શહેરમા ચુનારાવાડ વિસ્તારમા એક માસ પુર્વે થયેલી મારામારીનો ખાર રાખી પિતા – પુત્ર પર 3 શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા પિતા – પુત્રને સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ધીરૂભાઇ કરનભાઇ શિયાળ (ઉ.વ. પર) અને તેનો પુત્ર બિબિન શિયાળ (ઉ.વ. ર4) રાત્રીના સમયે ચુનારાવાડ વિસ્તારમા હતા ત્યારે નિખીલ ગુજરીયા, કાનો ગુજરીયા અને ભાવેશ ગુજરીયા સહીતના શખ્સોએ ધારીયા વડે માર માર્યો હતો. હુમલામા ઘવાયેલા પિતા – પુત્રને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા દાખલ કરાયા હતા. પ્રાથમીક પુછપરછમા હુમલાખોર નિખીલ ગુજરીયાએ એક મહીના પહેલા બીપીન શિયાળ પર બાઇક ચડાવી દીધુ હતુ. જે બોલાચાલીના સમાધાન માટે બોલાવી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો હતો. બીજા બનાવમા કોઠારીયા સોલવન્ટમા આવેલા રસુલપરામા પાડોશી પરીવાર વચ્ચે નજીવા પ્રશ્ર્ને મારામારી થઇ હતી જેમા જાવીદ અબ્દુલભાઇ દલ (ઉ.વ. 38) પર શબીર સોરા, પદીયો અને સાહીલ નામના શખ્સોએ તલવાર વડે હુમલો કર્યો હતો. જયારે વળતા પ્રહારમા આરજુબેન શબીરભાઇ સોરા નામની ર0 વર્ષની યુવતીને જાહીદ દલે માર માર્યો હતો. ઇજાગ્રસ્ત યુવતી અને યુવાનને સારવાર માટે ખસેડાયા હતા બાદમા બંને પક્ષે સમાધાન થઇ ગયુ હોવાનુ જાણવા મળ્યુ છે.
