અમદાવાદ એરપોર્ટ પરથી 6 કિલો હેરોઈન પકડાયું, સાબુના બોક્સમાં પેક કરી લાવ્યો હતો મુસાફર

  ગુજરાતમાંથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાય છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પરથી ફરી એક વાર મોટી માત્રામાં હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો છે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકેથી…

 

ગુજરાતમાંથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાય છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પરથી ફરી એક વાર મોટી માત્રામાં હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો છે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકેથી 6 કિલોથી વધુ હેરોઇનના જથ્થાં સાથે કસ્ટમ્સ વિભાગે એક વ્યક્તિને ઝડપી પાડયો છે. ભારતીય બજાર પ્રમાણે હેરોઇનનો એક કિલોની કિંમત 2 કરોડ થાય છે. પરંતુ આંતરરાષ્ટ્રીય બજાર કિંમત પ્રમાણે એક કિલોના 5 કરોડની રકમ આંકી શકાય છે. એટલે આંતરરાષ્ટ્રીય બજાર કિંમત પ્રમાણે જોવા જઇએ તો અંદાજે 30 કરોડથી વધુ કિંમતનો હેરોઇનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

6 કિલોથી વધુ હેરોઇનના જથ્થાં સાથે એક વ્યક્તિને પકડી પાડ્યો છે. તેની પૂછતાછમાં તે ચેન્નાઇનો રહીશ હોવાનું સામે છે. તેને આ જથ્થો અહીંયા લાવવા બદલ 30 હજાર રૂપિયા આપવામાં આવ્યો હોવાની કબૂલાત કરી છે. તે એરપોર્ટ પર ઉતરતાં જ કેરિયર આ જથ્થો લેવા આવ્યો હતો. પરંતુ પેસેન્જર પકડાઇ ગયો હોવાથી ફોન ઉપાડી શક્યો ન હતો. પરંતુ તે મોબાઇલના આધારે કસ્ટમ્સ વિભાગે તપાસ હાથ ધરી છે.

પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે અમદાવાદ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)ના અધિકારીઓએ ગઇકાલે 9 ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ એરપોર્ટ ખાતે એર એશિયા ફ્લાઇટ નંબર AK-91 દ્વારા કુઆલાલંપુરથી આવતા એક પુરુષ મુસાફરને અટકાવ્યો હતો. તેના સામાનની ચકાસણી કરતાં મુસાફરના સામાનમાંથી પ્રતિબંધિત માદક દ્રવ્ય ધરાવતા કુલ 29 પેકેટ મળી આવ્યા હતા. માદક દ્રવ્યોને કુદરતી સાબુ અને હર્બલ સાબુ બારના રૂપમાં કુશળતાપૂર્વક છુપાવવામાં આવ્યા હતા, જે મૂળ સાબુ પેકેજિંગ બોક્સમાં પેક કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલ પદાર્થના પ્રારંભિક પરીક્ષણમાં હેરોઈનની હાજરી દર્શાવવામાં આવી હતી.

26 સાબુના કદના બોક્સ અને 3 સફેદ પરબિડીયાઓમાં છુપાયેલ 6.8 કિલો (કુલ) શંકાસ્પદ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વધુ તાપસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *