જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા જામનગર અને દ્વારકા જિલ્લામાં આજે બાકી રોકાતા વીજ બિલ ના નાણા ની વસૂલાત અન્વયે મેગા ડીસ કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ આજે 5598 વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા જેમના નાણા બાકી હોય તેવા ગ્રાહકો સામે આજે ખાસ મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી, અને તેના માટે બંને જિલ્લામાં કુલ 378 ટુકડી ને ઉતારવામાં આવી હતી, અને આઠ કરોડ આઠ લાખ થી વધુ ની રિકવરી કરવાની બાકી રહે છે.
મળતી માહિતી અનુસાર જામનગર જિલ્લામાં કુલ 7,419 વીજ જોડાણોમાં રૂૂ. 596.72 લાખની બાકી લેણી છે, જ્યારે દ્વારકા જિલ્લામાં 3,213 વીજ જોડાણોમાં રૂૂ. 211.97 લાખની બાકી લેણી નોંધાઈ છે. આ રીતે બંને જિલ્લામાં મળી કુલ 10,632 વીજ જોડાણોમાં રૂૂ. 808.29 લાખની રકમ બાકી છે.
આ મેગા ડ્રાઈવ અંતર્ગત બંને જિલ્લાના તમામ વિભાગીય અને પેટા વિભાગીય કચેરીઓના સ્ટાફ દ્વારા મહત્તમ સંખ્યામાં ટીમો ઉતારીને વીજ જોડાણ કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નોંધનીય છે કે આ ડીસ કનેક્શન ડ્રાઈવમાં ફક્ત વીજ જોડાણ કાપવાની જ કાર્યવાહી કરવામાં આવી હતી , રિકવરી કરવાની ન હતી.
જામનગર જિલ્લા માટે 267 ટિમો જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે 111 ટીમો ફાળવવામાં આવી હતી જેમાં આજે 5598 વીજ જોડાણો કાપવામાં આવ્યા હતા.અને રૂૂ.384 .61 લાખ ની પીજીવીસીએલ દ્વારા વસૂલાત કરવામાં આવી હતી. જ્યારે કપાયેલા જોડાણો માંથી 3200 વિજ જોડાણો પુન: આપવામાં આવ્યા હતા.જે માટે રૂૂ. 185.39 લાખ ની વસૂલાત થવા પામી હતી.આમ આજે એક જ દિવસ માં કુલ રૂૂ.570 લાખ ની વીજ કંપની ને આવક થવા પામી છે.
