વ્યાજે લીધેલા 25 લાખની પઠાણી ઉઘરાણી કરી ફલેટનો દસ્તાવેજ પડાવી લેતા વ્યાજખોર દંપતી

શહેરની ભાગોળે કુવાડવા જીઆઇડેસીમાં અગાઉ કારખાનુ ધરાવતા વેપારીએ વ્યાજે લીધેલા 25લાખની પઠાણી ઉઘરાણી કરી બોટાદના વ્યાજખોર દંપતિએ વેપારીના ફેલટનો દસ્તાવેજ પડાવી લીધો હતો. અને વ્યાજ…

શહેરની ભાગોળે કુવાડવા જીઆઇડેસીમાં અગાઉ કારખાનુ ધરાવતા વેપારીએ વ્યાજે લીધેલા 25લાખની પઠાણી ઉઘરાણી કરી બોટાદના વ્યાજખોર દંપતિએ વેપારીના ફેલટનો દસ્તાવેજ પડાવી લીધો હતો. અને વ્યાજ સહિત રૂા.28લાખની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા પોલીસે વ્યાજખોર દંપતિ વિરૂદ્ધ મનીલેન્ડ અને ધમકી આપ્યોનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પૂજારા પ્લોટમાં રહેતા અને કુવાડવા જીઆઇડીસીમા અગાઉ ધાણા જીરૂ પોસેસીંગ કરવાનુ કારખાનુ ધરાવતા રાજેન્દ્રભાઈ ગોવર્ધનભાઈ શિંગાળા (ઉ.વ 56) દ્વારા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે બોટાદ રહેતા નિલેશ હકમચંદ શાહ અને તેની પત્ની વર્ષાબેનના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુંજબ કોરોનાકાળ દરમિયાન ધંધામાં મંદી આવતા બેંકમાંથી લીધેલ લોનનું વ્યાજ ચૂકવી ન શકતા વર્ષ 2022માં નિલેશભાઈ તથા તેમના પત્ની વર્ષાબેન પાસેથી દોઢ ટકા લેખે રૂૂપિયા 25 લાખ વ્યાજે લીધા હતા. જેના બદલામાં ફરિયાદીએ કુલ 3.37 લાખ વ્યાજ ચૂકવ્યું હતું. બાદમાં વર્ષ 2023 થી તેઓને ધંધામાં મંદી હોય વ્યાજના પૈસા ભરી શકતા ન હતા.

દરમિયાન ગત તા. 1/2/2023 ના નિલેશ તથા તેની પત્ની વર્ષા બંને ફરિયાદીના કારખાને આવ્યા હતા. ફરિયાદીએ તેમને કહ્યું હતું કે બેંકના હપ્તા ન ભરી શકતા બેંકે અમારા વિરુદ્ધ કેસ કર્યો છે અને થોડા દિવસમાં કારખાનું સીલ કરવા આવશે જેથી નિલેશભાઈ તથા વર્ષાએ કહ્યું હતું કે અગત્યની કામની ચીજ વસ્તુઓ લઈ લેજો આ દરમિયાન ફરિયાદી ફાઈલો કાઢતા હતા જેમાં તેમના રાજકોટથી ફ્લેટનો ઓરીજનલ દસ્તાવેજ હોય જેથી વર્ષાબેન કહ્યું હતું કે, અમારે તમારા એપાર્ટમેન્ટમાં ફ્લેટ લેવો છે કેટલું બાંધકામ છે તે જોવા માટે દસ્તાવેજ આપો આમ કહી તેમણે ફરિયાદી પાસેથી ફ્લેટના દસ્તાવેજની ફાઈલ લઈ લીધી હતી. બાદમાં જતા સમયે કહ્યું હતું કે અમારા રૂૂપિયા આપી દેજો નહીંતર મારી પાસે ઘણા કાઠી દરબાર છે. સોપારી આપીશ તેમ કહીને ધમકાવ્યા હતા. બાદમાં ફોન કરી અને મેસેજ કરી વ્યાજ સહિત રૂૂપિયા 28 લાખ આપી દેવાનું કહી પઠાણી ઉઘરાણી કરતા હોય આ અંગે ફરિયાદીએ બંને સામે આ ફરિયાદ નોંધાવતા પોલીસે મની લેન્ડ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *