સરકારી પ્રોટોકોલમાં જન-ગણ-મન પહેલા વંદે માતરમ્ ફરજિયાત

શ્રોતાઓએ 3.10 મિનિટના ગાનમાં સાવધાન મુદ્રામાં ઉભા રહેવું પડશે, કેન્દ્ર સરકારે બહાર પાડેલી વિસ્તૃત માર્ગદર્શિકા “જન ગણ મન” રાષ્ટ્રગાનની જેમ હવે રાષ્ટ્રગીત “વંદે માતરમ” હવે…

શ્રોતાઓએ 3.10 મિનિટના ગાનમાં સાવધાન મુદ્રામાં ઉભા રહેવું પડશે, કેન્દ્ર સરકારે બહાર પાડેલી વિસ્તૃત માર્ગદર્શિકા

“જન ગણ મન” રાષ્ટ્રગાનની જેમ હવે રાષ્ટ્રગીત “વંદે માતરમ” હવે સરકારી કાર્યક્રમોમાં વગાડવા અને ગાવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો રાષ્ટ્રગીત “વંદે માતરમ્” અને રાષ્ટ્રગાન “જન ગણ મન” એકસાથે ગવાય અથવા વગાડવામાં આવે છે તો “વંદે માતરમ” પહેલા વગાડવામાં આવશે. વધુમાં શ્રોતાઓએ તેના ગાવા અથવા વગાડતી વખતે સાવધાન મુદ્રામાં ફરજિયાત ઊભા રહેવું પડશે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેના નિર્દેશમાં જણાવ્યું હતું કે “વંદે માતરમ”ના છ છંદ 3 મિનિટ 10 સેક્ધડમાં પૂર્ણ કરવાના રહેશે. અનેક સત્તાવાર પ્રસંગોએ વગાડવું અથવા ગાવું પડશે. આમાં ત્રિરંગો લહેરાવવાનો, સરકારી કાર્યક્રમોમાં રાષ્ટ્રપતિનું આગમન, રાષ્ટ્રને તેમના ભાષણો અને સંબોધનો પહેલાં અને પછી તેમજ રાજ્યપાલોના આગમન અને ભાષણો પહેલાં અને પછીનો સમાવેશ થાય છે.

ગૃહ મંત્રાલયે એમ પણ જણાવ્યું હતું કે જો રાષ્ટ્ર ગીત ’વંદે માતરમ’ અને રાષ્ટ્રગાન ’જન ગણ મન’ એકસાથે ગવાય અથવા વગાડવામાં આવે તો ’વંદે માતરમ’ પહેલા વગાડવામાં આવશે. વધુમાં શ્રોતાઓએ તે ગાવામાં આવે અથવા વગાડવામાં આવે ત્યારે સાવધાન મુદ્રામાં ઊભા રહેવું પડશે. નવા આદેશ અનુસાર, જ્યારે પણ રાષ્ટ્રગીત સત્તાવાર રીતે ગવાય અથવા વગાડવામાં આવે ત્યારે શ્રોતાઓએ સાવધાન મુદ્રામાં ઊભા રહેવું પડશે. જો કે, જો રાષ્ટ્રગીત ફિલ્મના ભાગ રૂૂપે વગાડવામાં આવે છે, જેમ કે ન્યૂઝરીલ અથવા દસ્તાવેજી તો પ્રેક્ષકો પાસેથી ઊભા રહેવાની અપેક્ષા રાખવામાં આવશે નહીં, કારણ કે ઉભા રહેવાથી ફિલ્મનું પ્રદર્શન વિક્ષેપિત થશે અને રાષ્ટ્રગીતનું ગૌરવ વધારવાને બદલે અરાજકતા અને મૂંઝવણ ઊભી થઈ શકે છે.

આ નિર્દેશ અંગ્રેજી અને હિન્દીમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો, મંત્રાલયો અને બંધારણીય સંસ્થાઓને જાહેર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, અત્યાર સુધી ’વંદે માતરમ’ ગાવા માટે કોઈ સત્તાવાર પ્રોટોકોલ નહોતો, જ્યારે ’જન ગણ મન’ ની ધૂન, સમય અને ગાન અંગે સ્પષ્ટ નિયમો સ્થાપિત કરવામાં આવ્યા હતા. ગીતના વિસ્તૃત છ છંદ હજુ સુધી સત્તાવાર કાર્યક્રમોમાં ગાવામાં આવતું નહોતું.

આદેશમાં જણાવાયું છે કે “રાષ્ટ્રગીતનું સત્તાવાર સંસ્કરણ વગાડવામાં આવશે” તેમાં નાગરિક શપથ સમારોહનો સમાવેશ થાય છે, ઔપચારિક રાજ્ય કાર્યક્રમો અને અન્ય સરકારી-આયોજિત કાર્યક્રમોમાં રાષ્ટ્રપતિના આગમન અને પ્રસ્થાન પર, ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શન પર રાષ્ટ્રને રાષ્ટ્રપતિના સંબોધન પહેલાં અને પછી તરત જ, રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં ઔપચારિક રાજ્ય કાર્યક્રમોમાં રાજ્યપાલ અથવા લેફ્ટનન્ટ ગવર્નરના આગમન અને પ્રસ્થાન પર, જ્યારે રાષ્ટ્રધ્વજ પરેડ કરવામાં આવે છે, અને અન્ય કોઈપણ પ્રસંગે જેના માટે ભારત સરકાર દ્વારા ખાસ આદેશો જાહેર કરવામાં આવે છે.

નવી વ્યવસ્થા હેઠળ, જ્યારે બેન્ડ દ્વારા રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે ત્યારે તેની પહેલાં ઢોલ વગાડવામાં આવશે. જેથી પ્રેક્ષકોને એ સંકેત મળે છે કે રાષ્ટ્રગીત વગાડવામાં આવશે. જો કે, અગાઉ કોઈ અન્ય સ્પષ્ટ સંકેત હોય તો જેમ કે રાષ્ટ્રગીત પહેલાં બ્યુગલ વગાડવાનુ હોય એવી સ્થિતિમાં ડ્રમ રોલ જરૂૂરી રહેશે નહીં. એ જ રીતે માર્ચિંગ ડ્રીલ મુજબ, ડ્રમ રોલનો સમયગાળો સાત કદમનો હશે. રોલ ધીમી ગતિએ શરૂૂ થશે, પછી મહત્તમ શક્ય વોલ્યુમ સુધી પહોંચશે, અને પછી ધીમે ધીમે તેના મૂળ નીચા અવાજ પર પાછા ફરશે, 7મા બીટ સુધી સાંભળવામાં આવશે. ત્યારબાદ રાષ્ટ્રગીત શરૂૂ થાય તે પહેલાં એક બીટનો વિરામ રહેશે.

રાષ્ટ્રગીત વગાડવા સાથે સામૂહિક ગાયન ફરજિયાત રહેશે તેવા પ્રસંગોની બીજી કેટેગરીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવો, સાંસ્કૃતિક કાર્યક્રમો અથવા પરેડ, અન્ય ઔપચારિક સમારંભો જેવા પ્રસંગોનો સમાવેશ થાય છે. અન્ય પ્રસંગોમાં કોઈપણ સરકારી અથવા જાહેર કાર્યક્રમમાં (ઔપચારિક રાજ્ય સમારંભો સિવાય) રાષ્ટ્રપતિનું આગમન અને આવા કાર્યક્રમોમાંથી તેમના વિદાય પહેલાંનો પણ સમાવેશ થાય છે. રાષ્ટ્રગીત ગાઈ શકાય તેવી ત્રીજી શ્રેણીમાં શાળાના કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

પ્રસંગોની 3 કેટેગરી બનાવાઇ
નવા આદેશ મુજબ, રાષ્ટ્રગીતનું સત્તાવાર સંસ્કરણને કયા પ્રસંગોએ વગાડવું અથવા ગાવાનું છે, તેને ત્રણ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે: પ્રથમ એ અવસર જ્યારે રાષ્ટ્રગીત ફરજિયાત વગાડવામાં આવશે. બીજું તે પ્રસંગો જ્યારે તેને વગાડવા અથવા ગાવાની પરવાનગી છે; અને ત્રીજું તે અવસર જ્યારે તેને ગાવું કે વગાડી શકાય છે.

શાળાઓમાં “વંદે માતરમ્”માટે સલાહ
આદેશમાં વધુમાં જણાવાયું છે કે બધી શાળાઓમાં દિવસની શરૂૂઆત રાષ્ટ્રગીતના સામૂહિક ગાયનથી કરવામાં આવી શકે છે. શાળાના અધિકારીઓએ તેમના કાર્યક્રમોમાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન ગાવાનું લોકપ્રિય બનાવવા અને વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદર જગાડવા માટે પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ. આદેશ મુજબ, રાષ્ટ્રગીત એવા પ્રસંગોએ પણ ગાઈ શકાય છે જે સંપૂર્ણપણે ઔપચારિક ન હોય પરંતુ મંત્રીઓ વગેરેની હાજરીને કારણે તેનું મહત્વ હોય. રાષ્ટ્ર ગીત ’વંદે માતરમ’ ની 150મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *