રાજકોટની નાઇટ મેરેથોનમાં 5800 ર્સ્પધકો ઉત્સાહભેર દોડ્યા

પ્રથમ વિજેતાને 75,000 રોકડા, તમામને મેડલથી સન્માનિત કરાયા, ગુજરાત ઉપરાંત હરિયાણા, દિલ્હી, મુંબઇ, કેરળ સહિતના દોડવીરો જોડાયા દોઢ વર્ષ પછી રાજકોટમાં ફરી એકવાર નાઈટ મેરેથોનનું…

પ્રથમ વિજેતાને 75,000 રોકડા, તમામને મેડલથી સન્માનિત કરાયા, ગુજરાત ઉપરાંત હરિયાણા, દિલ્હી, મુંબઇ, કેરળ સહિતના દોડવીરો જોડાયા

દોઢ વર્ષ પછી રાજકોટમાં ફરી એકવાર નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસના સહયોગથી, રાજકોટ રનર્સ એસોસિએશન અને રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા શનિવારે રાત્રે શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ પર 21 કિમી હાફ મેરેથોન અને 10 કિમી ડ્રીમ રનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મેરેથોન ડ્રગ્સના ઉપયોગ સામે જાગૃતિ લાવવા, ઓનલાઈન છેતરપિંડી ટાળવા, ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને વૃક્ષોનું રક્ષણ કરવા તેમજ લોકોને શહેરની સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ હતો. ઉલ્લેખનીય છે કે આ ઇવેન્ટમાં કુલ 5800 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં 21 કિલોમીટર માટે 1800 સ્પર્ધકો અને 10 કિલોમીટર માટે 4000 સ્પર્ધકોએ નોંધણી કરાવી હતી. તે બધાને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે પ્રથમ વિજેતાને રૂૂ. 75,000 રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *