રાજકોટ શહેર-જિલ્લામાં ચૂંટણી માટે 5300 પોલીસ તૈનાત

જિલ્લામાં બે એસપી કક્ષાના અધિકારીના સુપરવિઝન હેઠળ 4 ડીવાયએસપી, 29 પીઆઇ, 57 પીએસઆઈ અને 56 એસઆરપી જવાનને જવાબદારી સોંપાઈ શહેરમાં 4 આઈપીએસના નિરિક્ષણ હેઠળ 8…

જિલ્લામાં બે એસપી કક્ષાના અધિકારીના સુપરવિઝન હેઠળ 4 ડીવાયએસપી, 29 પીઆઇ, 57 પીએસઆઈ અને 56 એસઆરપી જવાનને જવાબદારી સોંપાઈ

શહેરમાં 4 આઈપીએસના નિરિક્ષણ હેઠળ 8 એસીપી, 12 પીઆઈ, 54 પીએસઆઈ, સાથે 2600 પોલીસની ફોજ સુરક્ષા વ્યવસ્થા સંભાળશે

ગુજરાત રાજ્યમાં આગામી આવતીકાલે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા/જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા માટે વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. લોકશાહીના આ પર્વમાં મતદારો ભયમુક્ત રીતે મતદાન કરી શકે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે રાજકોટ શહેર અને ગ્રામ્ય પોલીસ દ્વારા અભૂતપૂર્વ સુરક્ષા ચક્ર ગોઠવવામાં આવ્યું છે.

રાજકોટ જીલ્લામાં પોલીસે ચુંટણીને અનુલક્ષીને ટેકનોલોજી અને ચુસ્ત માનવબળનું સંયોજન ગોઠવ્યું છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન અને ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરના સુપરવિઝન હેઠળ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સઘન બંદોબસ્તની અમલવારી કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે હેતુથી વિશાળ પોલીસ કાફલો તૈનાત કરાયો છે. જીલ્લામાં ચુંટણીમાં મતદાન માટે એસપી કક્ષાના બે અધિકારીઓના સુપરવિઝન હેઠળ, 4 ડીવાયએસપી , 29 પોલીસ ઇન્સ્પેક્ટર અને 57 પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સાથે ફોર્સના 1257 પોલીસ કર્મચારીઓ, 1292 જી.આર.ડી/હોમગાર્ડ જવાનો અને 56 એસ.આર.પી જવાનોને જવાબદારી સોપાઈ છે. ઉપરાંત જીલ્લામાં મતદાનના દિવસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસને સતત પેટ્રોલિંગ કરવા સુચના આપવામાં આવી છે. જીલ્લામાં કુલ 65 સેક્ટર પોલીસ મોબાઈલની સાથે LCB, SOG અને ચછઝની 8 સ્ટ્રાઈકિંગ ફોર્સ સતત પેટ્રોલિંગ કરશે.

તેમજ જીલ્લામાં સુરક્ષામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા 180 બોડીવોર્ન કેમેરા, રાયોટ કંટ્રોલના સાધનો અને 6 ડ્રોન દ્વારા આખા જિલ્લા પર આકાશમાંથી નજર રાખવામાં આવશે. સોશિયલ મીડિયા મોનિટરિંગ માટે પણ ખાસ ટીમ કાર્યરત છે. અસામાજિક તત્વો પર લગામ કસવા અત્યાર સુધીમાં 10 માથાભારે શખ્સો સામે ‘પાસા’ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

રાજકોટ રાજકોટ શહેરમાં પણ આવતીકાલે યોજનાર મહાનગરપાલિકાની ચુંટણીને લઈને પોલીસ એક્શનમોડ માં આવી ગઈ છે. ખાસ કરીને આ વખતે શહેરના સંવેદનશીલ બુથો પર વિશેષ વ્યૂહરચના ગોઠવવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને એડિશનલ સીપી ચૈતન્ય મંડલિકના સીધા માર્ગદર્શન હેઠળ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. આ વખતે 2021ની સરખામણીએ મતદારોની સુવિધા માટે બુથની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો છે. શહેરના મતદાન બુથના મહત્વના આંકડા ઉપર નજર કરવામાં આવે તો વર્ષ 2021માં કુલ 991 બુથ હતા, જેની સામે આ વર્ષે 500 નવા બુથ ઉમેરાયા છે. રાજકોટમાં 23 નવા મતદાન મથકો પણ બનાવવામાં આવ્યા છે. શહેરમાં કુલ 297 બુથને સંવેદનશીલ અને 19 મથકોને અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. અત્રે એ વાત નોંધનીય છે કે અતિ સંવેદનશીલ મથકો 2021માં 11 હતા, જે વધીને 19 થયા છે.

પોલીસના એક્શન પ્લાન મુજબ સંવેદનશીલ વિસ્તારોમાં સતત ગ્રૂપ પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવશે. મતદાન મથકોની આસપાસ ભીડ એકઠી થવા દેવામાં આવશે નહીં. જો કોઈ અનિચ્છનીય ઘટના બને, તો મિનિટોમાં પોલીસની વિશેષ ટીમો ઘટનાસ્થળે પહોંચી જાય તેવું આયોજન છે. ઉમેદવારોના નામ જાહેર થયા બાદ બદલાતા રાજકીય સમીકરણોને આધારે સુરક્ષાની પુન: સમીક્ષા પણ કરવામાં આવી છે. તમામ સંવેદનશીલ બુથો પર સીસીટીવી કેમેરા અને વીડિયોગ્રાફીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. વહીવટીતંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય વધુમાં વધુ મતદાન થાય અને લોકો કોઈપણ ડર વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેવો છે. આ કડક પોલીસ બંદોબસ્ત અને વહીવટી તત્પરતા સૂચવે છે કે આવતીકાલે શહેર અને જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુંટણી પર્વ સંપૂર્ણ પારદર્શિતા અને સુરક્ષા સાથે ઉજવાશે.

શહેરના 1100થી વધુ ગુનેગારો સામે અટકાતી પગલાં, ચેકપોસ્ટ ઉપર 15000 વાહનોનું ચેકિંગ
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે રાજકોટ શહેર પોલીસે શહેરના ખૂણેખૂણામાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને અટકાયતી પગલાં લેવાની કામગીરી કરી હતી.રાજકોટ શહેરમાં કુલ 3039 લોકો પાસે હથિયારના પરવાના છે. જેમાંથી 2616 લોકોએ પોતાના હથિયારો સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દીધા છે. બેંક સિક્યુરિટી કે અતિ સંવેદનશીલ સુરક્ષા વ્યવસ્થા સાથે જોડાયેલા છે, તેવા 228 પરવાનેદારોને હથિયાર રાખવાની મુક્તિ આપવામાં આવી છે. શહેરના 1100થી વધુ ગુનેગારો સામે અટકાયતી પગલા લેવાયા છે. ઉપરાંત, શહેરમાં કુલ 523 જેટલા ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમે કામગીરી કરી છે. ચૂંટણીમાં મોટા પ્રમાણમાં થતાં આર્થિક વ્યવહારો અટકાવવા માટે શહેરમાં પ્રવેશતા તમામ રોડ રસ્તા ઉપર ચેક પોસ્ટો ગોઠવવામાં આવી હોય શહેરમાં પ્રવેશતાં તમામ રસ્તા પર ચેક પોસ્ટ કાર્યરત કરવમાં આવી હતી જેમાં 15000 થી વધુ વાહનો ચેક કર્યા છે.

શહેરમાં કોઈપણ વિવાદના સંજોગોમાં ગણતરીની મિનિટોમાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી જશે

આવતીકાલે રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડના 1014 મતદાન મથકો પર 8948 પોલિંગ સ્ટાફ મુકવામાં આવ્યો છે. મહાનગર પાલિકા ક્ષેત્રમાં 151 પોસ્ટલ બેલેટ યુનિટ છે, કુલ મળીને 1480 કર્મચારીઓ પોસ્ટલ બેલેટનો ઉપયોગ કરશે ત્યારે ચુંટણીને લઇને શહેર પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી છે. વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા તાજેતરના સર્વે મુજબ, શહેરમાં અતિસંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા 11 થી વધીને 19 થઈ છે. આ 19 અતિસંવેદનશીલ મથકો પર કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. આ વિસ્તારોમાં અત્યાધુનિક ડ્રોન કેમેરા દ્વારા આકાશમાંથી સતત મોનિટરિંગ કરવામાં આવશે. પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ, આ મથકોની આસપાસ શંકાસ્પદ હિલચાલ અને ટોળાંઓ પર બાજ નજર રાખવામાં આવશે. ટેકનોલોજીના ઉપયોગથી સુરક્ષા વ્યવસ્થા એવી રીતે ગોઠવવામાં આવી છે કે કોઈપણ વિવાદના સંજોગોમાં ગણતરીની મિનિટોમાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી જશે.

જીલ્લામાં „ LCB, SOG અને QRTની 8 સ્ટ્રાઈકિંગ ફોર્સ ટીમ 180 બોડીવોર્ન કેમેરા સાથે સજ્જ
જિલ્લામાં આવતીકાલે યોજાનાર સથાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે LCB, SOG અને QRTની 8 સ્પેશિયલ સ્ટ્રાઈકિંગ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જઙ વિજય સિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં LCB, SOG અને QRTની 8 સ્ટ્રાઈકિંગ ફોર્સ 180 બોડીવોર્ન કેમેરા અને રાયોટ કંટ્રોલના આધુનિક સાધનોથી સજ્જ છે. કોઈ પણ આકસ્મિક સ્થિતિ કે સંઘર્ષના સમયે આ ટીમો ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લેશે. ગુનેગારો પર નજર રાખવા કઈઇ-જઘૠ અને ઈમરજન્સી પ્રતિસાદ માટે QRT ની આ 8 ટીમો 24 કલાક પેટ્રોલિંગ કરી લોખંડી બંદોબસ્ત સુનિશ્ચિત કરશે. ચૂંટણી દરમિયાન અસામાજિક તત્વો, પ્રોહિબિશન (દારૂૂ) અને જુગાર જેવી પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવશે જિલ્લાના લિસ્ટેડ ગુનેગારો કે જેઓ ચૂંટણીમાં ગરબડ કરી શકે તેમ હોય, તેમની હિલચાલ પર વોચ રાખવા માં આવી રહી છે અને જરૂૂર પડે ત્યારે ’પાસા’ કે તડીપાર જેવી કાર્યવાહીના ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *