જામનગરના નભો મંડળમાં શનિવારે સાંજે ‘પ્લેનેટ પરેડ’ની ખગોળીય ઘટનાના નિદર્શનનો કાર્યક્રમ યોજાશે

જામનગરના નભો મંડળમાં શનિવારે સાંજે ’પ્લેનેટ પરેડ’ ની ખગોળીય ઘટના સર્જાવા જઈ રહી છે, અને જેના નિદર્શન માટેનો જામનગરના પ્રદર્શન મેદાનમાં તા 28.02.2026 ને શનિવારના…

જામનગરના નભો મંડળમાં શનિવારે સાંજે ’પ્લેનેટ પરેડ’ ની ખગોળીય ઘટના સર્જાવા જઈ રહી છે, અને જેના નિદર્શન માટેનો જામનગરના પ્રદર્શન મેદાનમાં તા 28.02.2026 ને શનિવારના સાંજે 6.00 થી 7.00 વાગ્યા દરમિયાન ખગોળ મંડળ જામનગર અને રંગતાલી ગ્રુપના સહયોગથી જુદાજુદા ત્રણ ટેલિસ્કોપ ગોઠવી નિદર્શન નો કાર્યકમ યોજાશે, અને ખગોળ પ્રેમીઓને બુધ ગ્રહ, ગુરુ ગ્રહ, શુક્ર ગ્રહ, નેપચ્યુન ગ્રહ, યુરેનશ તથા શનિ ગ્રહ સહિતના અલગ અલગ ગ્રહોનું પ્રત્યક્ષ નિદર્શન કરાવાશે. જેનો સર્વે ખગોળ પ્રેમીઓએ લાભ લેવા અનુરોધ કરાયો છે.

જામનગર સહિતના ખગોળ પ્રેમીઓ માટે આવનારા 10 દિવસો અગત્યના રહેશે. જે પૈકી સૌ પ્રથમ 28 ફેબ્રુઆરી ના રોજ સાંજના સમયે 6.00 વાગ્યાથી દક્ષિણ – પશ્ર્ચિમ દિશામાં 6 ગ્રહો એક સાથે હાજર રહેશે. જે 6 ગ્રહો ની હાજરી એ માત્ર આકાશી નઝારો નથી, પરંતુ ખગોળપ્રેમીઓ માટે નવી ઉત્સુકતા પ્રેરક પ્રસંગ છે, જ્યારે ફોટોગ્રાફરો માટે સર્જનાત્મક પળ બની રહેશે, અને બાળકો માટે નવી પ્રેરણા બની શકે છે.

આ વખતે પણ જુદા જુદા 4 ટેલિસ્કોપ ગોઠવીને 28 ફેબ્રુઆરી ના રોજ પ્રદર્શન મેદાન ખાતે આ વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ દિવસે સાંજના સમયે સૌ પહેલાં આકાશ માં સૌથી ચમકતો ગ્રહ શુક્ર નજરે પડશે, ત્યાર બાદ આકાશ માં ઉંચે તેજસ્વી ગુરુ નો ગ્રહ દેખાશે, યુરેનસ અને નેપ્ચ્યુન ગ્રહો ખુબ દૂર હોવાથી તેને ગોતવા ટેલિસ્કોપ ની જરૂૂર પડે, બુધ નો ગ્રહ સૂર્ય થી નજીક નો હોવાથી માત્ર થોડા સમય માટે ક્ષિતિજ પાસે નીચે દેખાશે, શનિ નો ગ્રહ સૂર્ય તરફ આગળ વધી રહ્યો છે તેની તેજસ્વીતા +1 જેટલી હોય નરી આંખે જોઇ શકાશે.
28 ફેબ્રુઆરી ના રોજ ફાગણ સુદ બારસ નો ચંદ્ર 92 ટકા પ્રકાશિત પૂર્વ આકાશ માં ઊંચે કર્ક રાશિના બીહી ક્લસ્ટર પાસે જોવા મળશે, આ ક્લસ્ટરને બાઇનોક્યુલર થકી જોઇ શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *