શક્તિ, ભક્તિ અને શ્રદ્ધાના સંગમ સમાન સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી, 2026 દરમિયાન ભવ્ય ’51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા લાખો માઈભક્તોના સ્વાગત માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
શ્રદ્ધાળુઓને અંબાજી પહોંચાડવા માટે પરિવહન આયોજન કરવામાં આવ્યું છે.આ આયોજન મુજબ સૌથી વધુ શ્રદ્ધાળુઓ બનાસકાંઠા અને વાવથરાદ વિસ્તારના 250 ગામોમાંથી પરિક્રમામાં જોડાશે. આ ઉપરાંત પાટણ જિલ્લાના 50 ગામો, સાબરકાંઠાના 65 ગામો, મહેસાણા જિલ્લાના 60 ગામો, ગાંધીનગરના 15 ગામો, અરવલ્લીના 25 ગામો તેમજઅમદાવાદના 35 ગામોમાંથીશ્રદ્ધાળુઓ 3 દિવસ રોજે રોજઅંબાજી પહોંચશે અનેપરિક્રમામાં સામેલ રહેશે.
દરરોજ સવારના સમયેમોટાભાગની બસો દોડાવવામાંઆવશે, જ્યારે કેટલીકજગ્યાઓ માટે બપોરની બસોનીપણ વ્યવસ્થા રાખવામાં આવીછે. જે બસમાં ને લાવવામાંઆવશે એ જ બસમાંશ્રદ્ધાળુઓને પરત પણ લઈજવામાં આવશે પાર્કિંગ સ્ટેન્ડ થીગબ્બર પરિક્રમા પથ સુધી લઈજવા માટે મીની બસોનીવ્યવસ્થા પણ કરવામાં આવીછે. મહોત્સવને લોક સંસ્કૃતિનોરંગ આપવા પરંપરાગતઆદિવાસી નૃત્ય, ઢોલ-નગારાં,લોક વાદ્યો અને લોકકલાકારોના કાર્યક્રમો યોજાશે.
આ આયોજનથી અંબાજીમાંભક્તિ, આસ્થા અને લોકસંસ્કૃતિનો અનન્ય સંગમસર્જાશે. કલેકટર અને આરાસુરીદેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનમિહિર પટેલએ જણાવ્યું કે 30જાન્યુઆરીએ સવારે 9.30કલાકે પાલખી યાત્રા, ધજા યાત્રાઅને સાધુ-સંતોના આશીર્વચનસાથે મહોત્સવનો શુભારંભ થશે. ત્યારબાદ પ્રવચન,ભજન-સત્સંગ અને આનંદગરબાનું આયોજન થશે. 31 જાન્યુઆરીએ ત્રિશુલ યાત્રાઅને પાદુકા યાત્રા સાથેદિવસની શરૂૂઆત થશે. આદિવસે શક્તિપીઠ સંકુલમાંશક્તિ યાગ (યજ્ઞ) તેમજ દર્શનપરિક્રમા સ્પર્ધાનું આયોજનકરવામાં આવ્યું છે. જ્યારે 01ફેબ્રુઆરી એ જ્યોત યાત્રા,ચામર યાત્રા અને મશાલ યાત્રાસાથે ભક્તિમય માહોલમાંમહોત્સવનું સમાપન થશે.
બનાસકાંઠા અને વાવથરાદની બસો માટે સેક્ટર અ (આર.ટી.ઓ.સર્કલ રોડ) અને સેક્ટર ઇ (સિવિલ હોસ્પિટલ વિસ્તારનો કોલેજગ્રાઉન્ડ) ફાળવવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લાની બસો માટે સેક્ટરઉ હેઠળ જી.એમ.ડી.સી ગ્રાઉન્ડ અને અમદાવાદ જિલ્લાની બસો માટેસેક્ટર ઊ હેઠળ મામલતદાર ભવનનો ઉપયોગ કરાશે. કુલ 500 બસોમાટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે અને આશરે 40 મીની બસોમાટે અલગઅલગ બોર્ડિંગ પોઇન્ટ નક્કી કરાયા છે.
7 સ્થળોએ પાર્કિંગ વ્યવસ્થા
1. જીમખાની મેદાન
2. માંગલ્યવન જવાના રસ્તે ગોડની જગ્યામાં
3. નવી કોલોની સામે
4. ગબ્બર સર્કલ અને ડોનેર હોટલની બાજુના આવક-જાવક રસ્તે
5. ગબ્બર ગેટની બાજુમાં
6. સવિતા ગોવિંદ સદનની સામે
7. કૈલાશ ટેકરીની સામે
