305 કરોડના ફ્રોડમાં જૂનાગઢના 52 બેંક ખાતાનો ઉપયોગ, પૂર્વ કોર્પોરેટરનું નામ ખુલ્યું

જૂનાગઢના 52 બેંક એકાઉન્ટ ધારકો સામે દેશભરમાં 192 ફરિયાદો નોંધાઈ છે, 10ની શોધખોળ સાયબર ફ્રોડના નાણાં ક્રિપ્ટોમાં ક્ધવર્ટ કરી દુબઈ મોકલાતા, નવની ધરપકડ જૂનાગઢ અ…

જૂનાગઢના 52 બેંક એકાઉન્ટ ધારકો સામે દેશભરમાં 192 ફરિયાદો નોંધાઈ છે, 10ની શોધખોળ

સાયબર ફ્રોડના નાણાં ક્રિપ્ટોમાં ક્ધવર્ટ કરી દુબઈ મોકલાતા, નવની ધરપકડ

જૂનાગઢ અ ડિવિઝન પોલીસે ’ઓપરેશન મ્યુલ હન્ટ’ હેઠળ વધુ 52 શંકાસ્પદ બેંક એકાઉન્ટ ઝડપી પાડ્યા છે. આ બેંક એકાઉન્ટમાં 9.43 કરોડના રૂૂપિયા જમા કરાવી સગેવગે કરવામાં આવ્યા હતા. આ મામલે જૂનાગઢ પોલીસે 19 શખસો સામે ફરિયાદ નોંધી 9 શખસોને ઝડપી પાડ્યા છે. જ્યારે 10 શખસો પોલીસ પકડથી હજુ દૂર છે. પોલીસે આ ગુનામાં ભાજપના પૂર્વ કોર્પોરેટર વિરૂૂદ્ધ પણ ગુનો દાખલ કર્યો છે.

પોલીસ તપાસમાં કુલ 52 શંકાસ્પદ બેંક એકાઉન્ટમાં NCCRP (નેશનલ સાયબર ક્રાઈ રિપોર્ટિંગ પોર્ટલ) પર દેશભરમાંથી કુલ 192 ફરિયાદો નોંધાઈ છે. આ ફરિયાદો મુજબ કુલ 305 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ આ સાયબર ફ્રોડના રેકેટનું દુબઈ કનેક્શન પણ સામે આવ્યું છે.
DySP હિતેશ ધાંધલીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં મ્યુલ એકાઉન્ટ ભાડે રાખી છેતરપિંડી આચરતા આરોપીઓની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે ટેકનિકલ સોર્સથી તપાસ કરતા જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં ’પ્રાઈમ ટ્રેડિંગ કંપની’ના નામે શંકાસ્પદ બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા. તપાસમાં કુલ 52 શંકાસ્પદ બેંક એકાઉન્ટમાં NCCRP (નેશનલ સાયબર ક્રાઈ રિપોર્ટિંગ પોર્ટલ) પર દેશભરમાંથી કુલ 192 ફરિયાદો નોંધાઈ છે. આ ફરિયાદો મુજબ કુલ 305 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું છે.

પોલીસની ઉંડાણપૂર્વકની તપાસમાં આ રેકેટનું દુબઈ કનેક્શન અને ઇન્ટરનેશનલ કાર્યપદ્ધતિ બહાર આવી છે. જૂનાગઢનો અલી મહંમદ ઠેબા નામનો શખસ પોતાના મળતીયાઓ મારફતે સાયબર ફ્રોડ અને ઓનલાઈન ગેમિંગના રૂૂપિયા અલગ-અલગ મ્યુલ એકાઉન્ટમાં જમા કરાવતો હતો. આ 52 બેંક ખાતાઓમાં કુલ 9,43,70,335 રૂૂપિયા જમા કરાવીને તેને સગેવગે કરવામાં આવ્યા હતા. આ નાણાં ખાતાધારકો કે મળતીયાઓ દ્વારા અઝખ અથવા ચેકથી વિડ્રો કરી રોકડમાં રૂૂપાંતરિત કરવામાં આવતા હતા.

ભાવનગરના રાજુ નામનો શખસ આ રોકડ રકમને USDT (ક્રિપ્ટોકરન્સી) માં રૂૂપાંતરિત કરી દુબઈમાં રહેતા ઈરફાન જાદુગરને મોકલી આપતો હતો. આ રીતે સાયબર ફ્રોડના નાણાં દેશ બહાર મોકલવાનું મોટું નેટવર્ક કાર્યરત હતું. જૂનાગઢ એ-ડિવિઝન પોલીસે આ મામલે અત્યાર સુધીમાં 19 શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે, જેમાંથી અલી મહંમદ ઠેબા, ઇમ્તીયાઝ ઉર્ફે બકરો, અજય ઉર્ફે કાનો, અંજુમ ચૌહાણ અને સાહીલ સમા સહિત 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અન્ય વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસની અલગ-અલગ ટીમો કાર્યરત છે.

આ સમગ્ર કાર્યવાહીમાં ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ કે.એમ. પટેલ, એ-ડિવિઝન પીઆઈ વી.જે. સાવજ, પીએસઆઈ પી.કે. ગઢવી, ડી.કે. પટેલ અને તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી છે. પોલીસે દરોડા દરમિયાન 6 પાસબુક, 7 ચેકબુક અને મોંઘા મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. હાલમાં એ-ડિવિઝન પોલીસ આ રેકેટના મૂળ સુધી પહોંચવા અને સંડોવાયેલા અન્ય એકાઉન્ટ ધારકોની શોધખોળ કરી રહી છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 317(2), 317(4), 61(2) અને આઈટી એક્ટની કલમ 66(ડી) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ફરાર આરોપીઓ
અસ્લમ ઉર્ફે લાલો ઇબ્રાહીમભાઈ કુરેશી (રહે. સુખનાથ ચોક, જૂનાગઢ) (ભાજપનો પૂર્વ કોર્પોરેટર)
કાજીમ મહમદભાઈ રાજસુમરા (રહે. ખ્વાજાનગર, જૂનાગઢ)
અરબાજ ઇકબાલભાઈ કુરેશી (રહે. દાતાર રોડ, જૂનાગઢ)
સાંઇ ઉર્ફે મંથન થોરાટ મરાઠી (રહે. આસીયાના સોસાયટી, જૂનાગઢ)
કરીમ અહેમદ સીડા (રહે. જૂનાગઢ)
સાહબાજ જાફરભાઈ કુરેશી (રહે. જૂનાગઢ)
મુસો હાસમભાઇ મુસાણી (રહે. જેતપુર)
રાજુ ઉર્ફે રામભાઇ (રહે. ભાવનગર)
ઇરફાન જાદુગર (રહે. દુબઈ)

ધરપકડ કરાયેલા આરોપીઓના નામ
અલીમહમદ ઉર્ફે આસીફ હબીબભાઈ ઠેબા (રહે. સુખનાથ ચોક, જૂનાગઢ), ઇમ્તીયાઝ ઉર્ફે બકરો ઈબ્રાહીમભાઈ હીંગોરજા (રહે. સંધીપરા જૂનાગઢ), અજય ઉર્ફે કાનો ઉર્ફે જાડીયો સ/ઓ મનુભા ભીખુભા સોનાગરા (રહે. સરગવાડા, જૂનાગઢ), અંજુમભાઇ સ/ઓ છોટુભાઇ કાળુભાઈ ચૌહાણ (રહે. ખ્વાજા નગર, જૂનાગઢ), સાહીલ ઉર્ફે કારીયો સ/ઓ ગફારભાઇ જુસબભાઈ સમા (રહે. ખ્વાજા નગર, જૂનાગઢ), જયેશ મનસુખભાઈ મકવાણા (રહે. ભીયાળ ગામ, તા-જિ. જૂનાગઢ સુખનાથ ચોક), રાહુલ જેઠાભાઈ કેશવાલા (રહે. દોલતપરા, જૂનાગઢ), ઉંમર ઉર્ફે સમીર તૈયબભાઈ સમા (રહે. કેમ્બ્રીજ સો.સા. ખમધ્રોલ રોળ, જૂનાગઢ) કેતન ભનુભાઇ સોલંકી (રહે. સરગવાળા, તા-જિ. જૂનાગઢ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *