જાનની બસ સળગતાં જાનૈયાઓએ કુદીને જીવ બચાવ્યો

  ભાવનગર નજીક સવારે સર્જાયેલી દુર્ઘટના, બસમાં રહેલ રોકડ રકમ અને સોનાના ઘરેણા સળગી ગયાં ભાવનગરમાંથી જાન લઈને ગારીયાધાર પંથકમાં જઈ રહેલા જાનૈયાઓની બસ બજુડના…

 

ભાવનગર નજીક સવારે સર્જાયેલી દુર્ઘટના, બસમાં રહેલ રોકડ રકમ અને સોનાના ઘરેણા સળગી ગયાં

ભાવનગરમાંથી જાન લઈને ગારીયાધાર પંથકમાં જઈ રહેલા જાનૈયાઓની બસ બજુડના પાટીયા પાસે અચાનક સળગી જતા અફરાતારી મચી જવા પામી હતી. આ બનાવમાં બસમાં બેઠેલા જાનૈયાઓ કૂદી જતા કોઈ જાનહાની થઈ નથી પરંતુ બસમાં રહેલ લાખો રૂપિયા અને સોનું સળગી ગયું છે.

આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ખાનગી ટ્રાવેલ્સ ની બસ ભાવનગરના નારી ગામ થી ગારીયાધાર તાલુકાના ઘોબા ગામે જાનૈયાઓને લઈને જઈ રહી હતી ત્યારે બજુડ ગામના પાટીયા પાસે બસ પહોંચી હતી એ સમય કોઈ કારણોસર બસમાં આગ લાગી ગઈ હતી. જો કે સમયસર તમામ જાનૈયાઓએ ઇમર્જન્સી બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ બનાવ થી ભારે ચીચિયારીઓ અને દેકારો મચી જવા પામ્યો હતો. બનાવનીની જાણ થતા જ આજુબાજુના ગ્રામ્યજનો અને પોલીસ કાફલો ઘટના ઘટના સ્થળે દોડી આવ્યો હતો.આ બનાવ માં જાનૈયાઓના લાખો રૂપિયા અને બે તોલા સોનું બળીને ખાખ થઈ ગયું હોવાનું જાણવા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *