માલિયાસણ પાસે હોટલના પાર્કિંગમાં પડેલા ટ્રકમાંથી 576 બોટલ વિદેશી દારૂ પકડાયો

માલીયાસણ ચોકડીથી સોખડા ચોકડી તરફ જતા રોડ પર આવેલ કનૈયા ટી સ્ટોલ હોટલના પાર્કીંગમાં પી.સી.બી.ની ટીમે દરોડો પાડી ટ્રક માંથી રૂૂ.2.74 લાખના વિદેશી દારૂૂ ભરેલા…

માલીયાસણ ચોકડીથી સોખડા ચોકડી તરફ જતા રોડ પર આવેલ કનૈયા ટી સ્ટોલ હોટલના પાર્કીંગમાં પી.સી.બી.ની ટીમે દરોડો પાડી ટ્રક માંથી રૂૂ.2.74 લાખના વિદેશી દારૂૂ ભરેલા ટ્રક સાથે ડ્રાઈવરની ધરપકડ કરી રૂૂ.8.79 લાખનો મુદ્દમાલ ક્બ્જે કર્યો હતો. રાજસ્થાનથી અન્ય વાહનમાં દારૂૂ ભરી રાજકોટ લાવ્યા બાદ હોટલના પાર્કિંગમાં પડેલા ટ્રકમાં તે દારૂૂનો જથ્થો ટ્રાન્સફર કરી નાના વાહનોમાં તે કટિંગ કરી બુટલેગરને સપ્લાય કરતો હતો.

પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા પીસીબીની ટીમને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય ત્યારે પી.સી.બી.ના હેડકોન્સટેબલ કિરતસિંહ વિક્રમસિંહ,ગીરીરાજસિંહ હરીશચંદ્રસિંહ અને વાલજીભાઇને મળેલ સયુંકત હકીકત આધારે માલીયાસણ ચોકડીથી સોખડા ચોકડી તરફ જતા રોડ પર આવેલ કનૈયા ટી સ્ટોલ નામની હોટલના પાર્કીંગમાં દોરોડ પાડી જીજે 10 ડબ્લ્યુ 6233 માંથી અલગ અલગ બ્રાંડની રૂૂ.2.74 લાખના વિદેશી દારૂૂની 576 બોટલ મળી આવતા પીસીબીની ટીમે જામનગર રોડ નાગેશ્વર મંદિર પાસે શાંતિ નગર અરિહંત એવન્યુ-એ ફલેટ નંબર-102માં રહેતા ટ્રક ડ્રાઈવર સતીષભાઇ નાથાભાઈ જાટીયા (ઉ.વ.32)ની ધરપકડ કરી હતી.

સતીશની પુછપરછમાં જાણવા મળ્યું કે, તે આ દારૂૂનો જથ્થો બીજી વખત રાજસ્થાનથી ભરી રાજકોટ આવ્યો હતો. દારૂૂ અન્ય વાહનમાં દારૂૂ ભરી રાજસ્થાનથી રાજકોટ લાવ્યા બાદ હોટલના પાર્કિંગમાં પડ્યા રહેતા તેના મિત્રના ટ્રકમાં તે દારૂૂનો જથ્થો ટ્રાન્સફર કરી નાના વાહનોમાં તે કટિંગ કરી બુટલેગરને સપ્લાય કરતો હતો.
પી.સી.બીના ઇન્ચાર્જ પી.આઈ એમ.આર ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.જે.હુણ, પી.બી.ત્રાજીયા એ.એસ.આઇ. મયુરભાઈ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂૂ, ધનશ્યામસિંહ ચૌહાણ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, ફુલદિપસિંહ જાડેજા, રાહુલગીરી ગૌસ્વામી, ગીરીરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ રાણા, વિજયભાઇ મેતા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકીએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *