓને ગેરરીતિની ગંધ ન આવે.

અમદાવાદના ડેટા સેન્ટર પરથી ફૂટ્યો ભાંડો હતો અને ત્યાર બાદ ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા ગુજરાતના સાત શહેરોની મોટી રેસ્ટોરન્ટ ઉપર તપાસ કેન્દ્રિત કરી છે. આવકવેરા વિભાગે અમદાવાદ સ્થિત એક મોટી સોફ્ટવેર કંપનીના ડેટા સેન્ટર પરથી અંદાજે 60 ટેરાબાઇટ જેટલો વિશાળ ટ્રાન્ઝેક્શન ડેટા જપ્ત કર્યો છે. આ સોફ્ટવેર પ્લેટફોર્મ દેશના બિલિંગ માર્કેટનો 10 ટકા હિસ્સો ધરાવે છે અને તેની સાથે દેશભરની 1.77 લાખ રેસ્ટોરન્ટ્સના આઈડી જોડાયેલા છે. પરંપરાગત પદ્ધતિઓને બદલે હવે ટેકનોલોજી દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. લાખો ટ્રાન્ઝેક્શનનું વિશ્ર્લેષણ કરી ક્યાં અને કેવી રીતે ડેટામાં છેડછાડ થઈ છે તે શોધવામાં આવી રહ્યું છે. અમદાવાદની ફોરેન્સિક અને એનાલિટિક્સ લેબમાં સોફ્ટવેરના કોડિંગ અને ડિલીટ થયેલા ડેટાની રિકવરી માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા શંકાસ્પદ આર્થિક વ્યવહારોની પેટર્ન પકડવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *