શ્રાવણીયા જુગાર પુર્વે રાજકોટ જીલ્લામા ભીમ અગીયારસનાં જુગારનાં પાટ મંડાયા હોય આવા જુગારનાં પાટ પર પોલીસે દરોડા પાડયા હતા. એક જ દિવસમા જીલ્લામા જસદણ, ગોંડલ, વીછીયા અને કોટડા સાંગાણી પંથકમા 7 જેટલા દરોડામા પર જુગારીઓની ધરપકડ કરી બે લાખની રોકડ સહીતનો મુદામાલ કબજે કર્યો છે.
રાજકોટ જીલ્લામા અલગ અલગ સ્થળોએ પાડવામા આવેલા દરોડામા ગોંડલનાં ગુંદાળા ગામે પીએસઆઇ આર. જે. જાડેજા અને તેમની ટીમે દરોડો પાડી જુગાર રમતા 8 શખસોની રૂ. 62730 ની રોકડ સાથે ધરપકડ કરી હતી. જયારે અન્ય દરોડામા ગોંડલનાં વાછરા ગામે તાલુકા પીઆઇ એ. ડી. પરમાર અને તેમની ટીમે દરોડો પાડી જુગાર રમતા છ શખસોની 11 હજારની રોકડ સાથે ધરપકડ કરી હતી. જયારે વીછીયામા 2 સ્થળોએ જુગારનાં દરોડા પાડવામા આવ્યા હતા જેમા ઇન્ચાર્જ પીઆઇ કે. વી. પરમાર અને તેમની ટીમે વીછીયા તાલુકાનાં દડલી ગામે જેન્તીભાઇ શામજીભાઇ હાન્ડાનાં મકાનમા દરોડો પાડી જુગાર રમતા 10 શખસોની રૂ. 19 હજારની રોકડ સાથે ધરપકડ કરી હતી. જયારે અન્ય દરોડામા વીછીયાનાં દેવધરી ગામેથી જુગાર રમતા પ શખસો 116પ0 ની રોકડ સાથે ઝડપી પાડવામા આવ્યા હતા.
જીલ્લામા ભીમ અગીયારસ પુર્વે જુગારની મોસમ પુરબહારમા ખીલી હોય જસદણમા બે સ્થળે દરોડામા લીલાપુર ગામેથી રપ હજારની રોકડ સાથે 8 શખસોને પીઆઇ કે. જે. સથવારા અને તેમની ટીમે ઝડપી લીધા હતા. જયારે જસદણનાં ટાઉન વિસ્તારમા જુગાર રમતા 10 શખસોને ર7 હજારની રોકડ સાથે ઝડપી પાડવામા આવ્યા હતા. ઉપરાંત કોટડા સાંગાણીનાં ખોખરી ગામે પોલીસે દરોડો પાડી જુગાર રમતા પાંચ શખસોને 4ર હજારની રોકડ સાથે ઝડપી લીધા હતા. શ્રાવણ માસ પુર્વે ભીમ અગીયારસ પર જુગાર રમવાની પ્રથા હોય ગ્રામ્ય વિસ્તારકમા ભીમ અગીયારસનાં જુગારનાં પાટ મંડાયા હોય જેનાં પર વોચ રાખી પોલીસે રાજકોટ જીલ્લાનાં અલગ અલગ 7 સ્થળોએ દરોડા પાડી ભીમ અગીયારસે પતા ટીંચતા કુલ 52 શખસોની ધરપકડ કરી બે લાખની રોકડ કબજે કરી હતી.
